- Tech and Auto
- મહિન્દ્રાએ પોતાની કોમ્પેક્ટ SUV XUV300નું સસ્તું વેરિયેન્ટ લોન્ચ કર્યું, કિંમત..
મહિન્દ્રાએ પોતાની કોમ્પેક્ટ SUV XUV300નું સસ્તું વેરિયેન્ટ લોન્ચ કર્યું, કિંમત..

મહિન્દ્રાએ આજે ઘરેલુ માર્કેટમાં પોતાની લોકપ્રિય SUV XUV300નું સસ્તું વેરિયેન્ટ W2 લોન્ચ કર્યું છે. કંપનીએ આ કારના નવા બેસ વેરિયેન્ટમાં ફક્ત પેટ્રોલ એન્જિન જ બજારમાં આતર્યું છે અને તેની કિંમત 7.99 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના સિવાય W4 વેરિયેન્ટમાં એક નવી ટ્રિમ જોડી છે જે ટર્બો સ્પોર્ટ વેરિયેન્ટ તરીકે ઉપલબ્ધ હશે, તેની કિંમત 9.29 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
અત્યાર સુધી 1.2 લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન W6 વેરિયેન્ટથી મળવાનું શરૂ થતું હતું, પણ હવે ગ્રાહકો તેને સસ્તા વેરિયેન્ટમાં પણ પ્રાપ્ત કરી શકશે. આ એન્જિનને લઇને કંપનીનો દાવો છે કે, આ કાર 5 સેકન્ડમાં જ 0થી 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે. આ એન્જિન 131 બ્રેક હોર્સ પાવરનો પાવર અને 230 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. તેના સિવાય W4 વેરિયેન્ટમાં સનરૂફ જેવા ફીચર્સ પણ મળશે જે પેટ્રોલ અને ડીઝલ બન્ને એન્જિન સાથે આવે છે.
આ નવા વેરિયેન્ટ લોન્ચની સાથે જ કુલ 5 વેરિયેન્ટ્સમાં ઉપલબ્ધ હશે, જેમાં W2, W4, W6, W8 અને W8 ઓપ્શન શામેલ હશે. નવા બેસ વેરિયેન્ટ W2ની કિંમત W4ની સરખામણીમાં લગભગ 66 હજાર રૂપિયા ઓછી છે. જે પહેલાથી જ બજારમાં ઉપલબ્ધ હતી. આ કારને લઇને કંપનીએ દાવો કર્યો છે કે, આ સેગમેન્ટમાં બેસ્ટ પરફોર્મન્સ પ્રદાન કરે છે.
મહિન્દ્રા પોતાની કોમ્પેક્ટ SUV XUV300માં ઘણા પ્રીમીયમ ફીચર્સ આપે છે. તેના કેબિનમાં ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, 6 વે મેન્યુઅલ એડજેસ્ટેબલ ફ્રંટ ડ્રાઇવર સીટ, 9 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન કે જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી સાથે આવે છે અને સ્ટીયરિંગ માઉન્ટેડ કંટ્રોલ સિવાય ડાઇનેમિક આસિસ્ટ સાથે રિયર પાર્કિંગ ડિસ્પ્લે પ્રદર્શિત કરે છે. તેના સિવાય ક્રૂઝ કંટ્રોલ, સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વગેરે જેવા ફીચર્સ પણ મળે છે.
આ કારની રિયર સીટને 60-40 રેશિયોમાં ફોલ્ડ કરી શકાશે અને તેમાં 257 લીટરનું બૂટ સ્પેસ મળ છે. જેમાં 180 મીલીમીટરનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળે છે જે આ કારને દરેક પ્રકારની રોડ કંડીશનમાં સારું પર્ફોર્મ કરવાની સુવિધા પ્રદાન કરે છે. પેસેન્જર સેફ્ટીમાં 6 એરબેગ, EBD, ABS, ઓલ વ્હીલ ડિસ્ક બ્રેક, કોર્નર બ્રેકિંગ કંટ્રોલ અને ફ્રંટ અને રિયર પાર્કિંગ સેન્સર મળે છે.
Related Posts
Top News
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
Opinion
