- Tech and Auto
- લાખ રૂપિયાના iPhone 17 સીરિઝના યુઝર્સ કંઈ ટેક્નિકલ ખામીઓનો સામનો કરી રહ્યા છે?
લાખ રૂપિયાના iPhone 17 સીરિઝના યુઝર્સ કંઈ ટેક્નિકલ ખામીઓનો સામનો કરી રહ્યા છે?
લોકો iPhone 17 સીરિઝના ફોનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પ્રી-બુકિંગમાં ઘણા લોકોએ ઓર્ડર કર્યા. વેચાણ શરૂ થતા જ Apple સ્ટોર્સની બહાર લોકોની લાંબી-લાંબી લાઇનો લાગી ગઈ. આટલું જ નહીં ભારે ક્રેઝ હોવા છતા કેટલાક લોકો ખરીદીને પછતાઇ રહ્યા છે કેમ કે તેમને સોફ્ટવેર સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ રહી છે. ઘણા યુઝર્સ Apple Intelligence ફીચર્સ ફરી લોડ કરવાનો પ્રયાસ કરે છે, તો પણ તે કામ કરી રહ્યા નથી.
ખરીદી બાદ તરત જ આ સમસ્યા સામે આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, iPhone 17 સીરિઝના યુઝર્સને એક નવા બગને કારણે App Intelligence ફીચર્સનો ઉપયોગ કરવામાં સમસ્યાઓ અનુભવી રહ્યા છે. આ સમસ્યા બધા યુઝર્સને નહીં, પરંતુ કેટલાક યુઝર્સને થઈ રહી છે. Appleને તેની જાણકારી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું નિરાકરણ થવાની અપેક્ષા છે. ચારેય મોડેલો- બેઝ iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max અને iPhone Air પ્રભાવિત થઇ રહ્યા છે. iPhone 17 સીરિઝના ટોપ મોડલ iPhone 17 Pro Max (2TB)ની કિંમત 1.85 લાખ રૂપિયા છે.
ફોન યુઝર્સને ઇંટેલિજન્સ ફીચર્સ ડાઉનલોડ કરવા માટે કહે છે, પરંતુ ફીચર્સ પહેલાથી જ ફોનની મેમરીમાં હોય છે. આ એક Apple Intelligence AIની મદદથી કામ કરે છે, જેમ કે સ્માર્ટ સૂચનો આપવા અથવા ઇમેજ બનાવવા, પરંતુ બગને કારણે આ ફીચર્સ લોક થઈ જાય છે. યુઝર્સે જણાવ્યું કે પહેલા 2-3 દિવસ બધું બરાબર ચાલ્યું, પરંતુ અચાનક સમસ્યા આવી. સર્ચ ફંક્શનમાં પણ સમસ્યાઓ આવી રહી છે.
મેક રૂમર્સના રિપોર્ટ મુજબ, કંપનીના સપોર્ટ સ્ટાફે પ્રભાવિત યુઝર્સ સાથે વાત કરી છે અને ટૂંક સમયમાં તેના ઉકેલ લાવવા પર કામ કરી રહ્યા છે. આ ફિક્સ સર્વર-સાઇડથી હોય અથવા iOS અપડેટ દ્વારા થઈ શકે છે. Apple પહેલાથી જ iOS 26.0.1 પર કામ કરી રહ્યું છે. આ અપડેટ iPhone Air અને Pro મોડલોમાં કેમેરા સાથે સંબંધિત બગ્સને પણ ઠીક કરશે. Wi-Fi કનેક્શન સમસ્યાઓને પણ દૂર થશે. Appleએ કહ્યું કે આ સમસ્યા કેટલાક યુઝર્સને થઈ રહી છે, પરંતુ ટૂંક સમયમાં ઉકેલ લાવી દેવામાં આવશે.
આ iPhone 17 સીરિઝમાં આ પહેલી સમસ્યા નથી. તાજેતરમાં બેઝ મોડલમાં સેલ્યુલર નેટવર્કની સમસ્યા સામે આવી હતી, જેના કારણે કોલ્સ અને ડેટા પર અસર પડી હતી. iPhone 17 Pro મોડલ્સના બેક પેનલ પર ઊંડા સ્ક્રેચની ફરિયાદો આવી. કેમેરા આઇલેન્ડનો કોટિંગ પર સરળતાથી ખરોચ પડી રહી છે.

