હોટેલ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપની Yanolja Cloud Solutionની નવી ઓફિસ સુરતમાં

સુરત, ગુજરાત, 30 સપ્ટેમ્બર, 2024 હોસ્પિટાલિટી ટેક્નોલોજીમાં વૈશ્વિક અગ્રણી અને દેશની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપની Yanolja
Cloud Solution (YCS) તેનું નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જુનોમોનેટા ટાવર સૂરત ખાતે ખસેડી. આ અત્યાધુનિક ઓફિસ, 30 સપ્ટેમ્બર 2024થી શરૂ થતા આઇટી હબ તરીકે ઊભરી રહેલા સૂરતમાં વધુ એક મોરપીચ્છ ઉમેરાશે.

Yanolja Cloud Solution (YCS) કટીંગ-એજ ક્લાઉડ-આધારિત સોલ્યુશન્સ આપતી ગ્લોબલ લેવલે વિશ્વાસપાત્ર કંપની છે. હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેક્ટરમાં સતત ઇનોવેશન માટે જાણીતી કંપની છે. તેનું આ પગલું કંપનીની મહત્વાકાંક્ષી ગ્રોથ સ્ટ્રેટેજી અને દુનિયામાં ટોપ સોલ્યૂશન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પહેલથી કંપની કોલાબોરેશન, ઇનોવેશન અને એફિશિયેન્સીમાં નવી ઊંચાઇઓ સર કરશે. Yanolja Cloud Solution (YCS) હોટલો અને રિસોર્ટ્સની કામગીરીઓને વધુ સક્ષમ બનાવવા, તેમની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય અને તેમને વધુમાં વધુ નફો મળી શકે તથા તેમના મહેમાનોને ઉત્તમ સેવા મળે તેમાં વધુ
સારી મદદ કરી શકશે.

આ પ્રસંગે કંપનીના સી.ઇ.ઓ એજાઝ સોડાવાલાએ કહ્યું કે Yanolja Cloud Solution (YCS)માં અમે હોટેલ્સને એવા ક્લાઉડ આધારિત આઇટી સોલ્યૂશન્સ આપીએ છીએ જેનાથી તેઓ જે સુવિધાઓ આપે છે તે વધુ સારી રીતે આપી શકે અને તેમના મહેમાનોને શાનદાર અનુભવ મળે. આ ઉપરાંત હોટેલ્સના નફામાં પણ વધારો થાય. અમારી કંપની આ ક્ષેત્રે દુનિયાભરમાં અગ્રણી છે અને દેશની સૌથી મોટી કંપની છે.

“અમારી નવી ઓફિસ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના અમારા મિશનમાં એક મોટી છલાંગ છે. આનાથી દેશના નવા આઇટી હબ તરીકે વિકસી રહેલા સુરતની ગ્રોથ સ્ટોરીને પ્રોત્સાહન મળશે, તેમ એજાઝ સોડાવાલાએ વધુમાં કહ્યું હતું. સુરતમાં જુનોમોનેટા ટાવર ખાતે કંપનીના હેડક્વાર્ટર્સનું સ્થળાંતર એ YCSના વ્યાપને વધુ ઊંચાઈ પર લઇ જવા સાથે આંતરિક વૃદ્ધિ પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે હીરા અને કાપડ ઉદ્યોગો માટે જાણીતું, સુરત હવે
IT ની મોટી કંપનીઓને આકર્ષિત કરી રહ્યું છે તે પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને ડાયનેમિક અને ફોરવર્ડ થિંકિંગ ટેકનોલોજી હબ તરીકે વિકસી રહ્યું છે.
ટેક-ફોરવર્ડ સિટી તરીકે સુરતનો વિકાસ થઇ રહ્યો છે જે શહેરને ભારતના વ્યાપક IT સેક્ટરમાં અગ્રણી પ્લેયર તરીકે સ્થાન આપે છે. આનાથી સૂરતના સ્થાનિક આઇટી ટેલેન્ટને પણ ઘરઆંગણે ગ્લોબલ પ્લેટફોર્મમાં કામ કરવાની તક મળી શકશે.

જુનોમોનેટા ટાવરમાં શરૂ કરાયેલી આધુનિક વર્લ્ડક્લાસ ઓફિસ Yanolja Cloud Solution (YCS) ની વિસ્તરી રહેલી ટીમ પોતાની ક્ષમતાઓને પૂરો ઉપયોગ કરવાનો માહોલ આપશે. આ સેક્ટરમાં કટીંગ-એજને સોલ્યૂશન આપે તે માટે ડિઝાઇન કરવામાં આવી છે. Yanolja તેના વૈશ્વિક ક્લાયન્ટ બેઝને વધુ સારી રીતે સેવા આપી શકશે. ક્લાયન્ટ્સને વધુ ઝડપથી ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપી શકશે.

-યાનોલ્જા ક્લાઉડ સોલ્યુશન વિશે: Yanolja Cloud Solution (YCS) વિશ્વભરમાં હોસ્પિટાલિટી ટેક્નોલોજી આપનાર અગ્રણી કંપનીઓમાંની એક છે અને હોટેલ અને રેસ્ટોરન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ ઓફર કરે છે.યાનોલ્જા ગ્રુપ દ્વારા હસ્તગત - દક્ષિણ કોરિયાની ટ્રાવેલ ટેક યુનિકોર્ન છે. eZee, GGT અને SanhaIT જેવી સભ્ય કંપનીઓના તેના વધતા પોર્ટફોલિયો સાથે આજે YCS એ ભારતની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી અને અગ્રણી વૈશ્વિક ક્લાઉડ હોટેલ સોલ્યુશન આપનાર કંપની છે.

About The Author

Top News

આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

આવકવેરા વિભાગે મંગળવારે તેના પોર્ટલ પર ઇ-પે ટેક્સ સુવિધા શરૂ કરી. તેના શરૂઆત થવાથી કરદાતાઓ માટે કર ચૂકવવાનું ખૂબ સરળ...
Money 
આવકવેરા વિભાગે પોર્ટલ પર 'ઈ-પે ટેક્સ' સુવિધા શરૂ કરી, કરદાતાઓને મળશે આ સુવિધા

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.