ચીનમાં જે મહિલાનો ફોટો ચલણી નોટ પર છપાતો હતો તેને 50 વર્ષ પછી ખબર પડી! તે ડોંગ લઘુમતી સમુદાયની એક સામાન્ય ખેડૂત છે

દુનિયા અજાયબીઓથી ભરેલી છે, અહીં ઘણી એવી ઘટનાઓ બને છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. ચીનમાં પણ કંઈક આવું જ બન્યું. ચલણી નોટ પર એક છોકરીનો ફોટો છાપવામાં આવ્યો હતો, પરંતુ તે છોકરી કોણ છે તેનાથી લોકો અજાણ હતા. લગભગ 50 વર્ષ પછી, તે છોકરી મળી આવી છે. શાઈ નિયાન નામની આ છોકરી ડોંગ લઘુમતી સમુદાયની એક સામાન્ય ખેડૂત છે. તેનું ઉપનામ 'વન યુઆન ગર્લ' છે, અને તે આખા ચીનમાં આ નામથી જાણીતી છે. ચાલો જાણી લઈએ કે આખો મામલો શું છે.

China-Yuan-Girl2
scmp.com

એક સમાચાર ચેનલના અહેવાલ મુજબ, જ્યારે શાઈ 16 વર્ષની હતી, ત્યારે તે તેની સહેલીઓ સાથે તેના ગામ નજીકના એક બજારમાં ગઈ હતી. ત્યારે તેણે પરંપરાગત ડોંગ કપડાં પહેર્યા હતા અને ચાંદીની મોટી રીંગ કાનમાં પહેરી હતી. જ્યારે તે એક સ્ટોલમાં કોઈ સમાન જોઈ રહી હતી, ત્યારે કોઈએ તેનો હાથ ખેંચી લીધો. આ ઘટનાથી શાઈ ચિંતામાં મુકાઈ ગઈ, પરંતુ તે થોડું હસી હતી, ત્યાં શાઈ નિયાને તેનો ફોટો બનાવડાવ્યો હતો, અને ત્યાર પછી શાઈ આ ઘટનાને સંપૂર્ણપણે ભૂલી ગઈ.

તેણે કહ્યું કે જ્યાં સુધી લોકો એમ ન કહેવા લાગ્યા કે, ચલણી નોટ પર છપાયેલી છોકરી બિલકુલ તેના જેવી જ દેખાય છે, ત્યાં સુધી તેને આ ઘટના યાદ નહોતી. 1988માં, ચીને બે મહિલાઓ દર્શાવતી એક નવી એક-યુઆન નોટ બહાર પાડી હતી, જેમાં એક ડોંગ સમુદાયની અને બીજી યાઓ લઘુમતીમાંથી હતી.

China-Yuan-Girl1
China Yuan Girl

2010માં, અધિકારીઓએ કહ્યું કે, યુઆન ગર્લ બિલકુલ શાઈ નિયાન જેવી દેખાતી હતી અને પછી તેની ખુબ શોધખોળ કરી અને આખરે તે મળી ગઈ. આ ઉપરાંત, ક્વિંગ્યુન શહેરના સરકારી અધિકારીઓએ 2017માં કહ્યું હતું કે તેઓ શરૂઆતથી જ જાણતા હતા કે વન યુઆન ગર્લ ક્વિંગ્યુનની છે, અને આ છોકરીની હેરસ્ટાઇલ અને વાળની લટ પરથી સ્પષ્ટ થાય છે. જોકે શાઈ નિયાન એ જાણીને બિલકુલ ખુશી ન થઇ કે તેને ચલણી નોટ પર છાપવામાં આવી છે, તે પહેલાની જેમ પોતાનું જીવન જીવતી રહી.

China-Yuan-Girl3
scmp.com

શાઈ છ ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી અને બાળપણથી જ તેના પરિવાર સાથે કામ કરતી હતી. તે તેના ગામમાં તેના વાળ માટે પ્રખ્યાત હતી અને તેને ગામનું ફૂલ કહેવામાં આવતી હતી. તેના લગ્ન 23 વર્ષની ઉંમરે થયા હતા અને તેને એક પુત્ર અને એક પુત્રી છે. પરંતુ તેના પરિવારે ક્યારેય ચલણી નોટ પર છપાયેલી હોવાથી તેની પ્રસિદ્ધિનો લાભ લીધો નહીં અને સરકારી સહાયની વિનંતી પણ ન કરી.

About The Author

Related Posts

Top News

મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

હરિયાણાના અંબાલામાં બિલ્લુની મુર્રા ભેંસ સતત ચર્ચાનો વિષય રહી છે. સાહાના રહેવાસી બિલ્લુ અને તેની ભેંસોને સોશિયલ મીડિયા અને યુટ્યુબ...
National 
મુર્રા ભેંસે 29.65 લીટર દૂધ આપીને બુલેટ જીતી હતી, અગાઉ તેણે ટ્રેક્ટર અને 2 લાખ રૂપિયા પણ જીત્યા હતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -27-01-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

અજિંક્ય રહાણે લાંબા સમય સુધી વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ઉપ-કેપ્ટન રહ્યો અને તે તેને અને તેના વર્તનથી સારી રીતે પરિચિત છે....
Sports 
શું વિરાટ કોહલી ઘમંડી છે? અજિંક્ય રહાણેએ આપ્યો આ જવાબ બોલ્યો- ‘મેં તેને...’

એક રખડતા કૂતરાને અમેરિકાના વીઝા કંઈ રીતે મળી ગયા?

અમેરિકામાં જવું માણસો માટે અત્યારે ભારે પડી રહ્યું છે ત્યારે એક રખડતો કુતરો અમેરિકા પહોંચી ગયો છે અને શાંતિનો સંદેશો...
World 
એક રખડતા કૂતરાને અમેરિકાના વીઝા કંઈ રીતે મળી ગયા?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.