- Tech and Auto
- રોયલ એનફીલ્ડે ઘણા બદલાવ સાથે લોન્ચ કરી સૌથી સસ્તી Hunter 350
રોયલ એનફીલ્ડે ઘણા બદલાવ સાથે લોન્ચ કરી સૌથી સસ્તી Hunter 350

દેશની અગ્રણી પર્ફોર્મન્સ બાઇક ઉત્પાદક રોયલ એનફિલ્ડે તેની સૌથી સસ્તી બાઇક Hunter 350ના નવા અવતારને સંપૂર્ણપણે નવી શૈલીમાં વેચાણ માટે સત્તાવાર રીતે લોન્ચ કરી છે. કંપનીએ આ બાઇકમાં કેટલાક ફેરફારો કર્યા છે, જે તેને પાછલા મોડેલ કરતા વધુ સારી બનાવે છે. નવી સ્ટાઇલ અને પેઇન્ટ સ્કીમ સાથે રજૂ કરાયેલી આ બાઇકની મૂળ કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેની શરૂઆતની કિંમત 1.50 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.

કંપનીએ આ બાઇક દિલ્હીમાં આયોજિત હન્ટરહૂડ ફેસ્ટિવલમાં લોન્ચ કરી છે. જેમ કે આગળ અમે કહ્યું હતું કે, બાઇકની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કંપનીએ નવી Hunter 350 ત્રણ નવા રંગ વિકલ્પોમાં રજૂ કરી છે. જેમાં રિયો વ્હાઇટ, ટોક્યો બ્લેક અને લંડન રેડનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે આ બાઇકમાં કેટલીક એવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આ સેગમેન્ટમાં અન્ય શહેરી બાઇકો માટે એક નવો માઈલસ્ટોન સેટ કરે છે.

નવા રંગ વિકલ્પ ઉપરાંત, કંપનીએ આ બાઇકના એર્ગોનોમિક્સને પણ અપડેટ કર્યા છે. કંપનીએ તેના પાછળના સસ્પેન્શન સેટઅપમાં સૌથી મોટો ફેરફાર કર્યો છે. તેમાં એક નવું સસ્પેન્શન સેટઅપ છે. આ ઉપરાંત, LED હેડલાઇટ, ટ્રિપર પોડ અને ટાઇપ-C USB પોર્ટ આપવામાં આવી રહ્યા છે, જે ઝડપી ચાર્જિંગ સેટઅપ સાથે આવે છે. આ બાઇકમાં, કંપનીએ ગ્રાઉન્ડ ક્લિયરન્સમાં 10mmનો વધારો કર્યો છે, જે ખરાબ રસ્તાની સ્થિતિમાં પણ તેને વધુ સારા રાઇડિંગનો અનુભવ કરાવવામાં મદદ કરે છે.

રોયલ એનફિલ્ડ Hunter 350ના એન્જિન મિકેનિઝમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બાઇકમાં પણ પહેલા જેવું જ એન્જિન ઉપલબ્ધ છે. તે 349 cc એર/ઓઇલ-કૂલ્ડ, J-સિરીઝ એન્જિનથી સજ્જ છે, જે 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ એન્જિન 20.2 bhp પાવર અને 27 ન્યૂટન મીટર (Nm)નો પીક ટોર્ક જનરેટ કરે છે.

Hunter 350નું સત્તાવાર બુકિંગ શરૂ થઈ ગયું છે. આ બાઇક કંપનીની સત્તાવાર વેબસાઇટ અને અધિકૃત ડીલરશીપ પરથી બુક કરાવી શકાય છે. તેની ડિલિવરી પણ ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે. આ બાઇક ઘણા અલગ અલગ કલર વેરિઅન્ટમાં આવી રહી છે. જેમાં ફેક્ટરી બ્લેક, રિયો વ્હાઇટ, ડેપર ગ્રે અને ટોક્યો બ્લેક, લંડન રેડ અને રિબેલ બ્લુ રંગોનો સમાવેશ થાય છે. તેની કિંમત રૂ. 1,49,900થી શરૂ થાય છે અને ટોચના વેરિઅન્ટ માટે રૂ. 1,81,750 સુધી જાય છે.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
