વોટ્સએપનું ન્યુ યર ગિફ્ટ, ઈન્ટરનેટ વગર પણ કરી શકશો ચેટિંગ, જાણો સ્ટેપ બાય સ્ટેપ

વોટ્સએપ યુઝર્સને સારો અનુભવ આપવા માટે નવા નવા ફીચર્સ જોડતું રહે છે. એપ ડેવલોપર્સે આ પ્લેટફોર્મને એક સ્ટેપ આગળ લઈ જવાનો નિર્ણય કર્યો છે. વોટ્સએપના લેટેસ્ટ ફીચર તેનો સબૂત છે. એપે દુનિયાભરના યુઝર્સ માટે પ્રોક્સી સપોર્ટ લોન્ચ કર્યું છે. તેની જાણકારી વોટ્સએપે ગુરુવારે સૌને આપી છે. પ્રોક્સી સપોર્ટની મદદથી વોટ્સએપ યુઝર્સ ઈન્ટરનેટ વગર પણ આ પ્લેટફોર્મ પર કનેક્ટ રહી શકશે.

તેમના ફોનમાં જ નહીં પરંતુ તેઓ જે વિસ્તારમાં છે તેમાં પણ ઈન્ટરનેટ ન હોવા પર પણ યુઝર્સ વોટ્સએપને ચેટ કરવા માટે વાપરી શકશે. આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝર્સ દુનિયાભરમાં વોલેન્ટીયર્સ અને ઓર્ગેનાઈઝેશન્સના પ્રોક્સી સર્વર સેટઅપ દ્વારા કનેક્ટ રહી શકશે. વોટ્સએપે કહ્યું છે કે પ્રોક્સી નેટવર્કથી કનેક્ટ રહેવા પર પણ યુઝર્સને પ્રાઈવસી અને સિક્યોરિટીને લઈને ચિંતા કરવાની જરૂર નથી. તેમને પહેલા જેવી જ પ્રાઈવસી અને સિક્યોરિટી મળતી રહેશે.

તેમના મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ જ રહેશે. કંપનીની માનીએ તો યુઝર્સના મેસેજને વચમાં કોઈ જોઈ શકશે નહીં. ના તો પ્રોક્સી નેટવર્ક પર, ના તો મેટા અને ના પોતે વોટ્સએપ પણ. વોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે- વર્ષ 2023 માટે અમારી શુભકામનાઓ છે કે ઈન્ટરનેટ શટડાઉન ક્યારેય ન થાય. એપે લખ્યું છે- ઈરાનમાં જે રીતની મુશ્કેલીઓ અમે છેલ્લા કેટલાંક મહિનાઓથી જોઈ રહ્યા છે, અંતમાં તેઓ માનવાધિકારનો અસ્વીકાર કરે છે અને લોકોને અર્જન્ટ મદદ મેળવવાથી રોકે છે. આ રીતના શટડાઉન થતા રહેશે. અમે આશા કરીએ છે કે આ સોલ્યુશન લોકોની મદદ કરશે, જ્યાં સિક્યોર અને વિશ્વાસપાત્ર-કોમ્યુનિકેશનની જરૂર છે.

આ નવું ઓપ્શન તમને વોટ્સએપના સેટિંગ મેનુમાં મળશે. તમારા ફોનમાં વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન હોવું જોઈએ. કંપનીનું કહેવું છે કે, જો તમારી પાસે ઈન્ટરનેટ એક્સેસ છે, તો સોશિયલ મીડિયા તથા સર્ચ એન્જિન પર વિશ્વાસુ પ્રોક્સી સોર્સ શોધી શકો છો. એક પ્રોક્સી નેટવર્કથી કનેક્ટ રહેવા માટે તમારે વોટ્સએપ સેટિંગ્સમાં જવું પડશે. અહીં તમને સ્ટોરેજ અને ડેટાનો ઓપ્શન મળશે. તમારે પ્રોક્સીના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. હવે તમને યુઝ પ્રોક્સીના ઓપ્શન પર ક્લિક કરીને પ્રોક્સી એડ્રેસ એન્ટર કરીને સેવ કરવાનું રહેશે.

આ રીતે તમે પછીથી આ નેટવર્કનો ઉપયોગ કરી શકશો. જો કનેક્શન સફળ રહ્યું તો, તમને ચેકમાર્ક જોવા મળશે. જો કોઈ કારણોસર પ્રોક્સી કનેક્શન કનેક્ટ થયા પછી પણ તમે મેસેજ નથી મોકલી શકતા તો સંભવ છે કે તેને બ્લોક કરવામાં આવ્યું હોય. આવી સ્થિતિમાં તમારે બીજા પ્રોક્સી નેટવર્ક વાપરવું પડશે.  

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.