- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 21-08-2026
દિવસ: શુક્રવાર
મેષ: અગત્યની બાબતો અંગે સંજોગો સાથ આપશે, આરોગ્ય જળવાય, ખર્ચના પ્રસંગો ઉભા થાય.
વૃષભ: આશાસ્પદ તક સર્જાતી જણાય, નાણાભીડનો ઉકેલ સાંપડે, સ્વજનનો સહાકર મળે.
મિથુન: પ્રસન્નતાના સંજોગો સર્જાય, કૌટુંબિક બાબતોનો ઉકેલ આવે, પ્રવાસ ફળે.
કર્ક: આપની મનો સ્થિતિને સમતોલ રાખીને નિર્ણય લેવો, સફળતા પ્રાપ્ત થશે, આરોગ્ય સારું રહે.
સિંહ: મંદ ગતિએ અનુકુળતાઓ સર્જાય, ગૃહ વિવાદ ટળે, અગત્યના કામોમાં સફળતા મળે.
કન્યા: અંત: કરણની વ્યથામાંથી છૂટવા હકારાત્મક વલણ રાખવું, નાણાકીય પ્રશ્નો ઉકેલાય.
તુલા: ધીરજ અને સંયમથી આગળ વધીને સફળતાની સીડી ચઢી શકશો, તબિયત જાળવવી.
વૃશ્વિક: આંખની માનસિક અને શારીરિક સ્થિતિ સાચવવી, તકલીફોમાંથી રાહત મળે, ખર્ચ વધે.
ધન: વ્યવસાયિક તકો આવી મળે, માનસિક અને શારિરીક તકલીફો દૂર થાય.
મકર: સામાજિક-કૌટુંબિક સંજોગો પ્રતિકુળ બને, પ્રવાસ ફળે, લાભની તકો ઉભી થાય.
કુંભ: આપના અગત્યના કામકાજ સફળ બને, સંજોગો સુધરતા જણાય, મતભેદ ટાળવો.
મીન: સ્વાસ્થ્ય સારું રહે, પ્રવાસ ફળે, ધંધામાં સફળતા મળે.

