ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક, હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ શનિવારે એક ગામમાં કાર્યક્રમ માટે ગયા હતા, રાત્રિ રોકાણ દરમિયમાન તેમને બ્રેઇન સ્ટ્રોક આવતા તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મંત્રીને હોસ્પિટલામાં દાખલ કરાયા હોવાના સમાચારને પગલાં ભાજપ નેતાઓ, મંત્રીઓનો હોસ્પિટલોમાં જમાવડો થયો છે.તબીબોનું કહેવું છે કે અત્યારે રાઘવજી પટેલની તબિયત સારી છે, પરંતુ સાતેક દિવસ હોસ્પિટલમાં રાખવા પડશે.

રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ શનિવારે જામનગર તાલુકાના પસાયા ગામે ‘ગામ ચલો અભિયાન’ કાર્યક્રમમમાં હાજરી આપવા માટે ગયા હતા. પસાયાના બેરાજમાં કાર્યક્રમ હતો અને મંત્રીએ ત્યાં રોકાણ કર્યું હતું. મોડી રાત્રે તેમને છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટની સિનર્જિ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ બનાસકાંઠાના ડિસા તાલુકામાં છે, રાઘવજી પટેલની તબિયતના સમાચારની જાણ થતા પટેલે ડિસાથી રાઘવજીભાઈના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને હિંમત આપી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ સતત સંપર્કમાં છે. ભાજપના તમામ નેતાઓ રાઘવજીભાઈના ખબર અંતર પૂછી રહ્યા છે.

રાજકોટની સિનર્જિ હોસ્પિટલમાં ફુલ ટાઇમ Senior Pulmonary & Critical Care Specialist ડોકટર જયેશ ડોબરિયાએ રાઘવજી પટેલના આરોગ્ય બાબતે કહ્યુ હતું કે,મંત્રી રાઘવજી પટેલની તબીયત સુધારા પર છે. કોઈ વધારે તકલીફ અત્યારે નથી. AAIMSના ત્રણ ડૉક્ટરો અને અમારી સિનર્જી હોસ્પિટલના ત્રણ ડૉક્ટરોની પેનલ બનાવી ચર્ચા કરી તેમજ AAIMS દિલ્હીના ડૉક્ટર સાથે પણ ચર્ચા કરી આગળના ત્રણ દિવસ માટેનો રોડ મેપ તૈયાર કર્યો છે. જેમાં કઈ કઈ તકલીફો થઈ શકે અને તેનું કેવી રીતે નિરાકરણ કરી શકાય તે અંગે પણ ચર્ચા કરી હતી, અત્યારે તબીયત ઘણી સારી છે અને આશા રાખીએ કે ઝડપથી તેઓની તબીયત સારી થાય. આવા કેસમાં ત્રણ દિવસ વધારે સારવારની જરૂર હોય છે.

મંત્રી રાઘવજી પટેલની સારવાર કરી રહેલા ન્યૂરો સર્જન ડો. સંજય ટીલાળાએ કહ્યું હતું કે, રાઘવજીને બ્રેઇન હેમરેજથયું છે, અત્યારે તેમની હાલત સ્થિર છે અને ICUમાં સારવાર ચાલી રહી છે.

જ્યારે કૃષિ મંત્રીની સારવાર કરી રહેલા ન્યુરો સર્જન ડૉ. સંજય ટીલાળાએ જણાવ્યું હતું કે, કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઇન હેમરેજ થયું છે. હાલ તેઓ સ્ટેબલ છે અને આઈસીયુમાં તેમની સારવાર ચાલી રહી છે. ટીલાળાએ કહ્યું કે માઈનોર હેમરેજ આવ્યું છે તેવું કહી શકાય કારણ કે બીપી વધી જતા મગજ ઉપર તેની સીધી અસર થાય છે અને મગજમાંથી થોડું લોહી વહી જતાં હેમેરેજ થઈ ગયું છે.

રાજકોટની હોસ્પિટલમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, આર.સી. ફળદુ, રાઘવજી પટેલના મિત્ર કાંતિ અમૃતિયા, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય રમેશ ટીલાળા અને ઉદય કાનગડ, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, મંત્રી ભાનુબેન બાબરીયા અને પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ સહિતના અનેક લોકો હોસ્પિટલ પહોંચી ગયા છે. સંભવત આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોસ્પિટલ પહોંચશે તેવું જાણવા મળ્યું છે.

Related Posts

Top News

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.