આ 4 શેરોમાં બની રહ્યું છે ગોલ્ડન ક્રોસ ઓવર,તેજીના સંકેત વાળી આ પેટર્ન વિશે જાણો

શુક્રવારે શેરબજારનો ઇન્ડેક્સ ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો.BSE સેન્સેક્સ 847 પોઈન્ટના વધારા સાથે 72548.65 પર બંધ રહ્યો હતો અને નિફ્ટી-50 247 પોઇન્ટ વધીને 21,894.55 સ્તરની ઉપર બંધ રહ્યો હતો. શેરબજારના ચાર્ટીસ્ટનું કહેવું છે કે આ 4 શેરોમાં ગોલ્ડન ક્રોસ ઓવરની મુવમેન્ટ બની રહી છે, જે તેજીના સંકેત આપે છે. ગોલ્ડ ક્રોસ ઓવર શું હોય છે તે વિશે અમે તમને સમજાવીશું.

શેરબજારમાં રોકાણ કરતા નિષ્ણાતો અને ટ્રેડર્સ ઘણીવાર ટેક્નિકલ ચાર્ટ પર એક પેટર્ન જુએ છે અને શેરમાં રોકાણ કરે છે અને બમ્પર નફો કમાય છે. જો આ સમયે શેરોમાં રોકાણની વાત કરીએ તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત આ ચાર શેર્સમાં ગોલ્ડન ક્રોસઓવર પેટર્ન રચાઈ રહી છે, જે દર્શાવે છે કે આ શેરોમાં આગામી દિવસોમાં તેજી જોવા મળી શકે છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ચાર શેરો એવા છે કે જેનું માર્કેટ કેપ રૂ. 100 કરોડથી વધુ છે અને તેમના ચાર્ટમાં ગોલ્ડન ક્રોસઓવર પેટર્ન બની રહી છે. ટેકનિકલ સ્કેન ડેટા અનુસાર આ માહિતી પ્રાપ્ત થઈ છે.

ગોલ્ડન ક્રોસઓવર એ એક મહત્વપૂર્ણ ટેક્નિકલ ઇન્ડીકેટર છે જે દર્શાવે છે કે આ શેરોમાં વધારો થવાનો છે. સ્ટોકના ટેક્નિકલ ચાર્ટ પર ગોલ્ડન ક્રોસઓવર થાય છે જ્યારે ટૂંકા ગાળાની મૂવિંગ એવરેજ લાંબા ગાળાની મૂવિંગ એવરેજને ઉપર તરફ વટાવે છે. આ શેરોની 50 દિવસની સરળ મૂવિંગ એવરેજ 11 જાન્યુઆરીએ તેમની 200 દિવસની સરળ મૂવિંગ એવરેજને વટાવી ગઈ છે, જેને ગોલ્ડન ક્રોસઓવર કહેવામાં આવે છે.

જેમાં ગોલ્ડન ક્રોસ ઓવર બની રહ્યું છે તેવા શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસએમએસ લાઇફ સાયન્સ, ઓલ કાર્ગો લોજિસ્ટિક્સ અને રોયલ ઓર્કિડ હોટેલ વગેરેનો સમાવેશ થાય છે. શેરબજારના નિષ્ણાતો કહે છે કે ગોલ્ડન ક્રોસઓવરની રચનાને કારણે ઓલ કાર્ગો લોજિસ્ટિક્સના શેર ખરીદી શકાય છે કારણ કે તેના શેરમાં વધારો થવાની ધારણા છે. આ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ ગોલ્ડન ક્રોસઓવર થઈ રહ્યો છે. એસએમએસ લાઇફ સાયન્સના શેર હાલમાં રૂ. 586ના સ્તરની આસપાસ કામ કરી રહ્યા છે જેમાં ગોલ્ડન ક્રોસઓવર બની રહ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરનો ભાવ શુક્રવારે 2740 પર બંધ રહ્યો હતો. તાજેતરમાં વિદેશી બ્રોકેરજ હાઉસ જેફરીએ પણ રિલાયન્સના શેરમાં 2024માં તેજી રહેવાની ધારણા વ્યક્ત કરી હતી.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું.

About The Author

Top News

પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સર્વિસ પરીક્ષા 2024ના પરિણામો જાહેર કર્યા. આમાં, UPના...
Education 
પંચર રિપેર કરતા પિતાના પુત્રએ IAS પરીક્ષા પાસ કરી, ઇકબાલ અહેમદની એક પ્રેરણારૂપ વાર્તા

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને તેમના પત્ની ઉષા ચિલુકુરી 4 દિવસના ભારત પ્રવાસે આવેલા છે સાથે તેમના બાળકો ઇવાન, વિવેક...
World 
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ભારતીય મૂળના ઉષાની લવ સ્ટોરી જાણો

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને સમાજમાં મહિલાઓ વિશેની વિચારધારામાં બદલાવ લાવવાની જરૂરિયાત પર ભાર...
National 
સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવો દો, તેમની પર વોચ ન રાખો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-04-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. તમે તમારા અટકેલા કામને સંભાળી લેશો અને તેને જ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.