અનિલ અંબાણીની આ કંપની પર RBIએ કબજો કરી લીધો, બોર્ડનું વિર્સજન

 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલની બોર્ડને સોમવારે બરતરફ કરી દીધી છે અને કંપનીની સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે. બેંક ઓફ મહારાષ્ટ્રના પૂર્વ એક્ઝિકયૂટીવ ડિરેકટર નાગેશ્વર રાવને નવા એડમિનિસ્ટ્રેટર બનાવવામાં આવ્યા છે.

એની સાથે જ રિઝોલ્યૂશન પ્રોસેસ શરૂ કરવા માટે રિઝર્વ બેંકે National Law Tribunal (nclt)નો દરવાજો ખટખટાવવાનો પણ નિર્ણય કર્યો છે. રિલાયન્સ કેપિટલના શેરનો ભાવ શેરબજારમાં  5 ટકા જેટલો તુટીને 19.05 પર બંધ રહ્યો હતો અને આ શેરમાં લોઅર સર્કિટ લાગી છે.રિલાયન્સ કેપિટલના બોર્ડમાં અનિલ અંબાણી, રાહુલ સરીન, છાયા વિરાણી, થોમસ મેથ્યૂ અને ધનંજય તિવારી સહિત અન્ય લોકો હતા. પણ હવે RBIએ રિલાયન્સ કેપિટલની બોર્ડનું વિસર્જન કરી દીધું છે.

 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદનમાં જાણકારી આપી હતી કે રિલાયન્સ કેપિટલ તમામ લેણદારોને ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઇ છે. ઉપરાંત કંપનીના કોર્પોરેટ ગર્વનન્સની એવી કેટલીક માહિતી સામે આવી હતી જે ચિંતાજનક હતી. RBI એ કહ્યું કે કોર્પોરેટ ગર્વનન્સનો મુદ્દો ખુબ જ ગંભીર છે જેને અવગણી શકાય તેમ નથી. જૂન 2019માં કંપનીના ઓડીટર્સે ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો વિશે અનેક સવાલો ઉઠાવ્યા હતા, જેમાં હિસાબની પધ્ધિત પર પણ ઓડીટર્સે જવાબ માંગ્યા હતા.

 રિલાયન્સ કેપિટલે 27 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જને જાણકારી આપી હતી કે કંપની એક્સિસ બેંક અને એચડીએફસી બેંકના 624 કરોડ રૂપિયાની લોનનું  વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ ગઇ છે. આ વ્યાજ કંપનીએ 31 ઓકટોબર સુધીમાં ચૂકવવાનું હતું. કંપનીએ કહ્યું કે એચડીએફસીને વ્યાજ પેટે 4.77  કરોડ અને એક્સિસ બેંકને વ્યાજ પેટે 71 લાખ રૂપિયાની ચૂકવણી કરવાની હતી.

  રિઝર્વ બેંકે માહિતી આપી હતી કે  રિલાયન્સ કેપિટલની ઇંસોલ્વેંસી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ નાદારી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ પહેલા દિવાન હાઉસીંગ ફાયનાન્સ અને શ્રેઇ કંપની સામે કાર્યવાહી કરવામાં આવી હતી..

 રિલાયન્સ કેપિટલે ડિસેમ્બર 2018 થી પોતાના નાણાંકીય પરિણામો જાહેર જ નથી કર્યા. ડિસેમ્બર 2018માં કંપનીની આવક 568 કરોડ રૂપિયા હતી અને ચોખ્ખો નફો 89 કરોડ રૂપિયા હતો. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો માત્ર 1.51 ટકા જ છે, જયારે 97.85 ટકા હિસ્સો સામાન્ય રોકાણકારો પાસે છે. મતલબ કે રિલાન્યસ કેપિટલના રોકાણકારોને ભારે નુકશાન ગયું છે. કંપનીના પ્રમોટર્સમાં અનિલ અંબાણી પાસે 11.06 લાખ શેર છે, તેમની પત્ની ટીના અંબાણીની પાસે 2.63 લાખ શેર છે, તેમના 2 પુત્રો જય  અનમોલ અંબાણી પાસે 1.78 લાખ શેર અને જય અંશૂલ અંબાણી પાસે પણ 1.78 લાખ શેર છે. અનિલ અંબાણીના માતા કોકિલાબેન પાસે રિલાયન્સ કેપિટલના 5.45 લાખ શેર છે.

About The Author

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.