- Business
- ઈલેક્શન ઈફેક્ટ : ખેડૂતો હવે તત્કાલ યોજના હેઠળ વીજ જોડાણ મેળવી શકશે
ઈલેક્શન ઈફેક્ટ : ખેડૂતો હવે તત્કાલ યોજના હેઠળ વીજ જોડાણ મેળવી શકશે

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં કૃષિ વિષયક વીજ માંગ સંતોષવા અને ખેડૂતોને ખેતી માટે પુરતા પ્રમાણમાં વીજળી મળે તેવા કિસાન કલ્યાણલક્ષી ધ્યેય સાથે અનેકવિધ પગલાં ભર્યા છે. રાજ્યમાં અગ્રતાક્રમે નવીન ખેતી વિષયક વીજ જોડાણો આપવા માટે રાજ્ય સરકારે તત્કાલ યોજના અમલમાં મુકી હતી.
રાજ્યના ખેડૂતો સામાન્ય યોજના હેઠળ નોંધાયેલી તેમની અરજીને તત્કાલ યોજના અંતર્ગત રૂ. 500 ભરીને તે અરજીને તત્કાલમાં તબદીલ કરી શકતા હતા. પરંતુ તે યોજનામાં જે ખેડૂતોએ તા. 31/12/2014 સુધીમાં સામાન્ય યોજના હેઠળ અરજી નોંધણી કરાવેલ હોય તેવા ખેડૂતો જ યોજનાનો લાભ લઈ શકતા હતા. આથી ત્યાર પછી જે ખેડૂતોએ સામાન્ય યોજના હેઠળ નવીન ખેતી વિષયક વીજ જોડાણ માટે અરજી નોંધણી કરાવેલ હોય તેવા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે રાજ્ય સરકારે આ તારીખ લંબાવીને તા. 31/03/2016 કરવામાં આવેલ છે. જેથી હવે વધુ ખેડૂતો તત્કાલ યોજના હેઠળ અગ્રિમતાના ધોરણે ઝડપથી કૃષિ વિષયક વીજ જોડાણ મેળવી શકશે.
ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી સઘન આયોજન કરીને છેલ્લા ચાર વર્ષથી વાર્ષિક સરેરાશ એક લાખ ખેડૂતોને વીજ જોડાણ આપ્યા છે. તે મુજબ વર્ષ 2012-13માં 97,459 કૃષિ વીજ જોડાણો, વર્ષ 2013-14માં 95,312 કૃષિ વીજ જોડાણો 2014-15માં 1,00,250 અને 2015-16માં 1,09,317 કૃષિ વીજ જોડાણો મળી ચાર વર્ષમાં ખેડૂતોને કુલ 4,02,338 કૃષિ વીજ જોડાણો આપવામાં આવ્યા છે. ચાલુ વર્ષે પણ એક લાખ ખેડૂતોને વીજ જોડાણ આપવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે એમ પણ ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું.
Top News
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
'હું ઈકબાલ'ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'ભ્રમ', સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણય પાછળ ભાજપ સરકારનો ખેલ શું છે?
Opinion
