Zomatoના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે આપ્યું રાજીનામું

દેશની સૌથી મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato Ltd.માંથી સોમવારે તેના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તો ઝોમેટોએ કહ્યું છે કે છેલ્લાં દસથી વધુ વર્ષોમાં, તેઓએ એક શાનદાર ટેકનિકલ નેતૃત્વ ટીમનું પોષણ કર્યુ છે જે ટેક્નિકલ કાર્યને આગળ વધારવામાં સક્ષમ છે. Zomatoના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં, ઘણા મોટા અધિકારીઓ ઝોમેટોથી અલગ થઈ ગયા છે. જેમાં રાહુલ ગંજૂ કે જેઓ નવી પહેલના પ્રમુખ હતા. આ એપિસોડમાં સિદ્ધાર્થ ઝાવરનું નામ પણ સામેલ છે.

દેશની સૌથી મોટી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની Zomato Ltd.માંથી સોમવારે તેના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર ગુંજન પાટીદારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. Zomato કંપનીએ આ જાણકારી ભારતીય શેરબજારને આપી છે. જેમાં કંપનીએ જણાવ્યું હતું કે, ગુંજન પાટીદારે Zomatoમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાટીદાર એવા કેટલાક કર્મચારીઓમાંથી એક હતા જેમણે કંપની માટે કોર ટેક સિસ્ટમનું નિર્માણ કર્યુ હતું. ઝોમેટોએ કહ્યું કે છેલ્લા 10 કરતા વધુ વર્ષોમાં, તેઓએ એક શાનદાર ટેકનિકલ નેતૃત્વ ટીમનું પણ પોષણ કર્યુ છે. જે ભવિષ્યમાં ટેકનિકલ કાર્યનું નેતૃત્વ કરવામાં સક્ષમ છે. Zomatoના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

નવેમ્બર 2022 માં કંપનીના એક અન્ય સહ-સંસ્થાપક મોહિત ગુપ્તાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. સાડા ચાર વર્ષ પહેલાં ઝોમેટોમાં જોડાયેલા ગુપ્તાને 2020માં તેના ફૂડ ડિલિવરી બિઝનેસના CEOના પદ પરથી કો-ફાઉન્ડર બનાવવામાં આવ્યા હતા. Zomato એ ગયા વર્ષે કેટલાક ઉચ્ચ-સ્તરના હોદ્દાઓ છોડી દીધા હતા, જેમાં રાહુલ ગંજુ, જે નવી પહેલના પ્રમુખ હતા, અને સિદ્ધાર્થ ઝાવર, ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને ઇન્ટરસિટીના પ્રમુખ અને સહ-સંસ્થાપક ગૌરવ ગુપ્તા શામેલ હતા.

Zomatoની ચોખ્ખી ખોટ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે અગાઉના નાણાકીય વર્ષ 2022ના ક્વાર્ટરમાં ₹434.9 ની સરખામણીએ ₹250.8 કરોડ થઈ હતી. આ દરમિયાન આવક 62.20 ટકા વધીને રૂ. 1,661.3 કરોડ થઈ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, કંપનીના ફૂડ ડિલિવરી બિઝનેસનું વેચાણ અગાઉના નાણાંકીય વર્ષ 2021 ના ક્વાર્ટરના રૂ. 5,410 કરોડથી માત્ર 22 ટકા વધીને રૂ. 6,631 કરોડ થયું. Zomatoનો શેર BSE પર સોમવારે 1.52 ટકા વધારા સાથે રૂ. 60.26 પ્રતિ શેર પર બંધ થયો હતો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.