ATMથી લઈને રેલવે ટિકિટ સુધી... આજથી દેશમાં લાગુ થયા આ 5 મોટા ફેરફારો

આજથી મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી જ તારીખથી જ દેશમાં અનેક પ્રકારના ફેરફારો (Rule Change from 1 May) લાગુ કરવામાં આવ્યા છે, જેની અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. જી હા. 1 મે, 2025 થી લાગુ થયેલા ફેરફારો પર નજર કરીએ તો, એક તરફ, ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થઈ ગયા છે (ATM Fee Hike) અને કેશ વિડ્રોલ માટે વધુ ચાર્જ ચૂકવવો પડશે, તો બીજી તરફ, ભારતીય રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો આવા 6 મોટા ફેરફારો વિશે વિગતવાર જાણીએ.

Rule-Change1
hindustantimes.com

પહેલો ફેરફાર- ATM માંથી પૈસા ઉપાડવા થયા મોંઘા

આજથી, 1મે 2025 થી, જો તમે રોકડ ઉપાડવા માટે ATM મશીનનો ઉપયોગ કરો છો, તો તમારે વધુ ચાર્જ ચૂકવવો પડશે. હકીકતમાં, રિઝર્વ બેંક (RBI) એ તાજેતરમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના પ્રસ્તાવ પર ફી વધારવાની મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં પહેલી તારીખથી, જો ગ્રાહકો તેમના હોમ બેંકના એટીએમને બદલે અન્ય નેટવર્ક બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડે છે, તો તેમને દરેક વ્યવહાર માટે 17 રૂપિયાને બદલે 19 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત, જો કોઈપણ અન્ય બેંકના ATMમાંથી બેલેન્સ ચેક કરવા પર 6 રૂપિયાને બદલે 7 રૂપિયાનો ચાર્જ લાગશે. 

આ ઉપરાંત, ઘણી મોટી બેંકોએ પોતાની વેબાઈટ પર ફ્રી લિમિટ પછી ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જ વિશે માહિતી આપવાનું શરૂ કર્યું છે. HDFC બેંકની વેબસાઇટ અનુસાર, ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટથી વધુ વ્યવહારો માટે 1 મે, 2025 થી 21 રૂપિયા + ટેક્સની ATM ટ્રાન્ઝેક્શન ફી વધારીને 23 રૂપિયા + ટેક્સ કરવામાં આવશે. તો, PNB અને IndusInd બેંકના ATM માંથી રોકડ ઉપાડ પર 23 રૂપિયાનો ચાર્જ લાગશે.

Rule-Change-2
businesstoday.in

બીજો ફેરફાર- રેલ્વેએ બદલ્યો આ નિયમ
 
1મે, 2025થી લાગુ થનાર બીજો ફેરફાર ભારતીય રેલ્વે સાથે સંબંધિત છે. વાસ્તવમાં, રેલ્વે ટિકિટ બુકિંગ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને હવે વેઇટિંગ ટિકિટ ફક્ત સામાન્ય કોચમાં જ માન્ય રહેશે. મતલબ કે તમે વેઇટિંગ ટિકિટ સાથે સ્લીપર કોચમાં મુસાફરી કરી શકતા નથી. એડવાન્સ રિઝર્વેશનનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે.

ત્રીજો ફેરફાર- 11 રાજ્યોમાં RRB યોજના 

મે મહિનાના પહેલા દિવસે બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હકીકતમાં, 'એક રાજ્ય-એક આરઆરબી' યોજના દેશના 11 રાજ્યોમાં 1 મે, 2025 થી પ્રસ્તાવિત છે, જેનો અમલ આજથી થઈ શકે છે. આ અંતર્ગત, દરેક રાજ્યમાં તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકોને જોડીને એક મોટી બેંકની રચના કરવામાં આવશે. આનાથી બેંકિંગ સેવાઓ વધુ સારી બનશે અને ગ્રાહકોને પહેલા કરતાં વધુ સુવિધાઓનો લાભ મળી શકશે. આ ફેરફાર યુપી, આંધ્રપ્રદેશ, ગુજરાત, એમપી સહિત અન્ય રાજ્યોમાં લાગુ કરી શકાય છે. 

ચોથો ફેરફાર - અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો 

અમુલે દૂધના ભાવમાં વધારો (Amul Milk Price Hike) જાહેર કર્યો છે. અમૂલ દૂધ ઉત્પાદનોના નવા દર આજથી એટલે કે 1 મે 2025 થી અમલમાં આવ્યા છે. અમૂલના જણાવ્યા અનુસાર, દેશભરમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મધર ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો હતો.  

પાંચમો ફેરફાર - 12 દિવસની બેંક હોલિડે

જો તમારે મે મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય, તો RBI દ્વારા જારી કરાયેલ બેંક હોલિડેની યાદી તપાસ્યા પછી જ ઘરની બહાર નીકળો, ક્યંક એવું ના થાય કે તમે બ્રાંચ પહોંચો અને ત્યાં તાળું લટકેલું જોવો. વાસ્તવમાં, મે મહિનાની બેંક હોલિડે લિસ્ટ મુજબ, વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોને કારણે કુલ 12 દિવસ બેંક બંધ રહેશે. 

તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે જનતાની નજર LPG સિલિન્ડરના ભાવમાં થતા ફેરફાર પર ટકેલી હોય છે, પરંતુ પહેલી મેના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડર અને 19  કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ યથાવત રાખ્યા છે, એટલે કે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, RBI દ્વારા સતત બે વાર રેપો રેટમાં 0.50% ઘટાડો કર્યા પછી, ઘણી બેંકોએ તેમના FD વ્યાજ દર ઘટાડ્યા હતા અને ઘણી બેંકો મેની શરૂઆતમાં પણ FD વ્યાજ દર ઘટાડી શકે છે. 

Top News

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે...
Entertainment 
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
Copyright (c) Khabarchhe All Rights Reserved.