- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
અધિક આસો સુદ પાંચમ
સોમવાર
21 સપ્ટેમ્બર, 2020
પારસી રોજ 7
મુસ્લિમ રોજ 3
નક્ષત્ર: વિશાખા
યોગ: વૈધૃતિ
કરણ: બવ
આજરોજ બપોરે 15:18 કલાક સુધી જન્મેલા બાળકનું નામ તુલા રાશિ અને અક્ષર (ર, ત) પરથી અને ત્યારબાદ જન્મેલા બાળકનું નામ વૃશ્વિક રાશિ અને અક્ષર (ન, ય) પરથી પાડવાનું રહેશે.
રાહુ કાળ 7: 58 થી 9: 29
આજે પંચક નથી
મેષ: આજનો દિવસ આપના માટે મિશ્રા પ્રતિસાદ વાળો બની રહે, સવારે કરેલા ફાયદાના સોદા બાપોર પછી નુકસાનમાં ન પરિવર્તે તેની કાળજી રાખવી.
વૃષભ: સંજોગો અનુસાર આપને સાનુકૂળ સ્થિતિ બની રહે છે, કોઈ મોટો ફાયદો કે કોઈ મોટુ નુકસાન દેખાતું નથી.
મિથુન: આપના સમયાનુસાર વિદ્યાભ્યાસ કરતા વ્યક્તિઓ માટે વધુ મહેનત કરવાની જરૂર દેખાય છે, જો આપનું મન કાબૂમાં નહીં રહે તો બધા જ પાસાઓ મધ્યે નુકસાની સંભવ બને.
કર્ક: કામકાજમાં આપનો સમય સારો છે, પરંતુ કોઈ આપને લાગણીમાં ખેંચીને મોટી આર્થિક સંકડામણમાં સંડોવી નાખે નહીં તેની કાળજી રાખવી.
સિંહ: સમય પ્રમાણે જોઈએ તો આપની સ્થિતિ થોડી શિથિલ બને, જેથી સામાન્ય નિર્ણયો લેવામાં પણ વધુ સમયે પસાર થઈ જાય અને તેનો લાભ મળે નહીં.
કન્યા: કોઈપણ વ્યક્તિની વાતમાં આવીને તેની સાથે તેના નિર્ણયમાં જોડાવું નહીં, અન્યથા સારા સ્વભાવનો સામેવાળી વ્યક્તિ ખોટો લાભ ઉઠાવી જાય.
તુલા: મિશ્ર પ્રતિભાવવાળી સ્થિતિના કારણે વધુ આક્રમક પરિસ્થિતિ ઉદ્ભવ કરવાનો યોગ બનાવશો નહીં, શાંતિથી દિવસ પસાર કરવો.
વૃશ્વિક: આજનો દિવસ આપના માટે સામાન્ય છે, કોઈ મોટા ફેરફાર વગર આ સમય શાંતિથી ગુજારી દેવો, સકારાત્મકતા કેળવી રાખવી.
ધન: આ સમયમાં ખર્ચ કર્યા બાદ અનુભવ થશે કે જરૂરિયાત વિનાના નાણાં ખર્ચાય ગયા, કોઈકને સારું લાગે તે માટે કાર્ય કરવા નહીં.
મકર: કરેલા કાર્યોનો ફાયદો મેળવવા માટે થોડી વધુ મહેનત કરી લેવી, અને સારા સંજોગ નો લાભ ઉઠાવી લેવો.
કુંભ: આજનો દિવસ આપના માટે સારો બને છે, જેના કારણે ભાગીદારી, વ્યવસાય કે રોજગારમાં જુના પ્રશ્નો હોય તો હલ થઇ શકે.
મીન: દામ્પત્યજીવનમાં શાંતિથી સમય પસાર કરવો, આજના દિવસે કોઈની પણ સાથે વાદ-વિવાદમાં ઉતારવું નહીં.

