યમરાજનું મૃત્યુ કેવી રીતે થયું?

યમરાજને મૃત્યુના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. જો યમરાજ પોતે મૃત્યુના દેવતા હોય તો તેમનું મૃત્યુ કેવી રીતે શક્ય છે? આ વાત થોડી હાસ્યાસ્પદ લાગે છે પરંતુ વેદો અને પુરાણોમાં યમરાજના મૃત્યુની એક કથા વર્ણવવામાં આવી છે. આ કથા જણાવતા પહેલાં યમરાજ વિશે થોડી માહિતી જાણવી જરૂરી છે. યમરાજની એક જોડિયા બહેન હતી જેને યમુના તરીકે ઓળખવામાં આવે છે. યમરાજ ભેંસ પર સવારી કરે છે અને તેમની પૂજા યમ, ધર્મરાજ, મૃત્યુ અને કાલ જેવા વિવિધ નામોથી કરવામાં આવે છે.

પ્રાચીન સમયમાં શ્વેત મુનિ નામના એક મુનિ હતા જેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા અને ગોદાવરી નદીના કિનારે રહેતા હતા. જ્યારે તેમના મૃત્યુનો સમય આવ્યો ત્યારે યમરાજે તેમના પ્રાણ લેવા માટે મૃત્યુપાશ (મૃત્યુના દૂત) મોકલ્યા. પરંતુ શ્વેત મુનિ હજુ પ્રાણ છોડવા ઇચ્છતા ન હતા તેથી તેમણે મહામૃત્યુંજય મંત્રનો જાપ શરૂ કર્યો. જ્યારે મૃત્યુપાશ શ્વેત મુનિના આશ્રમ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે આશ્રમની બહાર ભૈરવ બાબા પહેરો આપી રહ્યા છે.

03

ધર્મ અને કર્તવ્યના બંધનમાં હોવાને કારણે મૃત્યુપાશે શ્વેત મુનિના પ્રાણ હરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જ ક્ષણે ભૈરવ બાબાએ તેમના પર હુમલો કરીને મૃત્યુપાશને બેહોશ કરી દીધા. મૃત્યુપાશ જમીન પર પડ્યા અને તેમનું મૃત્યુ થયું. આ જોઈને યમરાજ ખૂબ ક્રોધિત થયા અને પોતે શ્વેત મુનિના આશ્રમે પહોંચ્યા. તેમણે ભૈરવ બાબાને બાંધી દીધા અને શ્વેત મુનિના પ્રાણ હરવા માટે તેમના પર પણ મૃત્યુપાશ નાખ્યો. પરંતુ શ્વેત મુનિએ તેમના ઇષ્ટદેવ ભગવાન શિવને પોકાર્યા અને ભગવાન શિવે તુરંત તેમના પુત્ર કાર્તિકેયને મોકલ્યા. કાર્તિકેયના આગમન પર યમરાજ અને કાર્તિકેય વચ્ચે ભીષણ યુદ્ધ થયું. યમરાજ કાર્તિકેય સામે ટકી શક્યા નહીં અને કાર્તિકેયના આક્રમણથી જમીન પર પડી ગયા જેનાથી તેમનું મૃત્યુ થયું. જ્યારે ભગવાન સૂર્યને યમરાજના મૃત્યુના સમાચાર મળ્યા તેઓ અત્યંત વ્યથિત થયા. ધ્યાન દ્વારા તેમને જાણવા મળ્યું કે યમરાજે ભગવાન શિવની ઇચ્છાની વિરુદ્ધ શ્વેત મુનિના પ્રાણ હરવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે તેમને ભગવાન શિવનો કોપ ભોગવવો પડ્યો.

યમરાજ ભગવાન સૂર્યના પુત્ર છે. આ સમસ્યાના નિરાકરણ માટે સૂર્યદેવ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ ભગવાન શિવની તપસ્યા કરીને તેમને પ્રસન્ન કરવાની સલાહ આપી. સૂર્યદેવે ભગવાન શિવની ઘોર તપસ્યા કરી જેનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને વરદાન માગવા કહ્યું. ત્યારે સૂર્યદેવે વિનંતી કરી ‘હે મહાદેવ, યમરાજના મૃત્યુથી પૃથ્વી પર ભારે અસંતુલન ફેલાયું છે. પૃથ્વી પર સંતુલન જાળવવા માટે યમરાજને પુનર્જન્મ આપો.’ ભગવાન શિવે નંદીને યમુના નદીનું જળ લાવવા આદેશ આપ્યો અને તે જળને યમરાજના શરીર પર છાંટ્યું જેનાથી યમરાજ પુનઃ જીવિત થયા.

02

ભારતમાં યમરાજનું એક પ્રસિદ્ધ મંદિર બિહારના ગયા જિલ્લામાં આવેલું છે, જે યમરાજ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર ગયા શહેરના વિષ્ણુપદ મંદિરની નજીક સ્થિત છે અને શ્રાદ્ધ કર્મકાંડ માટે આવતા યાત્રાળુઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત તમિલનાડુના શ્રીરંગમમાં પણ યમરાજને સમર્પિત એક મંદિર આવેલું છે જે રંગનાથસ્વામી મંદિર સંકુલનો ભાગ છે. આ મંદિરોમાં યમરાજની પૂજા મૃત્યુના ભયને દૂર કરવા અને આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.