દરિયાઇ શેવાળનો ક્રાંતિકારી પ્રયોગ, ખેડૂતોનું ઉત્પાદન અધધ.. 3 ગણા જેટલું વધી ગયું

દરિયાઈ વનસ્પતિ શેવાળમાંથી ખેતી પાકોના વૃદ્ધિ અને વિકાસ માટેના જૈવિક પ્રવાહી ગુજરાતના  દરિયા કિનારે આવેલા ગામોમાં ઉપયોગ શરૂ થયો છે. બહુજ ઓછા સાહસે નાના ગૃહઉધોગ તરીકે આજીવિકા મેળવવા શેવાળનો ઉપયોગ ગુજરાતના દરિયા કાંઠે કરવામાં આવી રહ્યો છે. ભરતી ઓટમાં દરિયામાંથી સરગાસમ વનસ્પતિ એકઠી કરવામાં આવે છે. જેનું પાક વૃદ્ધિ વર્ધકપ્રવાહી તૈયાર કરવામાં આવે છે. શાકભાજીના પાકમાં છાંટવાથી ઉત્પાદન અને ગુણવતામાં સુધારો જોવા મળે છે. અનેક ખેડૂતોના આવા અનુભવો છે. કેટલાંક ખેડૂતોએ પ્રયોગ કર્યા બાદ આવું પ્રવાહી આજુબાજુના ખેડૂતો અને આસપાસના ગામોમાં ખેડૂતો શીખવી રહ્યાં છે. જેણે પણ આવું ખાતર વાપરેલું છે તેમને ઉત્પાદનમાં 2થી 3 ગણો વધારો થયો છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એસ. આર. ઠાકરે આ અંગે ઊંડી વિગતો એકઠી કરીને ખેડૂતોને તેની જાણકારી આપે છે. દરિયાઈ શેવાળના તાજા જથ્થા માંથી કૃષિમાં ઉપયોગી એવું દરિયાઈ શેવાળ પ્રવાહી ખાતર , લીલું કે કમ્પોસ્ટ ખાતર કે સુકવણી કરી પાવડર રૂપમાં ખાતર કે પ્રાણીનાં ખાણ માટે વાપરી શકાય છે. ફાર્મ યાર્ડ ખાતર કરતા શેવાળ વધુ ગુણકારી છે. દુનિયાના વિવિધ દેશોમાં શેવાળનો ખાતર તરીકે ઉપયોગ બહુ પ્રચલિત છે. ભારતમાં તામીલનાડુ અને કેરેલા રાજયમાં તાજી એકત્રીત કરેલી શેવાળ નાળીયેરીના ઉછેર માટે સીધુ કે કમ્પોસ્ટ ખાતર બનાવી પાક ઉત્પાદન સુધારણા તરીકે વર્ષોથી વપરાય છે. દરિયાઈ શેવાળના જીવ - રાસાયણીક પદાર્થો બાગ - બગીચા અને બગાયતી પાકોમાં બહુ ઉપયોગી છે.

સેવાળ નાંખીને જમીનમાં રહેલ ફૂગ જેવા સુક્ષ્મ જીવને ઉતેજીત અને કાર્યક્ષમ બનાવે છે. પોષણ તત્વોની શોષણ પ્રકિયામાં છોડને મદદરૂપ થાય છે. જે છોડને જમીન આધારિત રોગોનો પ્રતિકાર કરવામાં મદદરૂપ થાય છે. વળી દરિયાઈ શેવાળમાં પાણીમાં સહેલાઈથી ઓગળી શકે તેવા પોટાશની વિપૂલ માત્રા છે. ખનીજ અને સૂક્ષમ તત્વો વગેરે છોડ દ્રારા તરતજ અને સીધું ગ્રહણ થઈ શકે તેવા રૂપમાં હોય છે.  ઉણપ આધારીત રોગ પર કાબુ મેળવવા કૃષિમાં શેવાળનું ખાતર ખૂબ ઉપયોગી છે .

દરિયાઈ શેવાળનું પ્રવાહી ખાતર પાક સંરક્ષણ માટે ઉપયોગી છે. દરિયાઈ શેવાળના પ્રવાહી ખાતરનો પાન છોડ, શાકભાજી, ફળ, ફુલના છોડ અને અન્ય બગાયતી પાકો પર છંટકાવ કરવાથી છોડનો ઝડપી વિકાસ થાય છે.  વહેલું , સારૂ અને ગુણવતા યુક્ત ઉત્પાદન મેળવી શકાય છ . શેવાળમાં રહેલા કાર્બોહાઈડ્રેટ અને અન્ય સેન્દ્રીય પદાર્થો જમીનના બંધારણમાં સુધારો અને ભેજ સંગ્રહ શકિતમાં વધારો કરે છે.

બધાજ પ્રકારના ખાતરો પૈકી દરિયાઈ શેવાળ સૌથી વધારે અને વિવિધ પોષણક્ષમ પદાર્થો ધરાવતું હોઈ જલદી પુષ્પો આવવા , પાક મેળવવા અને ફળની સરકરાની માત્રામાં વધારો કરનાર સાબિત થયેલું છે . દરિયાઈ શેવાળ કુદરતી સેન્દ્રીય ખાતર તરીકે પ્રચલીત છે જેની પાક અને જમીન ઉપર કોઈ આડઅસર કે વિપરીત અસર થતી નથી. આમ તેનો ઉપયોગ પર્યાવરણ સુધારવા અને ખતરનાક જંતુનશકો કરતાં શ્રેષ્ઠ છે.

ખાતર કેમ બને છે

આવું ખાતર ખેડૂતો જાતે બનાવી શકે છે. શિયાળામાં મોટા પ્રમાણમાં શેવાળ દરિયા કાંઠે ધકેલાઈને આવે છે. તેને મીઠા પાણીથી બે વખત ધોઈ, નકામી વસ્તુઓ તેમાંથી દૂર કરીને ચપ્પુથી ટૂકડા કરવામાં આવે છે. જેને મીક્સર, વેટ ગ્રાઈન્ડરમાં નાંખી લુગદી બને ત્યાં સુધી 1થી 1.30 કલાક સુધી પાસવામાં આવે છે.  જેમાં વજની બે ગણું પાણી ઉમેરીને 100-120 અંશના તાપમાને 10થી 30 મીનીટ સુધી ઉકાળવામાં આવે છે. જાડા કપડાથી ગાળીને તેમાં 1 લીટરે 1 ગ્રામ કોપર સલ્ફેટ- મોરથુથુ તથા 1 મીલી ફોર્માલ્ડીહાઈડ નાંખીને ભરી લેવામાં આવે છે. જે 6 મહિના સુધી ખરાબ થતું નથી.

નવું સંશોધન

ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પ્રવાહી ખાતર તૈયાર કર્યું છે. તેનાથી 25 ટકા ઉત્પાદન વધતું હોવાનું સાબિત થયું છે. ડુંગળી, જીરૂ, મગફળી, કપાસ જેવા અનેક પાકમાં તેનો ઉપયોગ કરી શકાય છે. સોઇલ એપ્લિકેશન અને છોડ મજબૂત કરવા માટે ઉપયોગી છે. ગુજરાતમાં 15 હજાર ટન આવો સેવાળ મળી શકે છે. સજીવ ખેતી માટે આ સારું ખાતર છે. નુકસાન થતુ અટકાવી શકાય છે, જમીનને લાંબા ગાળે ખૂબજ ફાયદો થઇ શકે છે. ઊના નજીકના સીમર, દીવ, વેરાવળ, સોમનાથ, ઓખા, દ્વારકા, જામનગર, સિક્કાના દરિયાકાંઠેથી પુષ્કળ માત્રા સરગાસમ શેવાળ મળી આવે છે.

 

Related Posts

Top News

કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કોઇ પણ ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો પૈસાના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તેના માટે કેન્દ્ર સરકારે વર્ષ 2009માં...
Education 
કેન્દ્રના નિયમના ભાજપના નેતાએ જ ધજાગરા ઉડાવ્યા, RTEના વિદ્યાર્થીઓ પાસે ફી લીધી

કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
Politics 
કાર્યકરે કહ્યું- મોટા નેતાઓએ ગુજરાતમાં કોંગ્રેસની ઘોર ખોદી છે, રાહુલે માંગ્યું કાર્ડ

આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
National 
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું

ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
National 
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Copyright (c) Khabarchhe All Rights Reserved.