ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-03-2025

દિવસ: ગુરુવાર

મેષ: માનસિક શાંતિ આખા દિવસ માટે જળવાયેલી રહે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઈ શકાય. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોનો યોગ્ય નફો મળે. સુખ શાંતિમાં વધારો થાય.

વૃષભ: ધન સાથે સંકળયેલી બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઘટાડવાના પ્રયત્નો કરવા જરૂરી છે. નાણાકીય ગોઠવણીમાં પણ સાવચેતી રાખવી. આજે દામ્પત્ય જીવન તમારું સુખમય વીતશે.

મિથુન: નાણાની યોગ્ય સમયે ગોઠવણ થઈ જતાં શાંતિની અનુભૂતિ થાય. કાર્યક્ષેત્રે મિત્રોના સકારાત્મક અભિપ્રાય મળે. સાંસારિક જીવનમાં તણાવ વધવાની શક્યતઓ અને આરોગ્ય જળવાઈ રહશે.

કર્ક: માનસિક સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. માતા પિતાનું આરોગ્ય જળવાઈ તથા તેમનો સહકાર મળશે. જીવન સાથી સાથે આનંદ જળવાશે.

સિંહ: આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળથી અટકેલા નાણા પરત મળે. કરેલા રોકાણમાંથી સારી આવક થશે. આજે ભાગ્ય બળવાન છે.

કન્યા: દિવસ દરમિયાન માનસિક તણાવ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી ધંધામાં દિવસ સામાન્ય રહેશે. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. આરોગ્ય બાબતે નિશ્ચિત રહો.

તુલા: જીવનસાથી સાથે આનંદિત અનુભવશો. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારીના ધંધામાં યોગ્ય નફો મળી રહેશે. ભાગ્ય દ્વારા કાર્ય સક્ષમતાની અનુભૂતિ કરશો.

વૃશ્વિક: આજે આરોગ્યની કાળજી લેવી પડશે. શરદી જેવા રોગોનો ઘેરાવો રહેશે. પરિવાર ક્ષેત્રે દિવસ સરો રહેશે. આજે તમારા માટે નવા રોકાણો કરી શકાય એવા યોગો જણાય છે.

ધન: થોડી માનસિક અશાંતિ અનુભવી શકાય. પરંતુ સંતાનોની પ્રગતિથી આનંદ અનુભવાય. આધ્યાત્મિક પ્રગતિ શક્ય બને. વિદ્યાર્થીઓ માટે આજે શુભ દિવસ છે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થતો જણાશે.

મકર: માતૃ પક્ષ તરફથી ખુશીના સમાચાર મળશે. પ્રોપર્ટી અંગે આજે સુખ મળી શકે છે. ધંધાકીય રીતે દિવસ પ્રગતિમય જણાય. સાંધાના દુખાવામાં વધારો થાય. આવક તમારી આજે વધતી જણાશે.

કુંભ: પરિવારમાં વિવાદ વધતો જણાય. જેથી તમે માનસિક તણાવ અનુભવશો. પ્રવાસ આજે ટાળવો. ભાગ્ય બે ડગલાં પાછળ ખસતું જણાય. મહેનત વધારે કરવી પડે. મહત્વના રોકાણ આજે ટાળવા જોઈએ.

મીન: આવકનું પ્રમાણ જળવાતા આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થાય. નાના ભાઈ બહેનોનો યોગ્ય સહકાર મળે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. સંતાનોની પ્રગતિ અટકતા હતાશ થશો.

About The Author

Related Posts

Top News

પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મધ્ય પ્રદેશના મુરેનામાં પતિ-પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડામાં પતિ એટલો ગુસ્સે થયો કે તેણે તેની પત્ની અને બે નાના બાળકોનો કુહાડીથી...
National 
પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. શિવસેના (UBT)ના 6 લોકસભા સાંસદો DyCM એકનાથ શિંદે જૂથમાં...
National 
મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.