શું UPI પેમેન્ટ્સ પર લાગશે ચાર્જ? રૂ. 2,000થી વધુની ચૂકવણીઓ પર મર્ચન્ટ ફી લાદવાનું વિચારી રહી છે સરકાર

ભારતમાં ડિજિટલ ક્રાંતિની કરોડરજ્જુ બની ગયેલા UPI અંગે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકાર મોટા કોર્પોરેટ અને વ્યવસાયિક સંસ્થાઓ માટે કરવામાં આવતી ₹2,000થી વધુની UPI ચૂકવણીઓ પર મર્ચન્ટ ફીસ  એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાદવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. જો આ દરખાસ્ત મંજૂર થાય છે, તો આ દરખાસ્ત દેશના ડિજિટલ ચૂકવણી ઇકોસિસ્ટમમાં અત્યાર સુધીની સૌથી મોટો નીતિગત ફેરફાર હોઇ શકે છે. તમને જણાવી દઇએ કે UPI ફી સંબંધિત કેવા પ્રકારના સમાચારો આવ્યા છે.

મનીકન્ટ્રોલના રિપોર્ટ મુજબ, સરકાર મોટા વેપારીઓને કરવામાં આવતી UPI ચૂકવણીઓ પર વેપારી ડિસ્કાઉન્ટ રેટ (MDR)ના અમલીકરણ પર વિચાર કરી રહી છે. આ ફી 0.5 ટકાથી ઓછી હોઈ શકે છે અને ₹2,000 થી વધુના વ્યવહારો પર લાગૂ થઇ શકે છે. MDR એ ફી છે, જે બેન્ક રીઅલ-ટાઇમ ડિજિટલ વ્યવહારો પર પ્રક્રિયા કરવા માટે વસૂલે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ મીડિયા અહેવાલોમાં જણાવ્યું હતું કે, હાલમાં સરકાર આ દરખાસ્ત પર વિચાર કરી રહી છે અને આના પર બે અઠવાડિયામાં નિર્ણય થવાની અપેક્ષા છે. MDR ફક્ત મોટા વેપારીઓ અને વ્યવસાયો પર લાગૂ થશે.

UPI-Payment1
ddindia.co.in

એક અન્ય સરકારી અધિકારીએ સ્પષ્ટતા કરી કે આ દરખાસ્તમાં ગ્રાહકો પાસેથી UPI વ્યવહારો માટે શુલ્ક વસૂલવાની વાત સામેલ નથી. અધિકારીએ જણાવ્યું હતું કે MDRનો ઉદ્દેશ્ય UPI વ્યવહારો માટે ગ્રાહકો પર શુલ્ક વસૂલવાનો નથી; તેના બદલે વાતચીત મર્ચન્ટ સાઇડ ઇકોનોમિક્સ અને પેમેન્ટ ઇકોસિસ્ટમની સસ્ટેનેબિલિટી (ટકાઉપણાં) પર કેન્દ્રિત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, UPIનું ઝડપથી વિસ્તરણ થયું છે, પરંતુ તેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જાળવી રાખવામાં બેંકો અને પેમેન્ટ ઇકોસિસ્ટમમાં સાથે જોડાયેલા અન્ય લોકોના ખર્ચમાં પણ વધારો થયો છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મોડેલ સમય જતાં વ્યાવસાયિક રીતે ટકાઉ બનવાની અપેક્ષા છે.

હાલમાં, કેન્દ્ર સરકાર ₹2,000 સુધીના ઓછા મૂલ્યના UPI વ્યવહારો માટે બેંકો અને અન્ય પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરોને પ્રોત્સાહન આપે છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને અલગ-અલગ પ્રકારના લોકો વચ્ચે આપનાવવામાં તેજી લાવવા નાણાકીય વ્યવહારોને આધુનિક બનાવવા અને નાણાકીય સમાવેશનને પ્રોત્સાહન આપવા માટે 2021-22 નાણાકીય વર્ષમાં RuPay ડેબિટ કાર્ડ્સ અને ઓછા મૂલ્યના BHIM-UPI વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવી હતી.

UPI-Payment6
mindgate.solutions
UPI-Payment
mindgate.solutions

12 માર્ચ, 2026ના રોજ સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ વ્યવહારોને સસ્તા અને વધારે લોકો સુધી પહોંચાડવા માટે 'ઝીરો MDR' લાગુ કરવામાં આવ્યું હતું. જોકે, અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે MDRના અભાવે UPI ઇકોસિસ્ટમ નાણાકીય રીતે ટકાઉ નથી રહી. સમિતિએ કહ્યું કે, ભારતની ડેમેગ્રાફિક્સ, આર્થિક વૃદ્ધિ અને ભૌગોલિક પહોંચને કારણે આગામી વર્ષોમાં UPIનું દસ ગણું હોઇ શકે છે.

એવો અંદાજ છે કે પ્લેટફોર્મ આગામી પાંચથી સાત વર્ષમાં બીજા 600 મિલિયન વપરાશકર્તાઓ ઉમેરી શકે છે અને દર મહિને 100-150 અબજ વ્યવહારો પ્રક્રિયા કરી શકે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, UPIની ધીમી થતી વિકાસ ગતિ અને સ્ટ્રક્ચરલ ફંડિંગ ગેપને કારણે આ સ્તર સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે, જેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા અને મર્ચન્ટ ઓનબોર્ડિંગમાં ઇકોસિસ્ટમનું રોકાણને મર્યાદિત થઇ જાય છે.

About The Author

Top News

મોનસૂન સેશનમાં 7 બિલ રજૂ કરશે સરકાર, 'વંદે માતરમ'ના મુદ્દા પર ગરમાગરમી થવાની સંભાવના

સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાનું છે, અને આ વખતે કેન્દ્ર સરકાર 7 મુખ્ય બિલ રજૂ કરશે. આમાંથી બે બિલ...
National 
મોનસૂન સેશનમાં 7 બિલ રજૂ કરશે  સરકાર, 'વંદે માતરમ'ના મુદ્દા પર ગરમાગરમી થવાની સંભાવના

શું ચલણી નોટો પ્લાસ્ટિકની થવાની છે? RBIએ પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ માટે ટેન્ડર બહાર પાડ્યું!

ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં પ્લાસ્ટિક નોટો ચલણમાં લાવવાની તૈયારી કરી રહી છે અને પોલિમર સબસ્ટ્રેટ શીટ્સના પુરવઠા માટે...
Business 
શું ચલણી નોટો પ્લાસ્ટિકની થવાની છે? RBIએ પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ માટે ટેન્ડર બહાર પાડ્યું!

કેનેડાની સરકારે ભારતીયોને આપ્યો મોટો ઝટકો, હવે માતા-પિતાને નહીં મળે PR

કેનેડા સરકારે ઇમિગ્રેશન નિયમોમાં મોટા ફેરફાર કરતા પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરન્ટ્સ પ્રોગ્રામ (PGP) માટે નવી અરજીઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી...
World 
કેનેડાની સરકારે ભારતીયોને આપ્યો મોટો ઝટકો, હવે માતા-પિતાને નહીં મળે PR

Vivoનો નવો 5G ફોન લોન્ચ, 6500mAh બેટરી, મિલિટરી-ગ્રેડ ડ્યૂરેબિલિટી, કિંમત 20 હજાર

Vivoએ ભારતીય બજારમાં તેનો નવો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે, જેને કંપનીએ Vivo T5 Lite 5G તરીકે રજૂ...
Tech and Auto 
Vivoનો નવો 5G ફોન લોન્ચ, 6500mAh બેટરી, મિલિટરી-ગ્રેડ ડ્યૂરેબિલિટી, કિંમત 20 હજાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.