ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાની સાથે જ US આર્મીમાંથી ટ્રાન્સજેન્ડર્સને હટાવી શકે છે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં US સેનાના તમામ ટ્રાન્સજેન્ડર સભ્યોને હટાવી શકે છે. મીડિયા સૂત્રોના એક અહેવાલમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. જે મુજબ ટ્રમ્પ જાન્યુઆરી 2025માં રાષ્ટ્રપતિ પદ સંભાળવાના પહેલા જ દિવસે આને લગતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે.

એવા સમયે, જ્યારે US સશસ્ત્ર દળોમાં ભરતી ઘટી રહી છે, સેનામાંથી ટ્રાન્સજેન્ડર કર્મચારીઓને કાઢી મુકવાનું પગલું હજારો સેવા કર્મચારીઓની બરતરફી તરફ દોરી શકે છે. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે 2017માં જાહેરાત કરી હતી કે, ટ્રાન્સ લોકોને હવે US સૈન્યમાં સેવા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, આનાથી ભારે તબીબી ખર્ચ અને વિક્ષેપ થશે. સૈન્યમાં ટ્રાન્સજેન્ડર લોકો પરનો પ્રતિબંધ 2019માં અમલમાં આવ્યો હતો, પરંતુ જેઓ પહેલેથી જ સૈન્યમાં સેવા આપી રહ્યા હતા, તેમને સેવા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ પ્રતિબંધનો મુદ્દો, જે કોર્ટમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો, તેને તે પછીથી રાષ્ટ્રપતિ જો બાઇડેનએ તેને પલટાવી નાખ્યો હતો. મીડિયા સૂત્રોના અહેવાલ અનુસાર, રિપબ્લિકન ટ્રમ્પ સૈન્યમાં સેવા આપતા તમામ ટ્રાન્સ લોકોને હાંકી કાઢવા અને બાઇડેનના આદેશને રદ કરવા તૈયાર છે.

સ્થાનિક સૂત્રએ મીડિયા કર્મીને બતાવ્યું કે, 'આ લોકોને એવા સમયે બહાર કાઢવામાં આવશે જ્યારે સૈન્ય જરૂરી લોકોની ભરતી કરી શકશે નહીં.' એક અખબારના જણાવ્યા અનુસાર, હાલમાં US સેનામાં લગભગ 15,000 ટ્રાન્સ લોકો સેવા આપી રહ્યા છે. મોર્ડન મિલિટરી એસોસિએશન ઓફ અમેરિકાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રશેલ બ્રાનમેને જણાવ્યું હતું કે, 'સેનામાં ટ્રાન્સજેન્ડર લોકોને પ્રતિબંધિત કરવાથી સૈન્યની તૈયારીઓને લગતી કામગીરી નબળી પડી જશે અને તેની ભરતી અને જાળવણીની કટોકટી વધુ ખરાબ થશે, જ્યારે અમેરિકાના વિરોધીઓ માટે પણ કમજોરીનો સંકેત પણ આપશે.'

તેમણે કહ્યું, 'અચાનક 15,000થી વધુ સૈન્ય કર્મચારીઓને બરતરફ કરવાથી, ખાસ કરીને એ જોતા કે, ગયા વર્ષે સૈન્ય ભરતીના લક્ષ્ય કરતાં 41,000 ઓછી ભરતી કરવામાં આવી હતી, તે યુદ્ધ લડતા એકમો પર વહીવટી બોજ વધારે છે, સંકલનને નુકસાન પહોંચાડે છે અને કૌશલ્યનો તફાવત વધારે છે.'

5 નવેમ્બર, 2024ના રોજ યોજાયેલી US પ્રમુખપદની ચૂંટણી જીત્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ, 20 જાન્યુઆરી, 2025ના રોજ US કેપિટલમાં યોજવાનું નક્કી છે, જ્યાં જાન્યુઆરી 2021માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની હાર પછી રમખાણો થયા હતા. આ વખતની ચૂંટણીમાં ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવ્યા હતા.

Related Posts

Top News

PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
World 
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Business 
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ

હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે રાત્રે સુરતમાં સર્કીટ હાઉસમાં રાત્રે ડાયમંડ વેપારીઓએ સાથે એક બેઠક કરી હતી જેને કારણે સુરત...
Gujarat 
હર્ષ સંઘવીએ ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કેમ કરવી પડી?

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’
Copyright (c) Khabarchhe All Rights Reserved.