- Business
- ખરાબ રીતે ફસાયા ટ્રમ્પ... અમેરિકાનું દેવું 37 ટ્રિલિયન ડૉલરને પાર, ભારતના પણ લેવાના નીકળે છે!
ખરાબ રીતે ફસાયા ટ્રમ્પ... અમેરિકાનું દેવું 37 ટ્રિલિયન ડૉલરને પાર, ભારતના પણ લેવાના નીકળે છે!

અમેરિકાનું દેવું દર વર્ષે ઝડપથી વધી રહ્યું છે. હવે અમેરિકા પરનું રાષ્ટ્રીય દેવું 37 ટ્રિલિયન ડૉલરને પાર કરી ગયું છે, જેના કારણે અમેરિકામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દર વર્ષે ફક્ત વ્યાજ ચૂકવવાનો ખર્ચ લગભગ 1 ટ્રિલિયન ડૉલરનો વધી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો લોન થોડા સમય માટે આ જ રીતે વધતી રહેશે, તો અમેરિકાના બજેટ પર પણ અસર પડી શકે છે અને અમેરિકાનો વિકાસ અટકી શકે છે.
20 જૂન સુધીમાં, US સરકાર પર એટલું દેવું છે કે, જેટલું એક વર્ષમાં સમગ્ર અર્થતંત્ર વધતું હોય છે. કોંગ્રેસના બજેટ ઓફિસનો અંદાજ છે કે, મોટા સુધારા વિના, દેવું 2055 સુધીમાં GDPના 156 ટકા સુધી વધી જશે. વર્તમાન સ્તરે, 2 ટ્રિલિયન ડૉલરની વાર્ષિક ખાધ દેવાના વધારાને વેગ આપી રહી છે, જે વધતા ખર્ચ અને સ્થિર આવક વૃદ્ધિને કારણે થઈ રહી છે.

અમેરિકા માટે સૌથી મોટો અને નવો ખતરો વ્યાજનો છે. તમામ કર આવકનો લગભગ ચોથો ભાગ હવે દેવાની ચુકવણી પર ખર્ચવામાં આવી રહ્યો છે. તેનો અર્થ એ કે સામાજિક સુરક્ષા, મેડિકેર, રાષ્ટ્રીય સંરક્ષણ અને માળખાગત સુવિધાઓ માટે થોડાક જ પૈસા બચશે, આ એવા ક્ષેત્રો છે જેના પર લાખો અમેરિકનો આધાર રાખે છે.
https://twitter.com/GuntherEagleman/status/1935869206555226482
જોખમ ફક્ત બજેટ કાપનું નથી. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે, આ દેવું ખાનગી રોકાણ ઘટાડી શકે છે અને ઉધારી લેવામાં વધારો કરી શકે છે, જેનાથી આર્થિક વિકાસ અવરોધાય છે. CBOનો અંદાજ છે કે, જો દેવાના બોજને નિયંત્રણમાં નહીં લાવવામાં આવે તો, આગામી દાયકામાં GDP 340 બિલિયન ડૉલર ઘટી શકે છે. તેનાથી 1.2 મિલિયન નોકરીઓ ખતમ થવાની શક્યતા છે અને તમામ ક્ષેત્રોમાં વેતન વૃદ્ધિ ધીમી પડી શકે છે.

વધતા વ્યાજ દરો નુકસાનમાં વધુ વધારો કરે છે. જેમ જેમ વૈશ્વિક ધિરાણકર્તાઓ US ખાધને ભંડોળ પૂરું પાડવા માટે ઉચ્ચ વળતરની માંગ કરે છે, તેમ તેમ દરેક માટે ઉધાર લેવાનો ખર્ચ વધી રહ્યો છે. નાણાકીય કટોકટી વધુ ખરાબ થઈ રહી છે. બીજી બાજુ, જો રોકાણકારો સરકારની નાણાકીય વ્યવસ્થાપન ક્ષમતામાં વિશ્વાસ ગુમાવે છે, તો વ્યાજ દરમાં તીવ્ર વધારો અથવા ડૉલરમાં ઘટાડો થઈ શકે છે. આનાથી વૈશ્વિક સ્તરે નુકસાન થઈ શકે છે.

વધતી જતી દેવાની કટોકટી છતાં, US અર્થતંત્ર હજુ પણ વધી રહ્યું છે, પરંતુ તેની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી છે. આ વર્ષે GDP વૃદ્ધિ માત્ર 1.4 ટકાથી 1.6 ટકા સુધી રહેવાનો અંદાજ છે, બેરોજગારી વધી રહી છે અને ફુગાવો લક્ષ્ય કરતાં વધુ છે. ભૂલ થવાની શક્યતા ઓછી થઇ રહી છે.

અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓની ચેતવણીઓ અને એલોન મસ્ક જેવા લોકોની ટિપ્પણીઓ હવે સાચી લાગે છે. જો અમેરિકા આ જ રસ્તે આગળ વધતું રહેશે, તો ભવિષ્યની પેઢીઓને તેની કિંમત ચૂકવવી પડશે એટલું જ નહીં, પરંતુ તેના પરિણામો તેને ખૂબ વહેલા ભોગવવા પડી શકે છે.
ગયા વર્ષે જૂનમાં, ભારતે 241.9 બિલિયન ડૉલર (લગભગ 20 લાખ કરોડ રૂપિયા)ની કિંમતની US ટ્રેઝરી ઇક્વિટી રાખી હતી, જેનાથી તે 12મો સૌથી મોટો વિદેશી હોલ્ડર બન્યો. એવું પણ કહી શકાય કે ભારતે અમેરિકાના ટ્રેઝરી બોન્ડના બદલામાં લગભગ 20 લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.
Related Posts
Top News
Hondaએ લોન્ચ કરી 'Honda CB125 Hornet' બાઇક, સ્ટાઇલિશ લુક... પ્રીમિયમ ફીચર્સ! જાણો કિંમત કેટલી
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
Opinion
