- Business
- દૂધ, TV-ACથી લઈને કાર સુધી... આ સામાન થશે સસ્તો, જાણો શું મોંઘું થશે
દૂધ, TV-ACથી લઈને કાર સુધી... આ સામાન થશે સસ્તો, જાણો શું મોંઘું થશે
3 સપ્ટેમ્બર 2025ના રોજ થયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા કહ્યું કે, ‘સામાન્ય માણસ અને વેપારીઓથી લઈને ખેડૂતો સુધી 2 ટેક્સ સ્લેબને મંજૂરી આપવામાં આવી છે અને બેઠકમાં હાજર તમામ સભ્યો તેના માટે સહમતિ વ્યક્ત કરી છે.’ નવા ટેક્સ સ્લેબ 22 સપ્ટેમ્બર એટલે કે નવરાત્રી પર્વના પહેલા દિવસથી અમલમાં આવશે અને તેની સાથે જ ઘણી વસ્તુઓ સસ્તી થશે. ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ સસ્તી થશે અને મોંઘવારીનો માર ક્યાં પડશે?
હવે આ વસ્તુઓ પર 0 GST
ટેક્સ સ્લેબમાં થયેલા બદલાવો બાબતે માહિતી આપતા નાણામંત્રીએ કહ્યું કે, ઘણી વસ્તુઓને 0 ટેક્સ સ્લેબમાં સામેલ કરવામાં આવી છે. UHT દૂધ, છેના પનીર, પિત્ઝા બ્રેડ, રોટલી, પરાઠાને હવે 0 GST સ્લેબમાં મૂકવામાં આવ્યા છે અને તેના પર કોઈ GST નહીં લાગે. આ ઉપરાંત મોટી રાહત આપતા વ્યક્તિગત વીમા પોલિસી પરનો GST નાબૂદ કરીને 0 કરવામાં આવ્યો છે. શિક્ષણ સંબંધિત વસ્તુઓ, પેન્સિલો, કટર, રબર અને નોટબુકને 12% ટેક્સ દૂર કરીને કરમુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 33 જીવનરક્ષક દવાઓ પર GST શૂન્ય કરવામાં આવ્યો છે.
આ વસ્તુઓને 5% GST સ્લેબમાં સામેલ કરવામાં આવી છે
નાણામંત્રીએ કહ્યું કે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપતા શેમ્પૂ, સાબુ, તેલ સહિત રોજિંદા ઘરમાં વપરાતી વસ્તુઓને હવે 5%ના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નમકીન, પાસ્તા, કોફી, નૂડલ્સ પરનો ટેક્સ પણ 5% કરવામાં આવ્યો છે. થર્મોમીટર અને ગ્લુકોમીટરને પણ 18%થી ઘટાડીને આ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા છે. ચીઝ, માખણ પર 12%ની જગ્યાએ 5% ટેક્સ લાગશે, જ્યારે સરકારે ખાતર પરનો ટેક્સ પણ 18%થી ઘટાડીને 5% કર્યો છે. હવે 2500 રૂપિયાથી ઓછી કિંમતના શૂઝ પર આ દરે GST લાગૂ થશે.
28%માં સામેલ બધી વસ્તુઓને 18%ના સ્લેબમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે નાની કાર, 350cc બાઇક અને થ્રી વ્હીલર સસ્તા થશે. આ લિસ્ટમાં AC-ફ્રીજનો પણ સામેલ થશે છે અને તેના પરના GST 28%ની જગ્યાએ 18% ટેક્સ સ્લેબમાં લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, લોકો માટે ઘર બનાવવાનું સસ્તું થશે, કારણ કે સિમેન્ટ પરનો GST ઘટાડીને તેને 18% કેટેગરીમાં લાવવામાં આવ્યો છે. 350cc બાઇક અને ઓટો પાર્ટ્સ પણ આ કેટેગરીમાં આવશે.
આ વસ્તુઓને પર પડશે મોંઘવારીનો માર
GST સ્લેબમાં બદલાવ અંગે માહિતી આપતા નિર્મલા સીતારમણે કહ્યું કે, કાઉન્સિલની બેઠકમાં એક તરફ 12 અને 28% સ્લેબ નાબૂદ કરતાં માત્ર 5 અને 18% GST સ્લેબને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બીજી તરફ સ્પેશિયલ 40% સ્લેબ પણ રાખવામાં આવ્યો છે, જેમાં હાનિકારક અને વૈભવી સુપર લક્ઝરી વસ્તુઓનો સમાવેશ થાય છે. પાન મસાલા, સિગારેટ, ગુટખા, બીડી, અન્ય તમાકુ ઉત્પાદનો તેમજ ફ્લેવર્ડ સુગર કેફીનેટેડ-કાર્બોનેટેડ પીણાં તેમજ ખાનગી જેટ પર આ દરથી GST લાગુ થશે.

