પાકિસ્તાનમાં મસાલા ઢોસા... કિંમત જોઇને વિદેશીએ આપી આવી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

આ દિવસોમાં, ઇન્ટરનેટ પર ઘણા વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે જેમાં વિદેશી પ્રવાસીઓ પાકિસ્તાનની જીવનશૈલી દર્શાવતા જોવા મળે છે. કેટલાક પાકિસ્તાનના ખાન-પાનને કેદ કરે છે, તો કેટલાક જીવનશૈલી રેકોર્ડ કરીને બાકી દુનિયા સાથે સરખામણી કરે છે, જ્યારે કેટલાક ત્યાંના સ્ટ્રીટ ફૂડ અને કિંમતોની તુલના ભારત અને અન્ય દેશો સાથે કરતા જોવા મળે છે.

vlogger
instagram.com/iamkarlrock

આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. તેમાં, પાકિસ્તાનના કરાચીમાં ફરતો એક વિદેશી વ્લોગર સ્ટ્રીટ ફૂડ અને રસ્તાની બાજુમાં લાગ્તા ફૂડ કિઓસ્કનો વીડિયો બનાવી રહ્યો હતો. આ દરમિયાન તેને એક એવો સ્ટોલ જોવા મળ્યો, જ્યાં ભારતીય ભોજન મળી રહ્યું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karl Rock (@iamkarlrock)

પાકિસ્તાનમાં ભારતીય ભોજન એ પણ દક્ષિણ ભારતીય ભોજન જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. શખ્સ તરત જ સ્ટોલ પાસે ગયો અને બતાવવા લાગ્યો કે ઢોસા, વડાપાંવ અને પાંવભાજી જેવી વાનગીઓ મળી રહી છે. પછી તેણે મેનુ તરફ ધ્યાન દોર્યું. ઢોસા અને પાંવ ભાજીના ભાવ જોઈને, તેણે એવા હાવભાવ બતાવ્યા, જે ખરેખર જોવા લાયક હતા.

શખ્સે જણાવ્યું કે ત્યાં એક મસાલા ઢોસાની કિંમત 800 પાકિસ્તાની રૂપિયા છે એટલે કે લગભગ 250 ભારતીય રૂપિયા. પાંવ ભાજીની કિંમત પણ એટલી જ હતી. ત્યારબાદ તેણે સ્ટોલ પર પાંવ ભાજી અને ઢોસા બનાવતા બતાવ્યા અને રસોઈયાને ઢોસા, પાંવ ભાજી અને વડા પાંવ બનાવવાને લઇને માહિતી લેવા લાગ્યો.

dosa1
instagram.com/iamkarlrock

આ વીડિયો પર દર્શકો તરફથી કેટલીક રસપ્રદ પ્રતિક્રિયાઓ આવી છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, ‘ભાઈ, અહીં 80 રૂપિયામાં મસાલા ઢોસા મળે છે. આ વ્લોગરે જવાબ પણ આપ્યો કે સ્ટોલ કરાચીના એક રહેણાંક વિસ્તારમાં સ્થિત છે અને અહીં ઢોસા એક ફેન્સી ફૂડ છે, આ કારણે કિંમત આટલી વધારે છે.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.