- Business
- BYJU’Sના CEOની ઓફિસ અને ઘર પર EDના દરોડા, જાણો તપાસમાં શું-શું મળ્યું
BYJU’Sના CEOની ઓફિસ અને ઘર પર EDના દરોડા, જાણો તપાસમાં શું-શું મળ્યું

ઇન્ડિયન મલ્ટિનેશનલ એજ્યૂકેશન ટેક્નોલોજી કંપની BYJU’Sના CEO રવિન્દ્રન બાયજૂની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી કહેવામાં આવ્યું કે, શનિવારે એજ્યૂકેશન ટેક્નોલોજી સેક્ટરની મોટી કંપની BYJU’Sના CEO રવિન્દ્રન બાયજૂના બેંગલોર સ્થિત ઓફિસ અને રેસિડેન્શિયલ પરિસર પર છાપેમારી કરી અને ત્યાંથી આપત્તિજનક દસ્તાવેજ અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા છે.
ED તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી મુદ્રા સંચાલન અધિનિયમ (FEMA) હેઠળ 3 પરિસરો (2 કારોબારી અને એક રહેવાસી સ્થળ) પર છાપેમારી કરી. છાપેમારીની કાર્યવાહી બાયજૂ રવિન્દ્રન અને તેમની કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડના સ્થળો પર કરવામાં આવી. EDએ જણાવ્યું કે, તેણે અલગ-અલગ આપત્તિજનક દસ્તાવેજ અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી કેટલાક લોકો પાસેથી મળેલી અલગ-અલગ ફરિયાદોના આધાર પર કરવામાં આવી છે.
તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો કે, રવિન્દ્રન બાયજૂને ઘણા સમન્સ મોકલવામાં આવ્યા, પરંતુ તેઓ બચતા રહ્યા અને ક્યારેય ED સમક્ષ હાજર ન થયા. તપાસ દરમિયાન જોવા મળ્યું કે, રવિન્દ્રન બાયજૂની કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડને વર્ષ 2011 થી વર્ષ 2023 દરમિયાન પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) હેઠળ લગભગ 28 હજાર કરોડ રૂપિયા મળ્યા. એજન્સીએ કહ્યું કે, કંપનીએ પણ આ અવધિ દરમિયાન પ્રત્યક્ષ વિદેશી રોકાણના નામ પર અલગ-અલગ પ્રાધિકારોને લગભગ 9754 કરોડ રૂપિયા મોકલ્યા.
તો આ બાબતે બાયજૂનું કહેવું છે કે EDના અધિકારીઓની એક ટીમ તેમની બેંગલોર ઓફિસ પર પહોંચી હતી, જે FEMA હેઠળ એક રૂટિન ઇન્ક્વાયરી હતી. તેમની પાસે જે જાણકારી અને દસ્તાવેજ માગવામાં આવ્યા, તેમને ઉપલબ્ધ કરવી દીધા છે. કંપની દરેક તપાસમાં સહયોગ કરી રહી છે. તેમની પાસેથી જે પણ જાણકારી માગવામાં આવશે, તેઓ તેને ફોલો કરશે. અમે અધિકારીઓ સાથે પૂરી રીતે પારદર્શી રહ્યા છીએ અને તેમના દ્વારા માગવામાં આવેલી બધી જાણકારી આપી છે.
તેમણે આગળ કહ્યું કે, અમારી પાસે પોતાની સત્યનિષ્ઠા સિવાય બીજું કશું જ નથી. અમે અનુપાલન અને નૈતિકતાના ઉચ્ચ માનાંકોને કાયમ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. હાલમાં જ હરુને ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2023ના રિપોર્ટમાં BYJU’S દુનિયાભરના એ ટોપ-10 યુનિકોર્ન સ્ટાર્ટ-અપ્સમાં સામેલ કરવામાં આવી હતી, જેની વેલ્યૂએશનમાં કોરોના મહામારી પહેલાના સમયથી જ ભારે ઉછાળ જોવા મળતો. હરુન મુજબ, આ ભારતીય કંપનીની કિંમત 2 અબજ ડૉલર આંકવામાં આવી છે.