- World
- ટ્રમ્પનો ટેરિફ ગેરકાયદેસર છે તો પછી અત્યારે પણ લાગૂ કેમ છે? કોર્ટના નિર્ણયમાં ક્યાં ફસાયો છે પેંચ
ટ્રમ્પનો ટેરિફ ગેરકાયદેસર છે તો પછી અત્યારે પણ લાગૂ કેમ છે? કોર્ટના નિર્ણયમાં ક્યાં ફસાયો છે પેંચ
અમેરિકામાં ગજબ થઈ ગયું. ડોનાલ્ડ ટ્રમ્પના હથિયાર પર કોર્ટનો હથોડો ચાલ્યો છે. ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકન અપીલ કોર્ટે માન્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ ગેરકાયદેસર છે. અમેરિકન અપીલ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાવવામાં આવેલા મોટાભાગના ટેરિફ કાયદા અનુસાર નથી. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય બાદ કહ્યું હતું કે, ટેરિફ અત્યારે પણ લાગૂ છે.
હવે સવાલ છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ ગેરકાયદેસર છે, તો પછી કોર્ટના નિર્ણય બાદ પણ તે કેમ અમલમાં છે? આખરે, કોર્ટના નિર્ણયમાં ક્યાં પેંચ ફસાયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ માટે થોડા દિવસની રાહત બચી છે? તેને સમજવા માટે સૌ પ્રથમ અમેરિકન અપીલ કોર્ટનો નિર્ણય અને તેની ટિપ્પણી સમજવી પડશે.
અમેરિકન કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટનું માનવું છે કે ટ્રમ્પ ટેરિફ લગાવવાના હકદાર નથી. કોર્ટે કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ પાસે કટોકટીની શક્તિઓ પ્રાપ્ત તો છે, પરંતુ તેમને ટેરિફ અથવા ટેક્સ લગાવવાનો અધિકાર નથી. ટ્રમ્પે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ પોતાની મર્યાદા ઓળંગી છે. આ 1977નો આ કાયદો પરંપરાગત રીતે પ્રતિબંધો અને સંપત્તિ જપ્તી માટે ઉપયોગમાં થતો રહ્યો છે. ટેરિફ લગાવવાની ક્ષમતા માત્ર કોંગ્રેસ પાસે છે.
કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યો છે, પરંતુ તેમને રાહત આપી છે. આ કારણે ટેરિફ અત્યારે પણ લાગૂ છે અને રહેશે. ફેડરલ સર્કિટ માટે અમેરિકન કોર્ટ ઓફ અપીલ્સે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને 14 ઓક્ટોબર સુધી લાગૂ રાખવાની મંજૂરી આપી છે. તેનાથી ટ્રમ્પ પ્રશાસને આ કેસ સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની તક મળી છે. હવે જ્યારે અમેરિકન કોર્ટે પોતે જ ટ્રમ્પને 14 ઓક્ટોબર સુધી રાહત આપી છે, ત્યારે ટેરિફ સમાપ્ત કરવાનો કોઈ મામલો બનતો નથી. હવે ટ્રમ્પ પ્રશાસન આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે. તેમને વિશ્વાસ છે કે તેમને ત્યાં જીતશે.
અમેરિકન કોર્ટનો આ નિર્ણય ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ઝટકો છે. ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફને પોતાની પ્રતિષ્ઠા સાથે જોડી ચૂક્યા છે. આ જ કારણ છે કે તેમણે કોર્ટને પક્ષપાતી ગણાવી છે. તેમણે આ નિર્ણયને ખોટો ગણાવતા કહ્યું કે આ નિર્ણયથી અમેરિકા બરબાદ થઈ જશે. આ એક વિનાશકારી નિર્ણય છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર કહ્યું કે ટેરિફ અત્યારે પણ લાગૂ છે અને તેઓ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

