ટામેટાના ભાવે તો એવા મજબુર કર્યા છે કે, આ શાકભાજીવાળાનો વીડિયો તમને રડાવી દેશે

રાજધાની દિલ્હીના આઝાદપુર બજારનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાકભાજી વેચનારની લાચારી દેખાઈ રહી છે. શાકભાજીના વધેલા ભાવની વાસ્તવિકતા જાણવા માટે એક ચેનલના રિપોર્ટરે  શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જ્યારે રિપોર્ટરે આ વિશે એક શાકભાજી વેચનાર  સાથે વાત કરી તો તેની આંખમાંશી આંસૂ સરી પડયા હતા. ક્ષણભર માટે તે ખામોશ થઇ ગયો હતો આ મૌન તેની લાચારી બતાવતું હતું.

ચોમાસાની સિઝન છે, જોરદાર વરસાદ પડી રહ્યો છે, નદીઓના જળસ્તરની જેમ શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને તેમાં ટામેટાના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ટામેટાના ભાવ 100, 150 પછી 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. મધ્યમ વર્ગના સામાન્ય માણસ પરિવારના લોકોએ કિલોના બદલે ગણતરીના જ ટામેટા ખરીદે છે.જ્યારે ટામેયાના વધેલા ભાવ ઘર-ઓફિસથી લઈને બજાર સુધી ચર્ચામાં છે.

દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે આ મુદ્દાની વાસ્તવિક વેદનાને  ઉજાગર કરી દીધી છે. વીડિયો રાજધાની દિલ્હીના આઝાદપુર માર્કેટનો છે. શાકભાજીના વધેલા ભાવની વાસ્તવિકતા જાણવા માટે એક ચેનલના રિપોર્ટરે. શાકભાજી માર્કેટની મુલાકાત લીધી હતી.

8 મિનિટના આ વીડિયો ટમેટાના વેપારીની સામે શરૂ થાય છે. અહીં રામેશ્વર નામનો વ્યક્તિ ખાલી લારી લઈને ઊભો જોવા મળે છે. રિપોર્ટર એ લારીવાળાને સવાલ પુછે છે કે તમે સવાર-સવારમાં આવ્યા હતા, ટામેટા લેવા?

શાકભાજીના વેપારી રામેશ્વર રિપોર્ટરને જવાબ આપે છે કે હા, ટામેટા લેવા આવ્યો હતો, પરંતુ ભાવ સાંભળીને ખરીદવાની હિંમત થતી નથી. ટામેટાના ભાવ મોંઘા થઇ ગયા છે. એટલે ખરીદતો નથી. 120-140 રૂપિયામાં આપે છે, એ ભાવે લઇશ તો મને નુકશાન થઇ જશે.

રિપોર્ટરે રામેશ્વરને પુછ્યું કે શું તમે  લારી ખાલી લઇને જશો? ટામેટા સિવાય તો લારીમાં કઇંક ભરશોને?  એ પછી રિપોર્ટર અને રામેશ્વર વચ્ચે એક ખામોશી છવાઇ જાય છે. રામેશ્વર થોડી વાર ચૂપ રહ્યા પછી આજુબાજુ જોઇને પોતાના ગમછાથી આંખમાં આવેલા આંસૂને લુછે છે. પછી ભારે હૈયે પોતાની વિવશતાનું રિપોર્ટરને વર્ણન કરે છે. રામેશ્વર રિપોર્ટરને કહે છે કે, જહાંગીર પુરીમાં પોતે ભાડાનાં મકાનમાં રહે છે અને દર મહિને તેણે 4,000 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે.

રિપોર્ટર પુછે છે કે, તો કમાણી કેટલી થાય છે? રામેશ્વર કહે છે કે રોજની 100 રૂપિયાની કમાણી પણ થતી નથી. એ પછી ફરી ખામોશી છવાઇ જાય છે. રામેશ્વર રિપોર્ટર સાથે મોંઘવારી વિશે વાત કરીને પછી પોતાની લારી લઇને નિકળી જાય છે.

આ  વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યા છે. સામાન્ય લોકો તો વીડિયો વાયરલ કરી જ રહ્યા છે, પરંતુ આ વીડિયો રાજકારણનો પણ હિસ્સો બની રહ્યો છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક લોકોએ વીડિયોને ટ્વીટ કર્યો છે.

આ વીડિયો પરથી એક વાત સમજવા જેવી છે કે, જ્યારે તમે બજારમાં શાકભાજી ખરીદવા જાઓ છો ત્યારે 5-10 રૂપિયા માટે ભારે રકઝક કરો છો, ત્યારે એટલું વિચારજો કે, એ 5-10 રૂપિયા એ શાકભાજી વાળા માટે કેટલાં મહત્ત્વના હશે. તમને ફરક નહીં પડશે, એને પડશે.

About The Author

Top News

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આવા લોકોને ઉંઘ કેમ આવતી હશે... જામનગરમાં ડૉક્ટરે 53 લોકોના જરૂરિયાત વિના કાર્ડિયાક પ્રોસીજર કરીને PMJAYના પૈસા ખંખેર્યા

અમદાવાદની જ્યોતિ હોસ્પિટલના કાંડ વિષે તમે બધા તો જાણતા જ હશો, અહી વિવિધ વિસ્તારોમાં કેમ્પ કરીને ખોટી સારવારના નામે ...
Gujarat 
આવા લોકોને ઉંઘ કેમ આવતી હશે... જામનગરમાં ડૉક્ટરે 53 લોકોના જરૂરિયાત વિના કાર્ડિયાક પ્રોસીજર કરીને PMJAYના પૈસા ખંખેર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.