શું સ્માર્ટફોનનું અસ્તિત્વ ખતમ થશે? મેટા એવા ચશ્મા લાવ્યું કે અડ્યા વગર થશે બધા કામ

ભવિષ્યમાં કયું ઉપકરણ સ્માર્ટફોનનું સ્થાન લેશે? આ ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. જો તમને યાદ હોય, તો હ્યુમન AI પિન તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેને એપલના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ AI ડિવાઇસનો ઘણો પ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો.

સ્માર્ટ ચશ્માનો ખ્યાલ નવો નથી, પરંતુ છેલ્લા બે વર્ષમાં AI-સંચાલિત સ્માર્ટ ચશ્માનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને મેટારેબન સ્માર્ટ ચશ્મા, વિશ્વભરમાં હોટ સેલર રહ્યા છે. મેટા માને છે કે, કંપની સ્માર્ટ ચશ્મા દ્વારા એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી શકે છે.

Meta-Rayban-Display6
noypigeeks.com

મેટાના CEO માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં કહ્યું હતું કે, સ્માર્ટ ચશ્મા વગરના લોકો ભવિષ્યમાં પાછળ રહી જશે. આ નિવેદન સ્પષ્ટપણે તેમના પ્રચારનો એક ભાગ છે, પરંતુ તે ઘણી રીતે સાચું પણ છે.

મેટા કનેક્ટ ઇવેન્ટમાં, માર્ક ઝુકરબર્ગે નવીનતમ પેઢીના મેટા રેબન ડિસ્પ્લે લોન્ચ કર્યું. આ હાલના મેટા રેબન સ્માર્ટ ચશ્માથી તદ્દન અલગ છે અને તેમાં બિલ્ટ-ઇન સ્ક્રીન છે, જ્યાં તમે વિડિઓઝ જોઈ શકો છો અને લાઇવ નેવિગેશન જોઈ શકો છો. આને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) ચશ્મા ગણી શકાય.

Meta-Rayban-Display5
noypigeeks.com

મેટાએ તાજેતરમાં સ્નેપચેટના ઓગમેન્ટેડ રિયાલિટી ચશ્માના હરીફ ઓરિયન ચશ્માનું પણ અનાવરણ કર્યું છે. જો કે તે હજુ વેચાણ માટે ઉપલબ્ધ નથી, પરંતુ કંપની તેના પર ખુબ ઝડપથી કામ કરી રહી છે. થોડા વર્ષોમાં અંતિમ બિલ્ડ આવી શકે છે. જો આવું થાય, તો તે એપલ વિઝન પ્રો જેવા ઉપકરણો માટે નોંધપાત્ર ખતરો ઉભો કરશે. જ્યારે એપલ વિઝન પ્રો કામ તો સારી રીતે કરે છે, પરંતુ તે ખૂબ વજનવાળા છે અને લાંબા સમય સુધી પહેરવા માટે આરામદાયક નથી રહેતા.

બજારમાં હાલના સ્માર્ટ ચશ્મામાં સ્પીકર્સ, માઇક્રોફોન અને કેમેરા આપવામાં આવ્યા છે, પરંતુ તેમાં ડિસ્પ્લેનો અભાવ છે. તાજેતરમાં, હોલિડે ચશ્મા લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં એક વ્યુફાઇન્ડર આપવામાં આવ્યું છે. તમે ચશ્માના એક ગ્લાસમાં સ્ક્રીન જોઈ શકો છો, પરંતુ મેટાના રેબેન ડિસ્પ્લેમાં સ્ક્રીનને ચશ્મામાં જ એમ્બેડ કરવામાં આવી છે.

Meta-Rayban-Display5
noypigeeks.com

તમને લાગશે કે ચશ્મામાં ડિસ્પ્લે આપી છે તો તે એક વધારે પરેશાન કરનારું હશે. એટલે કે જો તમે સીધા સામે આગળ જોઈ રહ્યા છો અને અચાનક ડિસ્પ્લે ચાલુ થઇ ગઈ છે, તો તે મુશ્કેલભર્યું હશે. પરંતુ અહીં એવું નથી.

તે તમારા આગળના દ્રશ્યને અવરોધિત કરશે નહીં, કારણ કે એવું લાગશે કે ડિસ્પ્લે તમારી સામે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે. જો તમે કારમાં HUD જોયું હોય, તો તે લગભગ તે પ્રકારનું જ છે. સ્ક્રીન તમારાથી દૂર દેખાશે અને તે તમારા પેરિફેરલ વિઝનમાં રહેશે.

Meta-Rayban-Display4
noypigeeks.com

તમે અગાઉના MetaRayBan વેરિઅન્ટ્સ સાથે વાત કરીને આદેશો આપી શકતા હતા, પરંતુ અહીં તમે જોઈને અને હાવભાવનો ઉપયોગ કરીને આદેશો આપી શકો છો. એકવાર પહેર્યા પછી, તમને એવું લાગશે કે, ડિસ્પ્લે તમારાથી થોડા ફૂટ દૂર છે, જે તમારી દ્રષ્ટિને અવરોધિત થવાથી અટકાવે છે. તમે તેને બંધ પણ કરી શકો છો અને તેનો ઉપયોગ સામાન્ય સનગ્લાસની જેમ કરી શકો છો.

તમને હંમેશા તમારી સામે એક ફ્લોટિંગ સ્ક્રીન દેખાશે, જેનો તમે ફોનની જેમ વધુ કે ઓછો ઉપયોગ કરી શકો છો. બીજું કોઈ આ ડિસ્પ્લે જોઈ શકશે નહીં; ફક્ત તમે જ તેને જોઈ શકશો.

તમે ફોનની જેમ, ચશ્મામાં જ ટૂંકા વિડિઓઝ અથવા રીલ્સ સ્ક્રોલ કરી શકો છો. ઑડિઓની ગુણવત્તા પણ સારી હોય છે, તેથી ફક્ત તમે જ ઑડિઓ સાંભળી શકશો; નજીકના લોકોને ખ્યાલ પણ નહીં આવે કે તમે ચશ્મા દ્વારા વિડિઓ જોઈ રહ્યા છો. કૉલિંગ, મેસેજિંગ અને સંગીતના અનુભવો પણ ઉપલબ્ધ છે.

Meta-Rayban-Display2
timesofindia.indiatimes.com

MetaRaban ડિસ્પ્લે ન્યુરલ રિસ્ટબેન્ડ સાથે આવે છે. તેના દ્વારા તમે હાથના હાવભાવનો ઉપયોગ કરીને સ્ક્રીન પર નેવિગેટ કરવાની મંજૂરી આપે છે, એટલે કે કોઈ વિકલ્પ પસંદ કરીને અથવા તે વિકલ્પ બંધ કરીને તમે નવો વિકલ્પ ખોલી શકો છો.

નકશા રીઅલ ટાઇમમાં ચાલે છે, તેથી તમારે તમારો ફોન કાઢવાની જરૂર રહેશે નહીં. તમને સ્માર્ટગ્લાસની સ્ક્રીન પર જ રીઅલ-ટાઇમ નેવિગેશન મળશે.

આ પ્રકારની ઘણી ઉપયોગી સુવિધાઓ છે, પરંતુ હજુ તે સંપૂર્ણ તૈયાર નથી. પરંતુ મેટારેબન ડિસ્પ્લે પછી, તે તો સ્પષ્ટ છે કે સ્માર્ટગ્લાસ ભવિષ્યમાં એક આવશ્યક ગેજેટ બની શકે છે. એટલું જ નહીં, તે સ્માર્ટફોન પરની નિર્ભરતાને પણ ઘટાડી શકે છે.

Meta-Rayban-Display7
tomsguide.com

હાલમાં આ પ્રારંભિક સંસ્કરણો છે, પરંતુ થોડા વર્ષો પછી સ્માર્ટ ચશ્માની સુવિધાઓ સંપૂર્ણતા તરફ આગળ વધશે અને તે વ્યવહારુ પણ બનશે. બીજી ઘણી કંપનીઓ પણ સ્માર્ટ ચશ્મા પર સતત કામ કરી રહી છે.

સ્માર્ટ ચશ્મા સાથેનો સૌથી મોટો સકારાત્મક મુદ્દો એ છે કે, તમે તેમને પહેરવામાં અસ્વસ્થતા અનુભવતા નથી, જેમ તમે વિઝન પ્રો અથવા ઓક્યુલસ જેવા ઓગમેન્ટેડ રિયાલિટી હેડસેટ્સ પહેરીને અનુભવો છો. સામાન્ય રીતે ઓગમેન્ટેડ રિયાલિટી હેડસેટ્સ ખૂબ વજનદાર હોય છે. જો મેટા અથવા અન્ય કોઈ કંપની સ્માર્ટ ચશ્મામાં એપલ વિઝન પ્રો જેવી બધી સુવિધાઓ ફીટ કરવામાં સંપૂર્ણપણે સફળ થાય છે, તો તે એક મોટી સફળતા હશે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.