- Kutchh
- પટેલ અને ક્ષત્રિયો ભાજપથી વધુ ને વધુ થયા નારાજ, જાણો કેમ
પટેલ અને ક્ષત્રિયો ભાજપથી વધુ ને વધુ થયા નારાજ, જાણો કેમ

ભાજપનાં નેતાઓ દ્વારા માનગઢ હત્યાકાંડ અંગે થયેલા ઉલ્લેખ બાબતે સૌરાષ્ટ્રની પટેલ-ક્ષત્રિય એકતા તોડવાનો પ્રયાસ કરાયો હોવાના આરોપ સાથે અનેક રાજપુત નેતાઓ ભાજપના આ વ્યવહાર અને નિવેદનને વખોડી કાઢ્યુ છે. 884માં થયેલા માનગઢ હત્યાકાંડ અંગે પાટીદાર સમાજને જ્યારે ભાજપનાં નેતાએ પુછયુ હતું કે આપણે માનગઢ હત્યાકાંડના લોકોને આશીવાર્દ આપવો છે. ? અત્રે ઉલ્લેખનિય છે કે 1982માં પાલીતાણા પાસે આવેલા ચૌમલ ગામના ત્રણ ક્ષત્રિયોની હત્યા થઈ હતી, જેનો બદલો લેવા 1884માં ક્ષત્રિયો દ્વારા 11 પાટીદારોની હત્યા કરવામાં આવી હતી, આ હત્યા માનગઢમાં થઈ હોવાને કારણે તેને માનગઢ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષો બાદ રાજપુતો અને પટેલો વચ્ચે ભુલાઈ ગયેલા વેરની ફરી યાદ આપવામાં આવી રહી છે, જેના કારણે સભામાં હાજર અનેક લોકોને આશ્ચર્ય પણ થયુ હતું, સૌરાષ્ટ્રમાં છેલ્લાં લાંબા વર્ષોથી ક્ષત્રિયો અને પટેલ વચ્ચે સંપ થઈ ગયો છે, ત્યારે ભાજપનાં નેતાઓનાં નિવેદન શાંતિને ડોહળી નાખનાર સાબીત થશે તેવુ પટેલો અને ક્ષત્રિયો બંન્ને માની રહ્યા છે. ચૌમલ ગામના આગેવાન અને ભાજપના સ્થાનિક નેતા રાજભાએ ભાજપનાં નેતાઓનાં આ નિવેદનને વખોડી કાઢતા જણાવ્યુ હતું હું ભાજપમાં હોવા છતાં આ નિવેદનની ટીકા કરૂ છું, વર્ષોથી જયારે બંન્ને કોમ શાંતિથી રહે છે, ત્યારે આ મુદ્દો ઉછળાવની જરૂર ન્હોતી.
આ માનગઢ હત્યાકાંડમાં ક્ષત્રિયો અને પાટીદારોએ સરખુ ગુમાવ્યુ છે. હવે અમે કઈ ગુમાવવા માગતા નથી., જેમના પરિવારમાં હત્યા થઈ હતી તેવા ઠાકરસી પટેલ પોતે પણ ભાજપના નેતા છે, અમે તેમનો પણ સંપર્ક કર્યો હતો તેઓ પણ આમુદ્દે નારાજ થયા છે. અમે નિર્ણય કર્યો છે કે ભાજપનાં નેતાઓનાં આ નિવેદનની ટીકા કરતુ એક આવેદનપત્ર ક્ષત્રિયો અને પટેલો સાથે કલેકટરને આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનિય છે કે ભાજપનાં નેતાઓના આ ભાષણની ટીપ્પણીઓ સૌરાષ્ટ્રમાં ખુબ વાયરલ થઈ છે. હમણાં સુધી ભાજપ અને નેતાઓ હિન્દુ-મુસ્લિમો તોફાનો માટે બદનામ હતા હવે ચુંટણી વખતે સૌરાષ્ટ્રમાં પટેલ-ક્ષત્રિયોને સામ-સામે લાવી દેવાની આ ગંદી રમત ખુદ મોદી રમી રહ્યા છે તેનો બધાને આધાત લાગી રહ્યો છે.
Related Posts
Top News
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Opinion
-copy.jpg)