હ્યુન્ડાઇ કંપની 1 મે, 2026થી કારના ભાવમાં વધારો કરશે

હ્યુન્ડાઇ 1 મે, 2026થી વાહનોના ભાવમાં વધારો કરવાની છે. કંપની તેની કારના ભાવમાં 1 ટકાનો વધારો કરી રહી છે. બજેટ કારથી લઈને પ્રીમિયમ SUV સુધીની તમામ હ્યુન્ડાઇ કારના ભાવમાં વધારો થવાની તૈયારીમાં છે. આવતા મહિનાથી, લોકોએ i10થી ક્રેટા સુધીના તમામ હ્યુન્ડાઇ વાહનો ખરીદવા માટે તમારે ગજવામાંથી વધારે પૈસા કાઢવા પડશે.

Hyundai-Cars Price Hike
indiatv.in

જો તમે આવતા મહિને નવી હ્યુન્ડાઇ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખરાબ સમાચાર છે. કંપનીએ 1 મે, 2026થી તેના તમામ વાહનોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. હ્યુન્ડાઇ તેની કારના ભાવમાં 1 ટકા સુધીનો વધારો કરી રહી છે, અને આ વધારો તમામ સેગમેન્ટની કાર પર લાગુ થશે. આનો અર્થ એ છે કે આવતા મહિનાથી, i10થી ક્રેટા સુધીના તમામ હ્યુન્ડાઇ વાહનો વધુ મોંઘા થશે. હવે, લોકોને તે ખરીદવા માટે વધુ ખર્ચ કરવો પડશે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે, આ વધારો શા માટે કરવામાં આવ્યો છે અને આ તમામ કારની કિંમત કેટલી થશે.

Hyundai-Cars Price Hike
livehindustan.com

હ્યુન્ડાઇએ સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ નિર્ણય મજબૂરીમાં લેવો પડ્યો છે. કંપનીએ વધતા ઉત્પાદન ખર્ચને કારણે વાહનોના ભાવમાં વધારો કર્યો છે. કાચા માલ (જેમ કે સ્ટીલ અને પ્લાસ્ટિક) અને કાર ઉત્પાદનમાં વપરાતા અન્ય ઘટકોના ભાવ સતત વધી રહ્યા છે. આ વધતા ખર્ચને કારણે કંપનીએ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું હતું કે, ગ્રાહકો પર અસર ન થાય તે માટે તેઓ લાંબા સમયથી આ વધેલા ભાવનો બોજ સહન કરી રહ્યા છે, પરંતુ હવે ભાવમાં વધારો કરવો જરૂરી બની ગયો છે.

Hyundai-Cars Price Hike
sarkaritel.com

કંપનીના જણાવ્યા અનુસાર, વાહનોના ભાવમાં મહત્તમ 1 ટકાનો વધારો થશે. જોકે, આ વધારો એકસમાન રહેશે નહીં. કારના મોડેલ, વેરિઅન્ટ (બેઝ અથવા ટોપ મોડેલ) અને એન્જિન (પેટ્રોલ, ડીઝલ અથવા ઇલેક્ટ્રિક)ના આધારે કિંમતો બદલાશે. આનો અર્થ એ છે કે કેટલીક કારને ઓછી અસર થશે, જ્યારે કેટલીક કારને વધુ અસર થશે. એવો અંદાજ છે કે, વાહનોના ભાવ રૂ. 5,500થી રૂ. 4.63 લાખ સુધી વધી શકે છે.

હાલમાં, હ્યુન્ડાઇ ભારતમાં હેચબેકથી લઈને SUV સુધીના અનેક પ્રકારના વાહનો વેચે છે. આમાં ક્રેટા, વેન્યુ, એક્સસ્ટર, અલ્કાઝાર, વર્ના અને i20 જેવા વાહનોનો સમાવેશ થાય છે. આ સાથે, કંપની ઇલેક્ટ્રિક વાહનો (EV) પણ વેચે છે, જેમાં ક્રેટા ઇલેક્ટ્રિક અને આયોનિક 5નો સમાવેશ થાય છે. હ્યુન્ડાઇએ સ્પષ્ટતા કરી છે કે, આ નવો નિયમ તેના સમગ્ર પોર્ટફોલિયો પર લાગુ થશે, જેનો અર્થ એ છે કે પેટ્રોલ-ડીઝલથી લઈને ઇલેક્ટ્રિક સુધીના તમામ હ્યુન્ડાઇ વાહનો મોંઘા થવાના છે. હવે લોકોને બજેટ કારથી લઈને પ્રીમિયમ SUV ખરીદવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.

Hyundai-Cars Price Hike
prabhatkhabar.com

વાહનોના ભાવમાં વધારો કરવાની યાદીમાં હ્યુન્ડાઇ એકમાત્ર કંપની નથી, પરંતુ ઘણી અન્ય કંપનીઓએ પણ તેમની કારના ભાવમાં વધારો કર્યો છે. ટોયોટા, ટાટા, મહિન્દ્રા અને MG જેવી કંપનીઓએ પહેલાથી જ તેમના વાહનોના ભાવમાં વધારો કરી દીધો છે. હવે હ્યુન્ડાઇનું નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.