- Assembly Elections 2023
- Video: ભાજપા ઉમેદવારને MLAનું ફુલફોર્મ પૂછ્યું, એનો જવાબ આપ્યો કે...
Video: ભાજપા ઉમેદવારને MLAનું ફુલફોર્મ પૂછ્યું, એનો જવાબ આપ્યો કે...

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. દરેક પાર્ટીઓ પૂરી તાકાતની સાથે મેદાનમાં ઉતરી છે અને ઉમેદવારો લોકોની વચ્ચે જઇ વોટની માગણી કરી રહ્યા છે. તેની વચ્ચે જ્યારે એક ભાજપા ઉમેદવારને MLAનું ફુલફોર્મ પૂછવામાં આવ્યું તો તેમણે તેના જવાબમાં એવું કહ્યું કે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ભાજપા ઉમેદવારની લોકો ખૂબ હાંસી ઉડાવી રહ્યા છે.
ઉદયપુરની માવલી સીટથી ભાજપા ઉમેદવાર કૃષ્ણ ગોપાલ પાલીવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ તેમને સવાલ કર્યો કે, તમે MLAની ચૂંટણી લડી રહ્યા છો પણ શું તમને MLAનું ફુલફોર્મ ખબર છે? તેના જવાબમાં ભાજપા ઉમેદવારે કહ્યું કે, મેંબર ઓફ પાર્લિઆમેન્ટ તો નથી થતું. ભાજપા ઉમેદવાર આગળ કહે છે, યાદ હતું પણ હમણા ભૂલી ગયો છું. મોબાઈલ પર મેં લખી રાખ્યું છે. યાદ આવી રહ્યું નથી.
MLAની ચૂંટણી લડી રહેલા કૃષ્ણ ગોપાલ પાલીવાલ તેનું ફુલફોર્મ ન જણાવી શક્યા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેના પર ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ભાજપા ઉમેદવારને MLAનું ફુલફોર્મ નથી ખબર, શું વિકાસ કરાવશે ભાજપાવાળા? તમારા બાળકોનું ભવિષ્ય આવા નેતાઓના હાથમાં છે. તો વધુ એક યૂઝરે લખ્યું કે, આ શ્રીમાન હવે માવલીના ધારાસભ્ય બનશે. જરા વિચારો આપણી આવનારી પેઢીને કેવી શિક્ષા મળશે.
વધુ એક યૂઝરે લખ્યું કે, હવે તો ભણ્યા વિનાના લોકોને સફાઇની નોકરી પર પણ લોકો રાખવા માગતા નથી, પણ આજ જનતા આવા લોકોને સાંસદ અને ધારાસભ્ય બનાવી દે છે. વધુ એક વ્યક્તિએ લખ્યું કે, ભાજપાઇ બનવું સરળ નથી. આમને ટિકિટ મળી ઘણાં હેરાન હતા. હવે વિચારો કે કેવી હાલત છે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીની.
ये हैं उदयपुर की मावली सीट से प्रत्याशी केजी पालीवाल. "MLA" की फुल फॉर्म को लेकर इनका जवाब रोचक है.
— Gaurav Dwivedi (@RBKumargaurav) November 8, 2023
नोट- इनके नाम की घोषणा से हर कोई हैरान हैं, इसकी उम्मीद शायद इनके समर्थकों को भी नहीं होगी.#RajasthanAssemblyElection2023 pic.twitter.com/NQEJbJmbcC
જણાવીએ કે, રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 ભારતના રાજ્ય રાજસ્થાનની 16મી વિધાનસભાની 200 સીટો માટે થનારી સામાન્ય ચૂંટણી છે. જેના માટે મતદાન 25 નવેમ્બર 2023ના રોજ સંપન્ન થશે અને 3 ડિસેમ્બરના રોજ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે.