મહાઠગ કિરણ પટેલને કાશ્મીરથી ગુજરાત લવાશે, પત્ની અને બંને દીકરીઓ પણ ફરાર

ગુજરાતનો મહાઠગ કિરણ પટેલ હાલ જમ્મુ-કાશ્મીરની જેલમાં બંધ છે. ભારત અને પાકિસ્તાનની સરહદ પર ફરી આવેલા કિરણ પટેલ સામે હવે ગુજરાતમાં પણ ફરિયાદો નોંધાઈ રહી છે. જેમાંથી એક ફરિયાદ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચમાં નોંધાઈ છે અને બીજી ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. કિરણ પટેલને અમદાવાદ લાવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ પર નોંધાયેલી ફરિયાદના આધારે હાલ ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલને અમદાવાદમાં લાવવામાં આવશે. આ જાણકારી ક્રાઈમબ્રાન્ચના DCPએ આપી છે.

આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના DCP ચૈતન્ય માંગલિકે જણાવ્યું હતું કે, અમે કિરણ પટેલ સામે એક ગુનો દાખલ કર્યો છે અને તેને અમદાવાદ લાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. હાલ અમે તેને ટ્રાન્સફર વોરન્ટથી અમદાવાદ લાવવાના છીએ, ત્યારબાદ તેની સામે જો વધુ કોઈ છેતરપિંડીના ગુનાઓ હશે તો તે મામલે પણ અમે તપાસ કરીશું. અમદાવાદમાં એક નેતાના ભાઈનું મકાન પચાવી પાડવાની બાબતે નોંધાયેલી ફરિયાદમાં કિરણ પટેલની સાથે અન્ય લોકોના નામનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. જે લોકોની સામે ફરિયાદ થઇ છે, તેઓ હાલ ફરાર છે.

કિરણ પટેલ હાલ જમ્મુ-કાશ્મીરની જેલમાં છે અને અલગ-અલગ એજન્સીઓ તેની પૂછપરછ પણ કરી રહી છે. કિરણ પટેલના તાર CMOથી લઈ ગુજરાતના રાજનેતાઓ સાથે જોડાતા જઈ રહ્યા છે. કિરણ પટેલ કેસમાં હવે ખરેખર શું હકીકત છે તે જાણવાની ગુજરાત પોલીસને જરૂરિયાત છે. ભાજપના નેતા જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનું મકાન વેચી આપવાનું કહીને ડેવલોપમેન્ટના નામે પોતાની પત્ની સાથે કિરણ પટેલ જગદીશપુરમ બંગલોમાં ઘૂસ્યો હતો. આ જગદીશપુરમ બંગલો અમદાવાદના અતિ પોસ ગણાતા સિંધભવન રોડ પાસે આવેલો છે.

હવે આ સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી છે. બીજી તરફ કિરણ પટેલ ઘોડાસર વિસ્તારમાં જ્યાં રહેતો હતો, ત્યાં છેલ્લા પાંચ વર્ષથી ભાડું તેના મકાન માલિકને ચૂકવ્યું નથી. જેથી હવે તેનો મકાન માલિક પણ કિરણ પટેલ સામે ફરિયાદ દાખલ કરવાના મૂડમાં આવી ગયો છે. કિરણ પટેલ સામે ઘોડાસરના મકાનનો માલિક ફરિયાદ નોંધાવે તો તેની સામે વધુ એક ગુનો અમદાવાદમાં નોંધાશે. હાલમાં આ મામલે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

કિરણની પત્ની બંને દીકરી સાથે 6 દિવસ પહેલા જ ઘરથી ફરાર થઈ ગઈ છે, માત્ર એટલું જ નહીં, અમે જોયું તો ઘર બહાર રહેલી ગાદી સાથેની ક્રિમ કલરની પ્લાસ્ટિકની બે ખુરશી ઘરમાં મુકવા માટે કે ચંપલ પહેરવા માટે પણ પરિવારજનો ઉભા રહ્યા નહોતા, કારણ કે બ્લેક અને પિંક કલરના ચંપલની એક અને એક મોજડીની જોડી, લાલ રંગની સાયકલ અને ખુરશી પણ બહાર પડેલા જોવા મળે છે. તેમજ ઘરમાં પણ બધું વેરવિખેર સ્થિતિ જોવા મળી હતી અને દિવાલ પર ગણપતિની મૂર્તિ લગાવેલી હતી અને બ્લેક એન્ડ ગ્રે ટાઇલ્સ જોવા મળી હતી.

કિરણ પટેલનું ભાડાનું મકાન જોયા બાદ અમે આસપાસમાં રહેતા પાડોશીઓના મકાન તરફ નજર કરી, પરંતુ આશ્ચર્ય વચ્ચે તેમના ઘર પર પણ તાળા વાગેલા જ જોવા મળ્યા હતા. કિરણ પટેલના ઘોડાસર નિવાસસ્થાન મામલે એક પોલીસ અધિકારીએ કહ્યું કે, અમે 5 દિવસ અગાઉ ઘોડાસરમાં આવેલા બંગલાનું ચેકિંગ કર્યું હતું, પરંતુ તે લોક મારીને ભાગી ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ પણ તપાસ માટે તેના ઘરે ગઈ હતી, પરંતુ તેની તેની પત્ની ત્યાંથી ફરાર થઈ ગઈ છે.

મકાન માલિક અને કિરણ પટેલે ભાડાનો કરાર કર્યો નથી. 5 વર્ષથી કિરણે આ ભાડું ચૂકવ્યું નથી. અમારી પાસે ફરિયાદ આવશે તો અમે કાર્યવાહી કરીશું. મહાઠગ કિરણ પટેલના અમદાવાદ ભાજપના ઘણા નેતાઓ સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન ભાજપના જ એક કાર્યકર્તાના જણાવ્યા મુજબ કિરણ પટેલ ખૂબ ચાલાક છે અને તેની પત્ની માલિની પણ તેની સાથે તમામ કૌભાંડોમાં સામેલ છે. ઘણી અલગ-અલગ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓના નામે આ દંપતીએ ઘણાં લોકોને છેતર્યા છે.

About The Author

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.