- Assembly Elections 2023
- CM પદ માટે ‘સરપ્રાઇઝ’ આપવાની ભાજપની સ્ટાઇલ ક્યારથી શરૂ થઇ છે?
CM પદ માટે ‘સરપ્રાઇઝ’ આપવાની ભાજપની સ્ટાઇલ ક્યારથી શરૂ થઇ છે?

દેશમાં 3 રાજ્યોમાં મુખ્યમંત્રીના જે નવા ચહેરા ભાજપે પસંદ કર્યા. ભાજપની આ ‘સરપ્રાઇઝ’ આપવાની સ્ટાઇલ વર્ષ 2014થી શરૂ થઇ છે. જ્યારે પણ મુખ્યમંત્રીની પસંદગી કરવાની હોય ત્યારે ભાજપ આ સ્ટાઇલ અપનાવે છે. ચીનના લેખક સૂનત્ઝુનું એક પુસ્તક છે આર્ટ ઓફ વોર એમાં સરપ્રાઇઝથી લડાઇ જીતવાની મહત્ત્વની શૈલી બતાવવામાં આવી છે.
વર્ષ 2014માં મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડતા હતા અને તે વખતે CMની રેસમાં ભાજપના સિનિયર નેતા એકનાથ ખડસે અને નીતિન ગડકરીના નામ ચાલતા હતા.પરંતુ તે વખતે ભાજપે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. એકનાથ ખડસેએ CM બનવા માટે અનેક ધમપછાડા કર્યા હતા, પરંતુ ભાજપે તેમને દાદ આપી નહોતી. એ પછી ખડસેને સાઇડ લાઇન કરી દેવાયા અને તેમણે હારી થાકીને ભાજપ છોડી દીધું હતું અને NCPમાં ચાલ્યા ગયા હતા. નીતિન ગડકરી ચૂપ રહ્યા હતા તો તેમને કેન્દ્રીય મંત્રી તરીકેનું ઇનામ મળ્યું હતું. આવું જ હરિયાણા, ગુજરાત, કર્ણાટકમાં પણ જોવા મળ્યું.
Related Posts
Top News
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Opinion
