દરિયાની વચ્ચોવચ લાગી આગ, તેલ ભરેલા ટેન્કરો જ્વાળામુખીમાં ફેરવાયા, ટેન્શનમાં આવ્યા ઘણા દેશ

ઉત્તર સમુદ્રમાં 2 જહાજો અથડાઇ ગયા છે. ત્યારબાદ તેલ ભરેલા જહાજમાં આગ લાગી ગઇ અને ટેન્કરો સળગવા લાગ્યા. એક જહાજ, અમેરિકન લોજિસ્ટિક્સ કંપની ક્રાઉલીની સ્ટેના ઇમેક્યૂલેટ છે, જે જેટ ઇંધણ લઇને જઇ રહ્યં હતું. ત્યારે જ સામેથી આવતા પોર્ટુગીઝ ધ્વજવાળા કન્ટેનર સોલોંગ સાથે જઇને અથડાયું. ત્યારબાદ તેલ લઇને જઇ રહેલા જહાજમાં ભીષણ આગ લાગી ગઇ હતી. દરિયામાં ઉંચી-ઉંચી જ્વાળાઓ ઉઠવા લાગી હતી. આ જહાજમાં સેંકડો લોકો સવાર હતા. અત્યાર સુધીમાં 37 લોકોને બચાવી લેવામાં આવ્યું છે. તેમની સ્થિતિ બાબતે અત્યારે પણ પૂરી માહિતી મળી નથી.

North-Sea
ndtv.com

જહાજના માલિકે કહ્યું હતું કે, પૂર્વ યોર્કશાયરના કિનારે થયેલી ટક્કર બાદ જેટ ઇંધણ ઉત્તર સમુદ્રમાં ફેલાઇ રહ્યું છે. સ્થાનિક સાંસદ ગ્રાહામ સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે, એક વ્યક્તિ હૉસ્પિટલમાં છે, જ્યારે બંને દળોના 36 અન્ય લોકો સુરક્ષિત છે અને તેમની જાણકારી મેળવી લેવામાં આવી છે. વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટેન્કરમાંથી આગનો ગોળો અને ગાઢ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.

ટક્કર એ સમયે થઇ, જ્યારે સ્ટેના ઈમેક્યૂલેટ લંગર નાખેલા હતા, ત્યારે જ પોર્ટુગીઝ જહાજ પાછળથી આવીને અથડાયું. આ જહાજ એ 10 જહાજોમાંથી એક છે જેનો ઉપયોગ અમેરિકન સેના સંઘર્ષ કે ઇમરજન્સી સ્થિતિ દરમિયાન ઇંધણ લઇ જવા માટે કરે છે. ફ્લોરિડા સ્થિત કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટક્કરને કારણે આગ લાગી ગઇ અને ઇંધણ નીકળવાની સૂચના મળી. સ્ટેના ઇમેક્યૂલેટના ચાલક દળે જહાજ પર ઘણા વિસ્ફોટ થયા બાદ જહાજને છોડી દીધું. બધા ક્રૉલી નાવિક પૂરી રીતે સુરક્ષિત છે. આ જેટ ઇંધણ અમેરિકન સરકારનું હતું. અમેરિકન વાયુસેનાના બ્રિટનમાં ઘણા બેઝ છે. ત્યાં તેને રાખવાનું હતું.

North-Sea2
theguardian.com

હમ્બરસાઇડથી એક કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ઘટનાસ્થળ પર છે. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ અને અગ્નિશામક જહાજ પણ મદદ કરી રહ્યા છે. લાઈફ બોટ પણ મોકલવામાં આવી છે. અમને અત્યારે જ જાણવા મળ્યું છે કે, અગાઉની ઘટના બાદ માત્ર એક ક્રૂ મેમ્બર હૉસ્પિટલમાં છે. સ્થાનિક કાર્યકર્તા નિયાલ સ્ટીવન્સને જણાવ્યું કે, તેણે આજે સવારે 09:30 GMT બાદ ઘણી બધી એમ્બ્યુલન્સ અને શોધ અને બચાવ ટીમો આજે ઘણી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને શોધ અને બચાવ ટીમોને આવતી જોઇ. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે 8-9 એમ્બ્યુલન્સ અને કેટલાક પોલીસકર્મીઓ પણ ઉપસ્થિત હતા. તે સંપૂર્ણ રીતે નિષ્ક્રિય બેસી રહેવા જેવી સ્થિતિ હતી.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.