- Business
- કાચા તેલના ભાવમાં એટલો ઘટાડો થયો છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ 14 રૂપિયા ઘટી શકે
કાચા તેલના ભાવમાં એટલો ઘટાડો થયો છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ 14 રૂપિયા ઘટી શકે
કાચા તેલના ભાવ તુટવાના કારણે દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં 14 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે. ઇન્ટરનેશનલ બજારમાં કાચા તેલના ભાવ જાન્યુઆરીના નીચલા સ્તર પર છે. હવે તે 81 ડોલરની નીચે આવી ગયા છે. અમેરિકન ક્રુડ 74 ડોલર પ્રતિ બેરલની નજીક આવી ગયા છે. કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો આવવાથી ભારતીય રિફાઇનરીઓ માટે કાચા તેલની એવરેજ કિંમત ઘટીને 82 ડોલર પ્રતિ બેરલ રહી ગઇ છે. માર્ચમાં તે 112.8 ડોલર હતી. આ હિસાબે 8 મહિનામાં રિફાઇનિંગ કંપનીઓ માટે કાચા તેલના ભાવ 31 ડોલર એટલે કે, લગભગ 27 ટકા જેટલા તુટી ગયા છે.
ક્રુડમાં 1 ડોલરનો ઘટાડો આવવા પર તેલ કંપનીને રિફાઇનિંગ પ્રતિ લિટર 45 પૈસાની બચત થાય છે. આ હિસાબે પેટ્રોલ અને ડીઝલના ભાવ 14 રૂપિયા પ્રિત લીટર સુધી ઓછા થવા જોઇએ. જોકે, નિષ્ણાંતોના આધારે આ ઘટાડો એક વખતમાં ન થશે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાના ત્રણ કારણો
- ઓઇલ કંપનીઓને પ્રતિ બેરલ 245 રૂપિયાની બચત
હાલ દેશમાં પેટ્રોલ અને ડીઝલની જે કિંમતો છે, તેના હિસાબે ક્રુડ ઓઇલનું ઇન્ડિયન બાસ્કેટ લગભગ 85 ડોલર પ્રતિ બેરલ હોવું જોઇએ, પણ, તે 82 ડોલરની આસપાસ આવી ગયું છે. આ ભાવ પર ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પ્રતિ બેરલ રિફાઇનિંગ પર લગભગ 245 રૂપિયાની બચત થશે.
- ઓઇલ કંપનીઓને થઇ રહીલી ખોટ ખતમ થઇ
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે સરકારી તેલ કંપનીઓને પેટ્રોલના વેચાણ પર નફો થવા લાગશે, પણ ડીઝલ પર હજુ પણ 4 રૂપિયા પ્રતિ લિટરની ખોટ આવી રહી છે. ત્યારથી અત્યાર સુધી બ્રેન્ટ ક્રુડ લગભગ 10 ટકા સસ્તું થઇ ગયું છે. એવામાં કંપનીઓ ડીઝલના વેચાણમાં પણ આવી ગઇ છે.
- 70 ડોલરની તરફ વધી રહ્યું છે કાચું તેલ, વધુ રાહત મળશે
પેટ્રોલિયમ એક્સપર્ટ નરેન્દ્ર તનેજાએ કહ્યું કે, બ્રેન્ટ ઝડપથી 70 ડોલરની તરફ આગળ વધી રહ્યું છે. તેનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ જરૂર ઓછા થશે, પણ થોડો સમય લાગશે. તેલ આયાતથી લઇને રિફાઇનિંગ સુધની સાઇકલ 30 દિવસની હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવની એક મહિના બાદ અસર દેખાય છે.

દેશમાં તેલના ભાવ લગભગ પાછલા 6 મહિનાથી સ્થિર છે. જોકે, જુલાઇમાં મહારાષ્ટ્રમાં પેટ્રોલ જરૂર પાંચ રૂપિયા અને ડીઝલ ત્રણ રૂપિયા સસ્તું થયું હતું, પણ બાકી રાજ્યોમાં ભાવ તેમના તેમ જ છે.
મુખ્ય રૂપે 4 વાતો પર નિર્ભર કરે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ
- કાચા તેલની કિંમત
- રૂપિયાની સરખામણીમાં અમેરિકન ડોલરની કિંમત
- કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતો ટેક્સ
- દેશમાં ફ્યુઅલની માગ
ભારત પોતાની જરૂરનું 85 ટકા કાચુ તેલ આયાત કરે છે. તેની કિંમત આપણે ડોલરમાં ચૂકવવી પડે છે. એવામાં કાચા તેલની કિંમત વધવાથી અને ડોલરના મજબૂત થવાથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવા લાગે છે. કાચું તેલ બેરલમાં આવે છે. એક બેરલમાં 159 લીટર કાચું તેલ હોય છે.
જૂન, 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નિર્ધારિત કરતી હતી એને દર 15 દિવસમાં તેને બદલવામાં આવતી હતી. 26મી જૂન, 2010 બાદ સરકાર પેટ્રોલની કિંમતોનું નિર્ધારણ ઓઇલ કંપનીઓ ઉપર છોડી દીધું છે. એ જ રીતે ઓક્ટોબર, 2014 સુધી ડીઝલની કિંમત પણ સરકાર નિર્ધારિત કરતી હતી.
19મી ઓક્ટોબર 2014થી સરકારે આ કામ પણ ઓઇલ કંપનીઓને જ સોંપી દીધું છે. હાલ ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ ડીઝલના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને અન્ય કેટલીક વસ્તુઓને ધ્યાનમાં રાખતા રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમત નિર્ધારિત કરે છે.

