Zomatoએ આપ્યો આંચકો... દરેક ફૂડ ઓર્ડર પર આટલો વધારે ચાર્જ લાગશે

ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાના શોખીન લોકો માટે ખરાબ સમાચાર છે અને તે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato સાથે જોડાયેલ છે. હવે તમારે Zomato પર દરેક ફૂડ ઓર્ડર પર 5 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. ખરેખર, તેના ત્રિમાસિક પરિણામોની જાહેરાત પહેલા, Zomatoએ તેના વપરાશકર્તાઓને આ મોટો આંચકો આપ્યો છે. કંપનીએ અચાનક તેની પ્લેટફોર્મ ફી (Zomato Hike Platform Fees) વધારી દીધી છે.

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomatoએ તેની પ્લેટફોર્મ ફી 25 ટકા (Zomato Hike Platform Fee) વધારીને 5 રૂપિયા પ્રતિ ઓર્ડર કરી છે. પ્લેટફોર્મ ફી એક સરખી ફી છે, જે ફૂડ ડિલિવરી કંપનીઓ તમામ ઓર્ડર પર સંબંધિત ગ્રાહકોને વસૂલે છે. એટલે કે ઝોમેટોના આ નિર્ણય પછી હવે કંપની પાસેથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થઈ જશે અને તમારે દરેક ઓર્ડર પર 5 રૂપિયા વધારાના ખર્ચવા પડશે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ઝોમેટોએ ગયા વર્ષે ઓગસ્ટ 2023માં 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી રજૂ કરી હતી અને ત્યાર પછી તેના માર્જિનમાં સુધારો કરવા અને વધુ નફો મેળવવા માટે આ ફી 2 રૂપિયાથી વધારીને 3 રૂપિયા કરવામાં આવી હતી. 2024ની બરાબર શરૂઆત પહેલા જ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રેકોર્ડ ઓનલાઈન ફૂડ ડિલિવરી ઓર્ડર્સથી ઉત્સાહિત, ઝોમેટોએ જાન્યુઆરીમાં મુખ્ય બજારોમાં તેની ફરજિયાત પ્લેટફોર્મ ફી રૂ. 3 થી વધારીને રૂ. 4 કરી હતી અને હવે તેમાં એક રૂપિયાનો વધારો કરીને તેને 5 રૂપિયા પ્રતિ ઑર્ડર કરવામાં આવ્યો છે.

પ્લેટફોર્મ ચાર્જમાં આ 25 ટકાનો વધારો Zomato દ્વારા માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાતના એક અઠવાડિયા પહેલા કરવામાં આવ્યો છે. ગ્રાહકો પર બોજ વધારવાના નિર્ણયની સાથે, કંપનીએ તેની ઇન્ટર-સિટી ફૂડ ડિલિવરી સેવા ઇન્ટરસિટી લિજેન્ડ્સ (ઝોમેટો ઇન્ટરસિટી લિજેન્ડ્સ) પણ સ્થગિત કરી દીધી છે. જો કે, Zomatoની એપ પર એક સંદેશ વહેતો કરવામાં આવ્યો છે, જેમાં લખ્યું છે કે 'કૃપા કરીને લાઈનમાં જોડાઈ રહો, કારણ કે અમે ટૂંક સમયમાં તમારી સેવામાં પાછા આવીશું.'

ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી માર્કેટમાં Zomato એક મોટો ખેલાડી છે અને કંપનીના આંકડા આનું ઉદાહરણ છે. ઝોમેટો વાર્ષિક આશરે 85-90 કરોડ ઓર્ડર પૂરા કરે છે. Zomatoએ ડિસેમ્બર ક્વાર્ટરમાં એડજસ્ટેડ રેવન્યુમાં વાર્ષિક ધોરણે 30 ટકા વૃદ્ધિ નોંધાવી છે. આ સાથે તમને જણાવી દઈએ કે,  ઝોમેટોના શેરમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ છે. સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેરમાં લગભગ 5 ટકાનો ઉછાળો આવ્યો અને તે 197.70 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. કંપનીનું માર્કેટ કેપ 1.66 લાખ કરોડ રૂપિયા છે.

(નોંધ : શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.