- Business
- ગુજરાતની આ મહિલાએ કાશ્મીરની 200 મહિલાઓને રોજગારી આપી
ગુજરાતની આ મહિલાએ કાશ્મીરની 200 મહિલાઓને રોજગારી આપી
ગુજરાતના વડોદરાના જાણીતા સોશિયલ વર્કર સ્વાતિ બેડેકર પહેલગામની ઘટના પહેલા જ વડોદરા આવ્યા હતા. સ્વાતિ બેડેકરે કશ્મીરની 200 મહિલાઓને રોજગારી આપી હતી. તેમણે મહિલાઓને પિરિયડસમાં હાઇજીન આપવા માટે એક અભિયાન ગુજરાતના ગામડાઓથી શરૂ કર્યુ હતું અને દેશની હજારો મહિલાઓને રોજગારી આપીને આત્મનિર્ભર બનાવી હતી.
નીતિ આયોગે સ્વાતી બેડેકરને પત્ર લખીને કશ્મીરની મહિલાઓને રોજગારી પુરી પાડવા માટે કહ્યું હતું. સ્વાતી કશ્મીર ગયા હતા અને પિરિયડસ માટે ના પેડ્સ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને તેમાં કશ્મીરની મહિલાઓને રોજગારી આપી હતી. જો કે તેમના માટે આ કામ મુશ્કેલ ભર્યું રહ્યું હતું. કશ્મીરમાં મહિલાઓને ઘરની બહાર નિકળવાની પરવાનગી નથી એટલે ઘરે ઘરે જઇને પતિઓની લેખિતમાં મંજૂરી લેવી પડી હતી. હવે કશ્મીરની મહિલાઓ સ્વાતીબેનને ફોન કરીને કહી રહી છે કે, પ્લીઝ આ પ્રોજેક્ટ બંધ ન કરતા.

