- Business
- પૈસા તૈયાર રાખજો! આગામી અઠવાડિયે IPOની મચાશે ધૂમ, કમાણી માટે ખુલી રહી છે આ 6 મોટી તકો
પૈસા તૈયાર રાખજો! આગામી અઠવાડિયે IPOની મચાશે ધૂમ, કમાણી માટે ખુલી રહી છે આ 6 મોટી તકો
જો તમે શેરબજારમાં રોકાણ કરો છો અને સારી તકો શોધી રહ્યા છો, તો તમારી પૂંજી તૈયાર રાખજો. વર્ષનું આગામી અઠવાડિયું એટલે કે 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી બજાર માટે ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે. પ્રાથમિક બજાર ફરી એકવાર તેજીમાં આવવાનું છે. આગામી અઠવાડિયે, માત્ર એક કે બે નહીં, પરંતુ 6 કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે. આમાં ટેક્નોલોજીથી લઈને ઉત્પાદન અને ઉર્જા ક્ષેત્ર સુધીની કંપનીઓનો સમાવેશ થાય છે. રોકાણકારો પાસે વિવિધ પ્રાઇસ બેન્ડ અને ક્ષેત્રોમાં રોકાણ કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે.
આગામી અઠવાડિયે ખુલનારા આ IPOમાં, એક મેનબોર્ડ IPO છે, જ્યારે 5 SME IPO પાઇપલાઇનમાં છે. આ અઠવાડિયું એ રોકાણકારો માટે ખૂબ જ ખાસ છે જેઓ શરૂઆતથી જ નવી કંપનીઓની વૃદ્ધિની સ્ટોરીમાં ભાગ લેવા માંગે છે. બજાર નિષ્ણાતો માને છે કે જે પ્રકારે વિવિધ ક્ષેત્રોની કંપનીઓ બજારમાં ઉતરી રહી છે, તેનાથી પોર્ટફોલિયોમાં ડાયવર્સિફાઇ કરવાની સારી તક મળશે. બોલી પ્રક્રિયા 12 જાન્યુઆરીથી શરૂ થશે અને વિવિધ કંપનીઓ માટે 19 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.
સૌથી વધુ ચર્ચા ક્લાઉડ-આધારિત SaaS કંપની Amagi Media Labsની છે, તે આ અઠવાડિયાનો એકમાત્ર મેનબોર્ડ IPO છે. Amagiનો ઇશ્યૂ 13 જાન્યુઆરીએ ખુલશે અને રોકાણકારો 16 જાન્યુઆરી સુધી રોકાણ કરી શકશે. કંપનીએ પ્રતિ શેર 343 રૂપિયાથી 361 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.
આ IPO 1,788.62 કરોડ રૂપિયાનો છે, જે એક ખૂબ મોટી સાઇઝ માનવામાં આવે છે. તેમાં 816 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરવામાં આવશે, જ્યારે બાકીનો હિસ્સો ઓફર ફોર સેલ (OFS) હશે. OFSના માધ્યમથી ટ્રૂડી હોલ્ડિંગ્સ, નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સ અને એસેલ ઇન્ડિયા જેવા જૂના રોકાણકારો તેમના હિસ્સાનું વેચાણ કરશે.
મેનબોર્ડ ઉપરાંત, SME સેગમેન્ટમાં પણ જબરદસ્ત એક્શન જોવા મળશે. અહીં રોકાણની રકમ અને લોટ સાઈઝ થોડી મોટી હોય છે, એટલે સાવધાની અને સમજદારી જરૂરી છે.
Avana Electrosystems: આ ઇશ્યૂ 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. તેની પ્રાઇસ બેન્ડ 56-59 રૂપિયા છે. રિટેલ રોકાણકારોએ ઓછામાં ઓછા 4,000 શેર માટે અરજી કરવાની રહેશે, જેની લિસ્ટિંગ 19 જાન્યુઆરીએ NSE SME પર થશે.
નર્મદેશ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ: 44.87 કરોડ રૂપિયાનો આ ઇશ્યૂ 12 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. તેના શેરની કિંમત 515 રૂપિયા નક્કી કરવામાં આવી છે, અને 480 શેરનો લોટ ખરીડવો જરૂરી હશે.
INDO SMC: આ IPO 13 જાન્યુઆરીએ ખુલશે અને 15મી તારીખે બંધ થશે. 141-149 રૂપિયાના પ્રાઇસ બેન્ડ સાથેનો આ ઇશ્યૂ BSE પર લિસ્ટેડ થશે. ઓછામાં ઓછા 2,000 શેરનું રોકાણ કરવું પડશે.
GRE Renew Enertech: રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં રસ ધરાવતા લોકો માટે આ ઇશ્યૂ 13 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. તમારે 100-105 રૂપિયાના ભાવે 2,400 શેર માટે બોલી લગાવવી પડશે.
આર્મર સિક્યુરિટી ઇન્ડિયા: આ સિક્યુરિટી સર્વિસિસ આપનારી આ કંપની 14 જાન્યુઆરીએ પોતાનો IPO લાવી રહી રહી છે, જે 19 જાન્યુઆરી સુધી ચાલશે. તેની પ્રાઇસ બેન્ડ 55-57 રૂપિયા છે, અને લોટ સાઈઝ 4,000 શેર રાખવામાં આવી છે.
માત્ર નવા IPO જ નહીં, પરંતુ આગામી અઠવાડિયામાં રોકાણકારોના ચહેરા ખીલી શકે છે. ઘણી કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે. આમાં ભારત કોકિંગ કોલ, ગેબિયન ટેક્નોલોજીસ, યજુર ફાઇબર્સ, વિક્ટરી ઇલેક્ટ્રિક વ્હીકલ્સ અને ડેફ્રેલ ટેક્નોલોજીસનો સમાવેશ થાય છે. લિસ્ટિંગના દિવસે આ શેરોની હિલચાલ નક્કી કરશે કે રોકાણકારોને લિસ્ટિંગમાં ગેન મળ્યો કે લાંબા ગાળા માટે તેને પકડી રાખશે. કુલ મળીને, આગામી સપ્તાહ શેરબજારમાં નવી કંપનીઓના નામે રહેવાનુ છે.

