- Tech and Auto
- મહિન્દ્રા થાર ડિઝાઈન કરનારી મહિલા હવે ડિઝાઇન કરશે નેક્સ્ટ જનરેશન ઓલા કાર
મહિન્દ્રા થાર ડિઝાઈન કરનારી મહિલા હવે ડિઝાઇન કરશે નેક્સ્ટ જનરેશન ઓલા કાર
ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં જબરદસ્ત એન્ટ્રી કર્યા બાદ ઓલા ઇલેક્ટ્રિકની આગામી તૈયારી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે. ઓલાની ઇલેક્ટ્રિક કારને ડિઝાઇન કરવાનું કામ રામકૃપા અનંતનના ક્રુક્સ સ્ટુડિયોને મળ્યું છે. ઓલા ઈલેક્ટ્રીકએ તેમને તેના ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ ઓલા ઈલેક્ટ્રીક માટે કાર ડિઝાઈન કરવા માટે કરાર કર્યા છે.
રામકૃપા અનંતન અગાઉ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ડિઝાઇન હેડ હતા. તેમની ટીમે મહિન્દ્રા માટે ઘણા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું અને કંપનીની ઘણી કાર ડિઝાઇન કરી હતી. મહિન્દ્રા થાર અને મહિન્દ્રા XUV700 આમાં ખૂબ જ મહત્વપૂર્ણ કાર્સ છે.

રામકૃપા અનંતનની ટીમ દ્વારા મહિન્દ્રાના આવનારા ઘણી કારની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે. હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ડિઝાઇન હેડ પ્રતાપ બોઝ છે, જેઓ અગાઉ ટાટા મોટર્સમાં હતા. મહિન્દ્રાનો નવો લોગો ડિઝાઇન કરવાનો શ્રેય પ્રતાપ બોઝને જાય છે.

રામકૃપા અનંતને આઈઆઈટી-બોમ્બેના ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન સેન્ટરમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ સાથે તેણે BITS પિલાની પાસેથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પણ લીધી છે. મહિન્દ્રામાં રહીને તેણે TUV 300, XUV 500, KUV 100 અને Marazzo જેવી કાર ડિઝાઇન કરી બતાવી છે.

