શું ચલણી નોટો પ્લાસ્ટિકની થવાની છે? RBIએ પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ માટે ટેન્ડર બહાર પાડ્યું!

ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશમાં પ્લાસ્ટિક નોટો ચલણમાં લાવવાની તૈયારી કરી રહી છે અને પોલિમર સબસ્ટ્રેટ શીટ્સના પુરવઠા માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડ્યું છે. આ નોટો કાગળના ચલણ કરતાં વધુ ટકાઉ હશે, અને ટૂંક સમયમાં રૂ 10- રૂ. 20ની નોટો સાથે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.

ભારતમાં ટૂંક સમયમાં પ્લાસ્ટિક નોટો કાગળની નોટોનું સ્થાન લેશે! હાલમાં જ સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) પોલિમર નોટો ચલણમાં લાવવાની તૈયારી કરી રહી છે. હવે, મીડિયા સૂત્રો અનુસાર, RBI ટૂંક સમયમાં દેશમાં પોલિમર નોટો રજૂ કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી રહી છે, અને તેના માટે ખુબ મોટા પ્રમાણમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

RBI-Plastic-Currency2
facebook.com

દેશની ચલણ પ્રણાલીમાં મોટા સુધારા તરફ એક પગલું ભરતા, RBIએ પોલિમર નોટોને ચલણમાં લાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. મીડિયા સૂત્રોએ નજીકના સત્તાવાર સૂત્રોનો ઉલ્લેખ કરીને અહેવાલ આપ્યો છે કે, આ પ્રોજેક્ટ હેઠળ, RBIના નોટ પ્રિન્ટિંગ આર્મ દ્વારા નોટો છાપવા માટે ઓપેસિફાઇડ પોલિમર સબસ્ટ્રેટ શીટ્સ (પ્લાસ્ટિક નોટો બનાવવા માટે વપરાતી મૂળ સામગ્રી) માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે EOI હેઠળ બિડ સબમિટ કરવાની અંતિમ તારીખ 18 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, ભારતીય રિઝર્વ બેંકે પોલિમર નોટોને ચલણમાં લાવવા માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે. એવી અપેક્ષા છે કે તેઓ રૂ. 10 રૂ. 20ની નોટોથી આવા ચલણની શરૂઆત કરશે. જોકે, તેમના ચલણમાં આવવાની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. મીડિયા અહેવાલો અનુસાર, પ્લાસ્ટિક નોટોનો સંપૂર્ણ પાયે રોલઆઉટ 2027માં શરૂ થઈ શકે છે.

RBI-Plastic-Currency
zoomnews.in

પ્લાસ્ટિક નોટો કાગળના ચલણ કરતાં વધુ ટકાઉ હોય છે. તેઓ કાગળની નોટો કરતાં ગંદકી અને ભેજ માટે ઓછી સંવેદનશીલ હોય છે, જેના પરિણામે તેમની શેલ્ફ લાઇફ લાંબી હોય છે. જોકે પ્લાસ્ટિક નોટો છાપવાનો પ્રારંભિક ખર્ચ હાલની નોટો કરતાં વધુ હોઈ શકે છે, તેમનું લાંબું સેલ્ફ-લાઇફ હોવાને કારણે વારંવાર છાપવાની જરૂરિયાત પડતી નથી. આનાથી સમય જતાં ખર્ચમાં ઘટાડો થઈ શકે છે.

આ પહેલી વાર નથી જ્યારે RBIએ પોલિમર નોટો રજૂ કરવાનો પ્રયાસ કર્યો હોય. અહીં તમને બતાવી દઈએ કે, વિશ્વભરના લગભગ 60 દેશોમાં પોલિમર નોટો ચલણમાં છે. તે સૌપ્રથમ ઓસ્ટ્રેલિયામાં શરૂ થઈ હતી, ત્યારપછી કેનેડા, યુનાઇટેડ કિંગડમ, સિંગાપોર, ન્યુઝીલેન્ડ, મલેશિયા, થાઇલેન્ડ, રોમાનિયા અને બ્રુનેઈનો સમાવેશ થાય છે. હવે, તેમને ભારતમાં પણ રજૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.