- World
- વીંછીનું ઝેર વેચી કરોડો કમાય રહ્યો છે આ વ્યક્તિ, એક ગ્રામનો ભાવ જાણીને ચોંકી જશો
વીંછીનું ઝેર વેચી કરોડો કમાય રહ્યો છે આ વ્યક્તિ, એક ગ્રામનો ભાવ જાણીને ચોંકી જશો
વિચિત્ર પેશનને ફોલો કરનારા દુનિયામાં અનેક છે. જે આ પેશનને પોતાની આવકનો સ્ત્રોત બનાવી રહ્યા છે. મોહમ્મદ હામ્દી બોશ્તા, 25 વર્ષનો યુવાન છે. જે ઈજિપ્તના મિસ્ત્રમાં રહે છે. હામ્દી વીછીના ઝેરનો વ્યાપાર કરે છે. આ વિચિત્ર શોખ એને એક દિવસ એટલો ધનિક કરી દેશે એવું તેણે ક્યારેય વિચાર્યુ ન હતું. એક ગ્રામ ઝેરના એને અત્યારે રૂ.73 લાખ મળી રહ્યા છે.

ઈજિપ્તના રણપ્રદેશ તેમજ કિનારાના વિસ્તારમાં વીછી પકડવાના શોખને કારણે થોડા વર્ષ પહેલા હામ્દીએ આર્કિયોલોજીનો અભ્યાસ છોડી દીધો હતો. પછી તેણે વીછીના ઝેર કાઢવાનું શરૂ કરી દીધું. જે ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવામાં થતો હતો. નાની ઉંમરમાં હામ્દી કાયરો વેનોમ કંપનીનો માલિક બની ગયો. જે એક એવો પ્રોજેક્ટ છે જ્યાં અલગ અલગ પ્રજાતિના 80,000થી વધારે વીછી અને સાપ રાખવામાં આવે છે.

જે સાપ અને વીછીનું ઝેર કાઢીને દવા બનાવતી કંપનીઓને તે વેચી દે છે. અલ્ટ્રાવાયોલેટ લાઈટની મદદથી પકડાયેલા વીછીનું ઝેર કાઢવા માટે જેને એક નાનકડો શોક આપવામાં આવે છે. ઈલેક્ટ્રિક શોક લગાત એનું ઝેર બહાર આવી જાય છે. પછી જેને સ્ટોર કરવામાં આવે છે. રિપોર્ટ અનુસાર વીછીના એક ગ્રામ ઝેરથી 20,000થી 50,000 સુધીના ડોઝ તૈયાર કરવામાં આવે છે. એન્ટીવેનોમ ડ્રગ તૈયાર કરતી વખતે વીછીના ઝેરની માત્રામાં ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે.

વીછીનું આ ઝેર સમગ્ર યુરોપ અને અમેરિકામાં સપ્લાય કરવામાં આવે છે. જ્યાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. એક ગ્રામ ઝેર વેચવાથી એને રૂ.73 લાખની આવક થાય છે. સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં દર વર્ષે લગભગ 80,000 લોકોને ઝેરી વીછી તથા સાપના ડંખ લાગી જાય છે. આવું થાય ત્યારે વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂર પડે છે.

પણ એન્ટીવેનમ ડ્રગની માર્કેટ ખૂબ નાની છે. કદાચ એના કારણે જ દવાઓના ભાવ સૌથી વધારે હોય છે. ઝેર વ્યક્તિના શરીરમાં જાય એટલે તરત જ તે શરીરને ડેમેજ કરવાનું શરૂ કરી દે છે. જે કેસમાં હેમરેજ અથવા રેસ્પિરેટરી અરેસ્ટની મુશ્કેલી એકાએક વધી જાય છે. આ ઝેરની તીવ્રતા એટલી હોય છે કે, ગણતરીની સેકન્ડમાં વ્યક્તિનું મોત નીપજે છે.

આવા વિચિત્ર શોખને કારણે આ વ્યક્તિ અત્યારે મોટી રકમની કમાણી કરી રહ્યો છે. એની ટીમ જુદી જુદી કેટેગરીના વીછીની શોધ કરે છે અને વૈજ્ઞાનિક પ્રક્રિયા કરી વેચાણ કરે છે.

