આ પવિત્ર શક્તિપીઠમાં પ્રગટી રહી છે વાટ અને તેલ વગર જ્યોત

જ્યારે પણ દેશના હિમાચલ પ્રદેશની વાત કરવામાં આવે છે ત્યારે પહાડ-નદી અને ઝરણાઓનું ચિત્ર સામે આવે છે. આ સિવાય સૌદર્યની દ્રષ્ટિએ પણ હિમાચલ ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે. હિમાચલ પ્રદેશમાં આવેલું જ્વાલાદેવી મંદિર દેશના સૌથી મહત્ત્વના ધાર્મિક સ્થાન પૈકી એક છે. આ મંદિર 51 શક્તિપીઠમાંથી એક છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું આ મંદિર કાલીધાર પહાડી વચ્ચે આવેલું છે.

એક ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુંએ પોતાના ચક્રથી માતા સતીના મૃતદેહના ટુકડા કરી નાંખ્યા હતા. ત્યારે માતાની જીભ અહીં પડી હતી. અહીં દરરોજ પ્રજ્વલિત રહેતી જ્વાલા માતાની જીભ દર્શાવે છે. અહીં દર્શન કરવા આવતા દરેક શ્રદ્ધાળુઓની મનોકામના માતા પૂર્ણ કરે છે. અહીં નવ જ્યોતિ વગર તેલ કે વાટ વગર પ્રગટી રહી છે. અહીં આવેલા આ મંદિરમાં કોઈ પ્રકારની મૂર્તિ નથી. પણ માતાજી અહીં જ્યોત સ્વરૂપે બીરાજમાન છે. જ્યોતની ભક્તો પૂજા કરી રહ્યા છે. 9 જ્યોત માતાજીના નવ જુદા જુદા સ્વરૂપ દર્શાવે છે. પ્રથમ જ્વાલા મહાકાલીની છે. જે ભક્તોને તમામ પ્રકારની મુશ્કેલીથી બચાવે છે.

બીજી જ્યોત માતા મહામાયાની છે. જેને ભક્તો અન્નપૂર્ણાથી ઓળખે છે. જે ઘરમાં અન્નપૂર્ણાના આશીર્વાદ હોય એ ઘરમાં ક્યારેય ધાન ખૂટતું નથી. ત્રીજી જ્યોત માતા ચંડીની છે. જેનાથી અસુરી શક્તિનો નાશ થાય છે. ચોથી જ્યોત માતા હિંગળાજ ભવાનીની છે. જેના આશીર્વાદથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. પાંચમી જ્યોત માતા વિન્ધ્યવાસિનીની છે. જેને મુક્તિ આપનારી માતા કહે છે. છઠ્ઠી જ્યોત માતા લક્ષ્મીની છે. જેની કૃપાથી ક્યારેય આર્થિક મુશ્કેલીઓ આવતી નથી. સાતમી જ્યોત સરસ્વતિ માતાની છે. જેના આશીર્વાદથી મુર્ખ પણ ચતુર બની જાય છે. આઠમી જ્યોત માતા અંબાની છે જેના આશીર્વાદથી જીવનમાં સુખની વૃદ્ધિ થાય છે. નવમી અને અંતિમ જ્યોત માતા અંજનીની છે. જે બધાની મનોકામના પૂરી કરે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.