અદાણી ગેસે CNGના ભાવમાં ₹8.13 અને PNGના ભાવમાં ₹5.06નો ઘટાડો કર્યો

CNG એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને PNG એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL)એ CNG અને PNGના ભાવમાં ઘટાડો કર્યો છે. આ સાથે મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ પણ દરમાં ઘટાડો કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ઘરેલુ કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટે એક નવી ફોર્મ્યુલાની જાહેરાત કરી છે. જે બાદ CNG અને PNGના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ATGLએ CNGની કિંમતમાં 8.13 રૂપિયા પ્રતિ કિલો અને PNGની કિંમતમાં 5.06 રૂપિયા પ્રતિ ઘન સેન્ટિમીટરનો ઘટાડો કર્યો છે. નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 થી અમલમાં આવી છે. ATGLએ એક અખબારી યાદી બહાર પાડીને CNG વાહનો અને રહેણાંક ઘરોને ગેસ સપ્લાય માટે APMને ઓછામાં ઓછી 4 ડૉલરની મર્યાદા અને 6.5 ડૉલર પ્રતિ MMBTUની મર્યાદાની સાથે  ભારતીય ક્રૂડ બાસ્કેટના 10 ટકા સાથે લિંક કરવાના ભારત સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી.

'અમારા અંતિમ ઉપભોક્તાઓને પ્રાધાન્ય આપવાની અમારી નીતિને અનુરૂપ, ATGLએ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાના લાભો મોટી સંખ્યામાં ઘરોમાં પહોંચાડવાનું નક્કી કર્યું છે.'

આ સાથે, ATGLએ ઔદ્યોગિક અને વ્યાપારી PNGની કિંમતોમાં 3 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટર સુધીનો ઘટાડો કર્યો છે.

ATGL દેશની સૌથી મોટી CGD કંપનીઓમાંની એક છે. જે હાલમાં દેશના 7 લાખ ઘરેલું, 4 હજાર કોમર્શિયલ, 2000 ઔદ્યોગિક ગ્રાહકોને CNG-PNG સપ્લાય કરે છે. આ સાથે કંપની પાસે દેશમાં 460 CNG સ્ટેશન પણ છે.

આ અગાઉ, મહાનગર ગેસ લિમિટેડ (MGL)એ 7 એપ્રિલે CNGના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયાનો ઘટાડો કરીને 79 રૂપિયા પ્રતિ કિલો કરી દીધો હતો. આ ઉપરાંત, કંપનીએ PNGની કિંમત પણ 5 રૂપિયા પ્રતિ SCM ઘટાડીને 49 રૂપિયા પ્રતિ SCM કરી છે.

goodreturns.in અનુસાર, CNG દિલ્હીમાં 79.56 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ છે. બીજી તરફ હૈદરાબાદમાં CNGની વર્તમાન કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.

નવી ફોર્મ્યુલા હેઠળ, સ્થાનિક કુદરતી ગેસની કિંમત હવે આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવશે. સ્થાનિક ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવની માસિક સરેરાશના 10% હશે. દર મહિને તેની જાણ કરવામાં આવશે.

નવી માર્ગદર્શિકાનો ઉદ્દેશ્ય ઘરેલું ગેસ ગ્રાહકો માટે સ્થિર ભાવોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે ઉત્પાદકોને બજારની પ્રતિકૂળ હિલચાલથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહનો સાથે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરે છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.