મુંબઈના યુવકનો મોટો દાવો: માત્ર વાહન નંબરથી બીજું FASTag એક્ટિવ કરી લીધું, જાણો શું છે સત્ય?

મુંબઈના એક યુવકે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની FASTag સિસ્ટમની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. યુવકનો દાવો છે કે, કોઇ બીજા ડ્રાઈવરે તેના વાહનની વિગતોનો ઉપયોગ કરીને બીજું FASTag એક્ટિવ કરી લીધું, જેના કારણે તેનું અસલી FASTag અચાનક બંધ થઇ ગયું. આ ઘટનાના ખુલાસા બાદ FASTag સિસ્ટમની સુરક્ષા અને તેની ડિજિટલ ચકાસણી પ્રક્રિયા અંગે સોશિયલ મીડિયા પર ભારે બહેસ શરૂ થઈ છે.

FASTag1
indianexpress.com

મુંબઈના રહેવાસી રુશિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાની વિગતો શેર કરી. તેણે કહ્યું કે હાઇવે પર મુસાફરી કરી રહ્યો હતો અને ટોલ પ્લાઝા પર ચૂકવણી કરવાનો પ્રયાસ કરતી વખતે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેના FASTag એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ હોવા છતા ટોલ ચૂકવણીની પ્રક્રિયા થઈ શકી નહીં. ત્યારબાદ, તેણે કસ્ટમર કેરનો સંપર્ક કર્યો, જ્યાં તેને જાણ કરવામાં આવી કે તેના વાહનનો નંબર કોઇ બીજા વ્યક્તિએ FASTag એક્ટિવ કર્યું છે. એટલે, બીજું FASTag એક્ટિવ થયા પછી મૂળ FASTag એકાર્ય કરવાનું બંધ કરી દીધું.

આ ઘટનાએ ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સોશિયલ મીડિયા યુઝર્સ એક જ વાહન નોંધણી નંબરના આધારે બે અલ- અલગ FASTags કેવી રીતે મંજૂર કરી શકાય તે અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો આવું શક્ય હોય, તો સિસ્ટમનો દુરુપયોગ થવાની સંભાવના છે.

FASTag કેવી રીતે કાર્ય કરે છે?

FASTag દેશભરમાં હાઇવે ટોલ ચૂકવવા માટે થાય ઉપયોગ થતી એ એક ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે. તેમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી વાહનો રોકાયા વિના ટોલ ચૂકવી શકે છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચાલતા મોટાભાગના વાહનો માટે FASTag હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. મુંબઈના યુવકનો આરોપ છે કે કોઇ ટ્રાન્સપોર્ટરના ડ્રાઇવરે તેના વાહનના નોંધણી નંબરનો ઉપયોગ કરીને બીજું FASTag બનાવડાવી લીધું. તેનું માનવું છે કે સિસ્ટમમાં આવી ખામીઓ વાહન માલિકો માટે મોટી પરેશાની બની શકે છે, જેનાથી ખોટો ટોલ કપાવા, છેતરપિંડી અને અન્ય અણધારી પરેશાનીઓનું જોખમ વધી શકે છે.

FASTag
newsbytesapp.com

તાજેતરના સમયમાં FASTag સંબંધિત ફરિયાદો સામે આવી છે, જેના કારણે અધિકારીઓએ ચકાસણી પ્રોટોકોલને વધુ કડક બનાવ્યા છે. નવા માળખા હેઠળ, કોઈપણ FASTag એક્ટિવ કરતા પહેલા વાહનની વિગતોની વધુ સાવધાનીથી તપાસ કરવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ્ય ખોટી માહિતી અને દુરુપયોગના કિસ્સાઓને ઘટાડવાનો છે. આ ઘટનાએ ફરી એકવાર દેશના ડિજિટલ પરિવહન માળખા અને ડેટા સુરક્ષા અંગે ચિંતા વધારી છે. ઘણા વાહન માલિકો હવે મજબૂત સુરક્ષા વ્યવસ્થા અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે ફરિયાદોના ઝડપી નિરાકરણની માંગ કરી રહ્યા છે.

પોસ્ટ વાયરલ થયા બાદ ICICI બેંક અને એરટેલ પેમેન્ટ્સ બેંક બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરમાં પ્રતિક્રિયા આપી, અને કહ્યું કે આ મામલો હાલમાં તપાસ હેઠળ છે. ફરિયાદનો જવાબ આપતા ICICI બેંકે જણાવ્યું, અમને આ બાબતની જાણ થતા ચિંતા થઇ છે. અમારી ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે અને સમસ્યાના ઉકેલમાં મદદ કરશે. તેવી જ રીતે, ઘટના પર પ્રતિક્રિયા આપતા એરટેલ પેમેન્ટ્સ બેન્કે પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ફરિયાદની પ્રાથમિકતાના ધોરણે તપાસ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.