ડાંગરની બાસમતી જાતની ખેતી કરતા ખેડૂતો માટે બીજ ખરીદી શરૂ

ચોમાસાના વહેલા અણસાર મળી રહ્યાં છે. ગુજરાતમાં અનાજના પાકમાં હંમેશની જેમ ચોખાનું વાવેતર સૌથી વધું રહેશે.  2020-21માં કૃષિ વિભાગે 8.37 લાખ હેક્ટરમાં 19.44 લાખ ટન ચોખાના ઉત્પાદનની શક્યતા જાહેર કરી હતી. જે હેક્ટર દીઠ 2322 કિલોના ઉત્પાદનનો હતો. જેમાં બાસમતીનો હિસ્સો બહુ ઓછો છે. હવે ખેડૂતો બાસમતી ચોખાના બિયારણની શોધખોળ કરી રહ્યાં છે.

બાસમતીની ખેતી માટે ચોક્કસ વિસ્તાર છે. ગુજરાતમાં બાસમતી ચોખાની ખેતી થતી નથી.  ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તરાખંડના ત્રીસ જિલ્લાના ખેડૂતોએ બાસમતીના બીજ 18 એપ્રિલથી લઈ જવા માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે.

બાસમતી વેરાયટીની ખેતી પહેલીવાર કરવા માંગતા હોય તેમના માટે સારી તક છે. બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ, મોદીપુરમ, મેરઠ 18 એપ્રિલથી બાસમતીની ઘણી જાતોના બીજનું વેચાણ શરૂ કરશે.

ખેડૂત વાવણી માટે એક ક્વિન્ટલ બિયારણ લેવા માગતો હોય તો તે લઈ શકે છે. માત્ર ખેડૂતોને જ વાવણી માટે બિયારણ આપવામાં આવશે, દસ 10 કિલો બિયારણ પેકેટો બનાવવામાં આવ્યા છે.

પુસા બાસમતી 1121, પુસા બાસમતી 1718, પુસા બાસમતી 1, પુસા બાસમતી 1637, પુસા બાસમતી 6 (1401), પુસા બાસમતી 1728, પુસા બાસમતી 1509 ના બીજ ખરીદી શકાય છે.

બાસમતી ડાંગરની તમામ જાતોની કિંમત 90 રૂપિયા પ્રતિ કિલો છે. આ બીજ 900 રૂપિયાની કિંમતની 10 કિલોની થેલીમાં આપવામાં આવે છે.ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર (8630641798) શરૂ કરવામાં આવ્યો છે. જો કોઈ એફપીઓ અથવા સરકારી સંસ્થા વધુ બિયારણ લેવા ઈચ્છે છે, તો તેઓ હેલ્પલાઈન નંબર પર મેસેજ અથવા કોલ કરી શકે છે.   મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. રિતેશ શર્માને ઈમેલ (riteshbedf5048@gmail.com) દ્વારા મોકલી શકે છે.

ગુજરાતના ખેડૂતો હવે બાસમતી ચોખાની નવી જાતો મેળવવા પ્રયાસો કરે છે. ગુજરાતની કમોદ અને પંખાળી જાતો સુગંધીત છે. દાણાની લંબાઈ અને રાંધ્યા પછી લંબાઈ દહેરાદૂન જેની નથી. જો રાંધ્યા પછી 2થી 2.50 ગણી લંબાઈ વધે તો નિકાસ થઈ શકે.

ગુજરાતની સુગંધ આપતી ચોખાની જાતોમાં જી આર 101, કમોદ 118, રેશમ બાસમતી, પુસા બાસમતી તથા જી એ આર 14 જાતો છે જેની ખૂબ સારી સુગંધ આવે છે. તેમ આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયના નવાગામ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર ફોન નંબર 02694284278 નું માનવું છે.

નવાગામ ચોખા સંશોધન કેન્દ્રના વિજ્ઞાનીઓએ સુગંધિત ચોખાની નવી જાત જીએઆર 14 શોધી છે. હેક્ટરે 6 હજાર કિલો ઉત્પાદન આપે છે. સુગંધ સારી છે. ગુજરાતમાં લગભગ 33 સુધારેલી ડાંગરની જાત છે. જેમાં જી આર 101, નર્મદા 1984 અને 1991 નવાગામની છે.

નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયમાં મુખ્ય ડાંગર સંશોધન કેન્દ્ર દ્વારા ડાંગરની દેશી જાતો લાલ કડા, સાઠી, રાજ બંગાળો, દુધમલાઈ, આંબામોર જેવી લુપ્ત થતી જાતોનું સીડ બેંક બનાવવામાં આવી રહી છે અને તેનું સંશોધન કરીને નવી જાત વિકસાવવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં બ્લેક રાઈસનું વાવેતર ગયા વર્ષથી થવા લાગ્યું છે. જે અંગે પણ સંશોધન ચાલી રહ્યું છે. ખેડામાં સાંખેજ ગામે શીવરામ હરેશ પટેલે કાળા ચોખાનું બિયારણ મિઝોગમથી મંગાવીને વાવેલું હતું.

 

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.