એલોય વ્હીલ તૂટ્યા બાદ 6 વખત પલટી ટોયોટા ફોર્ચ્યુનર, જુઓ વીડિયો

આજકાલ કારોમાં મોટા આકારવાળા એલોય વ્હીલ લગાવવાનું ચલણ વધી ગયું છે. સામાન્ય રીતે કંપનીઓ પોતાના મોડલમાં ટોપ વેરિયન્ટમાં એલોય વ્હીલ ઓફર કરે છે, પરંતુ નીચેના વેરિયન્ટ ખરીદો છો તો તે તેમાં આફ્ટર માર્કેટ એલોય નંખાવી લે છે કેમ કે તેનાથી કારથી વધારે એટ્રેક્ટિવ લગાવ લાગે છે. આફ્ટર માર્કેટ લગાવવામાં આવેલા એલોય વ્હીલ એટલા સેફ હોતા નથી, જેટલા કાર કંપનીઓ દ્વારા લગાવવામાં આવેલા એલોય વ્હીલ હોય છે. એવામાં તેના તૂટવાનું જોખમ રહે છે.

હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટોયોટા ફોર્ચ્યુનર લગાવવામાં આવેલા આફ્ટર માર્કેટ એલોય વ્હીલ તૂટવાના કારણે અકસ્માત થઈ ગયો અને તેમાં ફોર્ચ્યુનર 6 વખત પલટી છે. જો કે, વીડિયો ખૂબ જૂનો છે. વીડિયોમાં એક ટોયોટા ફોર્ચ્યુનરને દેખાડવામાં આવી છે. જે પલટેલી છે અને રોડ કિનારે તૂટેલું એલોય વ્હીલ પડ્યું છે. વીડિયોમાં પૈડાં તૂટવાનું સ્પષ્ટ કારણ બતાવવામાં આવ્યું નથી. જો કે, એમ પ્રતીત થાય છે તો ફોર્ચ્યુનરમાં મોટા આકારના આફ્ટર માર્કેટ એલોય વ્હીલ લાગ્યા હતા.

તેમાંથી એક એલોય વ્હીલ તૂટી ગયું, જેથી SUV  રોડ પર પલટી ગઈ. અહીં સંભવ છે કે, SUVનું વ્હીલ ખાડામાં પડી ગયું હોય અને તેનાથી થયેલા નુકસાનના કારણે તૂટી ગયું હોય, જેના પરિણામ સ્વરૂપ SUV પલટી ગઈ. વીડિયોથી ખબર પડી કે એલોય વ્હીલનું વચ્ચે વાળો હિસ્સો તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે, આફ્ટર માર્કેટ એલોય વ્હીલ્સનું સૌથી મોટું નુકસાન ગુણવત્તાના રૂપમાં જ હોય છે કેમ કે, તેની ગુણવત્તા એવી હોતી નથી જેવી કાર નિર્માતા દ્વારા આપવામાં આવેલા એલોય વ્હીલ તમારી કાર સાથે સારી રીતે કમ્પિટેબલ પણ હોતા નથી. તેના ફિટમેન્ટમાં પણ પરેશાની આવે છે. જેથી કારની હેન્ડલિંગ, પરફોર્મન્સ અને સેફ્ટી પ્રભાવિત થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.