- Assembly Elections 2023
- ચૂંટણી જીતેલા ભાજપના સાંસદોએ 14 દિવસમાં નિર્ણય કરવો પડશે નહિતર…
ચૂંટણી જીતેલા ભાજપના સાંસદોએ 14 દિવસમાં નિર્ણય કરવો પડશે નહિતર…
By Khabarchhe
On

ભાજપે આ વખતે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં એક નવો પ્રયોગ કર્યો હતો અને 21 જેટલા સાંસદોને ટિકીટ આપી હતી. તેમાંથી 12 સાંસદો જીતી ગયા છે અને 9 હારી ગયા છે. હવે સવાલ એ છે કે આ સાંસદો લોકસભા અને વિધાનસભા એમ બંને ગૃહોમાં ડબલ સવારી કરી શકશે?
તો નિયમ એવો છે કે 14 દિવસની અંદર 12 સાંસદોએ કોઇ પણ એક બેઠક છોડવી પડશે. મતલબ કે ક્યાં લોકસભામાં રહેવું કે વિધાનસભામાં એ નક્કી કરીને કોઇ પણ એક છોડવી પડશે. 14 દિવસની અંદર જો નિર્ણય લેવામાં ન આવે તા સંસદ સભ્ય પદ ગુમાવવાનો વારો આવી શકે છે.
બંધારણના અનુચ્છેદ 101 (2) મુજબ જો કોઇ લોકસભા સભ્ય વિધાનસભાની ચૂંટણી લડે છે અને જીતે છે તો ચૂંટણી પંચના નોટિફિકેશન જારી થયા પછી 14 દિવસની અંદર ક્યાં તો સાંસદ તરીકે અથવા ધારાસભ્ય તરીકે રાજીનામું આપવું પડશે. મતલબ કે બે ઘોડા પર સવારી નહીં કરી શકે. માત્ર એક જ પદ મળી શકશે.
Related Posts
Top News
Published On
જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ- શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
PM મોદી અને બ્રિટન પ્રધાનમંત્રીને ચા પિવડાવનાર ગુજરાતી કોણ છે?
Published On
By Nilesh Parmar
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં બ્રિટનના પ્રવાસે ગયા હતા અને ત્યાં તેમણે બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના સત્તાવાર PM હાઉસ પર ચાય...
ગાંધીનગર ગિફ્ટ સિટીમાં મિલ્કત લેનારા ભેરવાયા, 1000 કરોડનું કૌભાં*ડ
Published On
By Nilesh Parmar
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઘોંચમાં પડ્યો છે. આ પ્રોજેક્ટમાં 1297 રોકાણકારો સાથે 1000 કરોડ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.