હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણીની કંપનીમા રોકાણ કરનારી સિંગાપોરની કંપનીનો પ્રતિભાવ

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછીથી જ ગૌતમ અદાણી માટે મુશ્કેલીનો પહાડ ઊભો થઈ ગયો છે. ગૌતમ અદાણીની કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઘણી કંપનીઓના શેરમાં તો લોઅર સર્કિટ પણ લાગી ગઈ છે. આ વચ્ચે ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સમાં રોકાણ કરનારી સિંગાપોરની કંપનીએ મહત્વની વાત કહી છે. સિંગાપોરની રોકાણકાર કંપની ટેમાસેક હોલ્ડીંગ્સ લિમિટેડ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં પોતાનું રોકાણ કાયમ રાખશે.

જોકે અમેરિકાની ફોરેન્સિક શોધ સંસ્થા અદાણી ગ્રુપ પર દગો કરવા માટે સતત નિશાનો સાધી રહી છે. ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સે સોમવારે સાર્વજનિક ક્ષેત્રની કંપનીના પ્રવક્તાના હવાલે કહ્યું કે ટેમાસેક અદાણી પોર્ટ્સમાં રોકાણકાર બનેલી રહેશે. અસલમાં ડિસેમ્બર 2022 સુધી ટેમાસેક અદાણી પોર્ટ્સમાં રોકાણ કરતી રહેશે. અસલમાં ડિસેમ્બરન સુધી ટેમાસેકના પ્રબંધન હેઠળ 496.59 અરબ અમેરિકન ડોલરની સંપત્તિઓ હતી. ટેમાસેકની પોતાની સહાયક કંપની કેમસ ઈન્વેસ્ટમેન્ટ્સ દ્વારા અદાણી પોર્ટ્સમાં માત્ર 1.2 ટકાથી થોડી વધારે ભાગીદારી છે.

ટેમાસેકે આ ભાગીદારી 2018માં 14.7 કરોડ સિગાપુરી ડોલરમાં ખરીદી હતી. તે અદાણી ગ્રુપ વિલ્મર દ્વારા ખાદ્ય તેલ અને ખાદ્ય કારોબારમાં પણ છે. આ ક્ષેત્રમાં સિંગાપુરમાં લિસ્ટેડ વિલ્મર ઈન્ટરનેશનલ સાથે સંયુક્ત કામ છે. અસલમાં હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો, જેના પછી સમૂહની કંપનીઓના શેરમાં છેલ્લા કેટલાંક દિવસોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

સોમવારે 30 જાન્યુઆરી 2023ના અદાણી પોર્ટ્સમાં ઘટાડો જોવા મળ્યો છે. શેર એનએસઈ પર 620 રૂપિયા પર ખુલ્યો હતો. જેના પછી બપોરે 1.30 વાગ્યા સુધીમાં શેરની કિંમત ઘટીને 580 રૂપિયાથી પણ નીચે આવી ગઈ હતી. આ સિવાય અદાણીના બાકીના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બે વર્ષની તપાસમાં એ જાણવા મળ્યું છે કે અદાણી ગ્રુપ દશકોથી શેરમાં ગડબડ અને લેખા-જોખાની હેરાફેરીમાં સામેલ છે.

હિંડનબર્ગ રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના ગ્રુપે પોતાની પ્રતિક્રિયાની શરૂઆત આ દાવા સાથે કરી હતી કે અમે મેડલ ઓફ મેનહટન છીએ. બર્નાડ લોરેન્સ મેડોફને પોંડી ગોટાળામાં 2008માં પકડી લઈને 150 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. જવાબમાં અદાણી કહ્યું હતું કે આ સમજી વિચારીને કરવામાં આવેલો ભારત પરનો હુમલો છે. આ આરોપો બીજું કંઈ નહીં પરંતુ માત્ર જૂઠ્ઠું છે.

About The Author

Related Posts

Top News

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.