- Business
- માત્ર 11 વર્ષની ઉંમરે આ છોકરી દર મહિને કમાણી કરે છે 1 કરોડની, હવે ‘રિટાયર્ડ’ થશે
માત્ર 11 વર્ષની ઉંમરે આ છોકરી દર મહિને કમાણી કરે છે 1 કરોડની, હવે ‘રિટાયર્ડ’ થશે
ઓસ્ટ્રેલિયાની માત્ર 11 વર્ષની એક છોકરી દર મહિને 1 કરોડથી વધારેની કમાણી કરે છે.સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટને કારણે તે છવાયેલી રહે છે.

શાળાએ જવાની અને મસ્તી કરવાની ઉંમરે 11 વર્ષની એક છોકરી દર મહિને 1 કરોડથી વધારેની કમાણી કરે છે. આ છોકરી ટુંક સમયમાં રિટાયર્ડ થવા જઇ રહી છે. આ નાનકડી ઢીંગલી જેવી છોકરી પાસે પોતાની મર્સિડીઝ કાર પણ છે.તેના જન્મ દિવસે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ નાનકડી બાળા પોપ્યુલર છે.
બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ નાની ઉંમરે પ્રસિદ્ધિ હાંસલ કરે છે. આવી જ એક છોકરી જે માત્ર 11 વર્ષની છે અને એક મહિનામાં 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહી છે. પરંતુ, હવે આ છોકરી ટૂંક સમયમાં નિવૃત્ત થવા જઈ રહી છે. છોકરી નિવૃત્ત થયા પછી તેના શાળાકીય શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. એક મહિનામાં મોટી કમાણી કરનાર 11 વર્ષની Pixie Curtis પાસે મર્સિડીઝ કાર પણ છે.
Pixie Curtis એક કંપની ચલાવે છે, જેનું નામ છે Pixie's Pix છે. આ એક ઓનલાઇન કંપની છે. આ કંપની વિવિધ પ્રકારના હેર એસેસરીઝ વેચે છે. Pixie માટે કંપની અને બિઝનેસ તેની માતા Roxanne Jacenko શરૂ કર્યો હતો. Roxanne Jacenko ઓસ્ટ્રેલિયાની બિઝનેસ વુમન છે અને તે પ્રસિદ્ધ મહિલા છે.

Roxanneએ news.com.auને આપેલા એર ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પિક્સી હવે આગળ ભણવા માટે ફોકસ કરવા માંગ છે. એટલે તેણી હવે આ ઓનલાઇન કામ નહીં કરશે. અમે પણ કેટલાંક મહિનાથી વિચારી રહ્યા હતા કે તેણે ભણવા પર ધ્યાન આપવું જોઇએ. પિક્સીએ આ બિઝનેસની શરૂઆત 3 વર્ષ પહેલાં કરી હતી.

પિક્સી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેની માતા Roxanneએ તેણીના10મા જન્મદિવસ પર રૂ. 2.25 કરોડની મર્સિડીઝ કાર ભેટમાં આપી. પિક્સીના 11મો જન્મદિવસ પણ સોશિયલ મીડિયા પર છવાયો હતો. આ જન્મદિવસ પર 30 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પિક્સી સોશિયલ મીડિયા પર ખાસ્સી ચર્ચામાં રહે છે. પિક્સીના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખ 21 હજારથી વધારે ફોલોઅર્સ છે. ઇન્સ્ટા પર તે લગાતાર ફોટો, વીડિયો અને બિઝનેસ સંબંધિત વસ્તુઓ પોસ્ટ કરતી રહે છે.

