- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -12-10-2025
વાર- રવિવાર
મેષ - આર્થિક પ્રગતિનો દિવસ, તણાવ પણ રહેશે, ભાગીદાર સાથે મતભેદ દૂર કરો.
વૃષભ - ખર્ચ ખરીદીનો દિવસ, સંબંધીઓ સાથે સુમેળ રહે, અધૂરા રહી ગયેલા કામ પૂર્ણ થાય.
મિથુન - બાળકો પાછળ ધ્યાન આપો, નોકરી ધંધામાં કંઇક નવું વિચારશો.
કર્ક - ઘરની વસ્તુઓ પાછળ ખર્ચ કરી શકશો, ઘર પરિવારમાં આનંદ રહે, આજે વડીલોની મદદ લઈ શકશો.
સિંહ - મિત્ર વર્ગ ઓળખીતાઓની સહાય મળશે, વાણીમાં મીઠાશ રાખો.
કન્યા - ખોરાકની બાબતમાં સાવચેત રહો, ધનની સ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી, આજે તમારી ભક્તિમાં વધારો કરો.
તુલા - અકળામણ અને ચીડિયાપણું નુકસાન કરશે, માનસિક તણાવથી દૂર રહી આજે ધ્યાન પ્રાણાયામ કરો.
વૃશ્ચિક - શરદી ખાંસી પેટના રોગોથી સાચવવું, ખર્ચના પ્રસંગો રહેશે, મિત્રવર્ગની સહાય અવશ્ય લો.
ધન - સમાજમાં નામના પ્રતિષ્ઠામાં વધારો થાય, બાળકોના વિષયમાં ધ્યાન આપો, આજે સમયની સાથે ચાલો.
મકર - ઘર પરિવારમાં ચિંતા રહે, ઘરમાં મહેમાનોનું આગમન થઈ શકે છે, કામ ધંધા માટે નવા વિચારો બનાવી શકો.
કુંભ - હરવા ફરવામાં આનંદ રહે, કોઈ પણ સાહસ કરતા પહેલા વિચારજો, આજે કુળદેવીની ભક્તિ કરો.
મીન - ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું, ખર્ચાઓ વધશે, તમે દેવસ્થાનની મુલાકાત આજે અવશ્ય લો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

