- Tech and Auto
- શું AI માનવ માટે ખતરારૂપ છે? DEEPMINDએ કહ્યું- 2030 સુધીમાં વિશ્વને નુકસાન પહોંચાડશે!
શું AI માનવ માટે ખતરારૂપ છે? DEEPMINDએ કહ્યું- 2030 સુધીમાં વિશ્વને નુકસાન પહોંચાડશે!

જો ટેકનોલોજી જરૂરતથી આગળ વધી જાય તો તે ખતરો પણ બની શકે છે. આવો જ એક ખતરો AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલો છે. ગૂગલ સાથે સંકળાયેલા DEEPMINDએ AI અંગે ચેતવણી બહાર પાડી છે. આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, 2030 સુધીમાં AI માનવતાને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

DEEPMIND નિષ્ણાતો માને છે કે, આગામી 10 વર્ષોમાં, કૃત્રિમ બુદ્ધિ (AI) મનુષ્યો કરતાં વધુ સ્માર્ટ બની શકે છે. જો આવું શક્ય બને તો AI જાણી જોઈને કે અજાણતાં આવી ભૂલો કરી શકે છે. જે જીવનના વિવિધ પાસાઓમાં માનવીઓને મૂંઝવણમાં મૂકી શકે છે અથવા નુકસાન પણ પહોંચાડી શકે છે. આ કારણોસર, DEEPMINDએ અપીલ કરી છે કે, સંયુક્ત રાષ્ટ્રની જેમ જ આવી આંતરરાષ્ટ્રીય સંસ્થા બનાવવામાં આવે. જે વિશ્વભરમાં AIના વિકાસ પર નજર રાખે.

એક ટેકનિકલ સંસ્થા દ્વારા ખતરાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલા માટે આવી ચેતવણીને અવગણી શકાય નહીં. પરંતુ શું AI ખરેખર એટલી હદે વિકસિત થઈ શકે છે કે તે બુદ્ધિમત્તામાં મનુષ્યોને પણ પાછળ છોડી શકે? અમે આ સવાલ એવા નિષ્ણાતો સમક્ષ મુક્યો કે જેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને સમજે છે.
કૃત્રિમ બુદ્ધિ (AI) લોકોને કેવી રીતે ગેરમાર્ગે દોરી શકે છે. આની એક તસવીર ન્યૂયોર્કની એક કોર્ટમાંથી સામે આવી છે. ખરેખર, જેરોમ નામના એક વ્યક્તિએ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. અપીલની સુનાવણી કરતી વખતે, જેરોમે કહ્યું કે, તે વીડિયો દ્વારા પોતાનો કેસ રજૂ કરવા માંગે છે. પણ જેરોમે કોર્ટમાં જે વિડીયો રજૂ કર્યો. તે ખરેખર તેનું કૃત્રિમ બુદ્ધિ (AI) હતું. એનો અર્થ એ કે આ એક પ્રકારની કૃત્રિમ બુદ્ધિ (AI) દ્વારા તૈયાર કરાયેલ જુબાની હતી.

શરૂઆતમાં કોઈને AI દ્વારા બનાવેલા વિડિયો પર શંકા નહોતી. પરંતુ જ્યારે ન્યાયાધીશે વિડિઓની સત્યતા વિશે પૂછ્યું, ત્યારે જેરોમે સ્વીકાર્યું કે, વિડિયો AI સાથે બનાવવામાં આવ્યો હતો. આ સાંભળ્યા પછી, AI વિડિઓની કથિત જુબાની ટ્રાયલ કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવી. આ દલીલ કોર્ટમાં એક AI વિડીયો દ્વારા રજૂ કરવામાં આવી છે અને પહેલી નજરે, માણસો, એટલે કે ન્યાયાધીશો, તેને સમજી શકતા નથી.

આજે, ઘણા બધા AI સોફ્ટવેર અને એપ્સ છે, જે બિલકુલ માનવ જેવો ચહેરો અને અવાજ બનાવી શકે છે. આ કારણોસર, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જો AI માનવ દિમાગથી આગળ વધી ગયું તો, તે માનવતા માટે માનવ સમાજ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
Related Posts
Top News
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Opinion
