- Tech and Auto
- Toyota Innova Crysta હવે ચાલશે CNG પર, જાણો કિંમત અને લોન્ચની ડિટેલ્સ
Toyota Innova Crysta હવે ચાલશે CNG પર, જાણો કિંમત અને લોન્ચની ડિટેલ્સ

પેટ્રોલ અને ડીઝલની વધી રહેલી કિંમતોથી પરેશાન ગ્રાહકો હવે ફરી વખત CNG કારો તરફ વળી રહ્યા છે. એવામાં મોટાભાગની ઓટો નિર્માતા કંપનીઓ CNG વાહનોને ઉતારવા પર ધ્યાન આપી રહ્યા છે. આવા સમયમાં જાપાનની મલ્ટીનેશનલ ઓટોમોબાઇલ કંપની Toyota પોતાની લોકપ્રિય MPV કાર Innova Crystaનું CNG મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. હાલમાં ભારતમાં Toyota Innova Crystaના પેટ્રોલ અને ડીઝલ વેરિઅન્ટ જ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં આ પોપ્યુલર MPV કાર રસ્તાઓ પર CNG વર્ઝનમાં દોડતી જોવા મળશે. કંપનીએ ઈનોવા CNG વેરિઅન્ટની ટેસ્ટિંગ શરૂ કરી દીધી છે. જોકે, ટોયોટાએ ઈનોવા CNGની ભારતમાં લોન્ચિંગના સમયને લઇ કોઇ આધિકારિક જાહેરાતનું એલાન કર્યું નથી. પણ સતત તેની ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે અને રિપોર્ટ અનુસાર, ઈનોવા CNG આ વર્ષના ત્રીજા ક્વોર્ટરમાં લોન્ચ કરી શકે છે. મતલબ કે ભારતમાં જુલાઇથી સપ્ટેમ્બરની વચ્ચે આ કાર દોડતી નજર આવી શકે છે.
કિંમત
Toyota Innova Crysta CNG વેરિઅન્ટની કિંમત ઈનોવાના હાલમાં મોજૂદ મોડલથી થોડી વધારે હોઇ શકે છે. રિપોર્ટ અનુસાર, ઇનોવા CNGની કિંમત પેટ્રોલ વેરિઅન્ટથી 80000થી 1 લાખ રૂપિયા સુધી મોંઘી હોઇ શકે છે. આ કારના પેટ્રોલ વેરિઅન્ટની શરૂઆતી દિલ્હી એક્સ-શોરૂમની કિંમત 15.66 લાખ રૂપિયા છે. તો તેના ડીઝલ વેરિઅન્ટની શરૂઆતી કિંમત 16.44 લાખ રૂપિયા છે. CNG વાળી ઈનોવા ક્રિસ્ટા એન્ટ્રી લેવલ જી ટ્રિમ પર બેઝ્ડ હોઇ શકે છે.
ઈનોવા સ્પેશ્યિલ એડિશન
ટોયોટાએ આ વર્ષે માર્ચના મહિનામાં ઈનોવાનું સ્પેશ્યિલ એડિશન લોન્ચ કર્યું હતું. જેનું નામ હતું- Toyota Innova Crysta લીડરશિપ એડિશન. આ એડિશન, સ્ટાન્ડર્ડ ઈનોવાના મિડ સ્પેક વેરિઅન્ટ VX પર આધારિત છે. તે માત્ર ડીઝલ એન્જિનમાં બજારમાં ઉતારવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ઈનોવા VXની તુલનામાં આ 61 હજાર રૂપિયા મોંઘી છે. સ્પેશ્યિલ એડિશન ઈનોવા ક્રિસ્ટાનું લુક, ડિઝાઇન અને ફીચર્સમાં ઘણાં કોસ્મેટિક ફેરફાર કરવામાં આવ્યા છે.
આ સ્પેશ્યિલ ઈનોવા કારમાં ચારેય બાજુ લીડરશિપના બેજ, 17-ઇંચના નવા બ્લેક અલૉય વ્હીલ, રિયર સ્પોઇલર અને સાઇડ સ્કર્ટ્સ આપવામાં આવ્યા છે. એમવીપીમાં 360 ડિગ્રી કેમેરા, ઓટો ફોલ્ડિંગ ORVM, પડલ લેમ્પ્સ, કીલેસ એન્ટ્રી, પુશ સ્ટાર્ટ બટન અને ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા ફીચર્સ સામેલ છે. જેની કિંમત લગભગ 21.21 લાખ રૂપિયા સુધીની છે.
Related Posts
Top News
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Opinion
-copy.jpg)